પ્રાગજી મો. રાઠોડ
કૂકડવેલ (કુકરપાડાની વેલ)
કૂકડવેલ (કુકરપાડાની વેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa echinata Roxb. (સં. દેવદાલી; હિં. સોનૈયા, બંદાલ, બિદાલી; બં. દેયતાડા; મ. દેવડાંગરી, કાંટેઇન્દ્રાવણ; ક. દેવદાળી, દેવડંગર; તે. ડાતરગંડી; અં. બ્રિસ્ટલીલ્યુફા) છે. તે પાતળી, અલ્પ પ્રમાણમાં રોમિલ અને ખાંચવાળું પ્રકાંડ ધરાવતી સૂત્રારોહી વનસ્પતિ છે. તે ઉત્તર…
વધુ વાંચો >કૂંવાડિયો
કૂંવાડિયો : દ્વિદળી વર્ગના સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia tora Linn. (સં. ચક્રમર્દ; હિં. પવાડ, બં. એડાંચી, ચાકુંદા; મ. તરોટા, ટાકળા; ક. ટકરીકે; તે. ટાંટ્યમુ, તગિરિસ; તા. તગેરે, વિંદુ; મલ. તકર; અં. ઓવલલીવ્ડ કેશ્યા) છે. તે નાનો, 30 સેમી.થી 100 સેમી. ઊંચો, શાકીય, એકવર્ષાયુ, અપતૃણ તરીકે ઊગી…
વધુ વાંચો >કેવડો
કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…
વધુ વાંચો >કેસર
કેસર : એકદળી વર્ગમાં આવેલા ઇરિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crocus sativas Linn. (સં. કેસર, કંકુમ; હિં. કેસર, ઝાફરાન, ગુ. કેસર; મ. કેસર; અં. સેફ્રોન) છે. તે એક નાની, કંદિલ, બહુવર્ષાયુ, 15 સેમી.થી 25 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને તેનાં મોટાં, સુગંધિત, વાદળી કે આછા જાંબલી રંગનાં…
વધુ વાંચો >કોઠી (કોઠાં)
કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.)…
વધુ વાંચો >કોથમીર (ધાણા)
કોથમીર (ધાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુંબરી; હિં. ધનિયા; બં. ધને; મ. કોથીંબર, ધણે; ક. હવ્વીજ, કોતંબરીકાળું; તે. કોથમીલું, ધણિયાલું; તા. ઉત્તંબરી; મલા. કોત્તમપાલરી; અં. કોરીએન્ડર) છે. તે એકવર્ષાયુ શાકીય, 30 સેમી. – 90 સેમી. ઊંચી વનસ્પતિ…
વધુ વાંચો >ખાખરો
ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે. સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0…
વધુ વાંચો >ખીજડો
ખીજડો : દ્વિદળી વર્ગના માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. (ગુ. શમી, હિં. સમડી) તેનાં સહસભ્યોમાં બાવળ, ખેર, લજામણી, રતનગુંજ, શિરીષ, ગોરસ આંબલી વગેરે છે. તેનું શાસ્ત્રીય નામ Prosopis cineraria Druce છે. વનસ્પતિ મોટા વૃક્ષ સ્વરૂપે સંયુક્ત, દ્વિપિચ્છાકાર, દ્વિતીય ક્રમની 3 જોડ અને દરેક ધરી પર પર્ણિકાઓની 7થી 12 જોડ હોય છે.…
વધુ વાંચો >ખુરાસાની અજમો
ખુરાસાની અજમો : અં. Henbane; સં. यावनी. દ્વિબીજદલામાં યુક્તદલા Gamopetalaeના કુળ Solanaceaeની વનસ્પતિ. તેનાં સહસભ્યોમાં બેલાડોના, પ્રિયદર્શિની, તમાકુ, ધતૂરો વગેરે છે. તેનું લૅટિન નામ Hyocyamus niger L છે. તે ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતો નાનો સદા હરિત છોડ છે. ગૂંચળાવાળાં પરંતુ પહોળાં સાદાં સુગંધિત પાન હોય છે. પ્રકાંડ ઉપર બધી જ જગાએ…
વધુ વાંચો >ખેર
ખેર : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia catechu Wild. (સં. ખદિર; મ. હિં. ક. ખૈર; તે. ખાસુ, ખદિરમુ; મલા. કરનિલિ; ત. વોડાલે; અં. કચ ટ્રી) છે. તે મધ્યમ કદનું પીંછાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને મિશ્ર વનોના શુષ્ક પ્રકારોમાં વિવિધ પ્રકારની…
વધુ વાંચો >