પ્રવીણચંદ્ર પરીખ
હરિશ્ચન્દ્ર
હરિશ્ચન્દ્ર : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી…
વધુ વાંચો >હરિહરિહરિવાહન
હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે.…
વધુ વાંચો >હલાહલ
હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા…
વધુ વાંચો >હાથી ગુફાનાં શિલ્પો
હાથી ગુફાનાં શિલ્પો : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓમાં કોતરાયેલ 35 ગુફાઓ પૈકીની હાથી ગુફા કે ગણેશ ગુફા નામે પ્રસિદ્ધ મુખ્ય ગુફામાં કંડારાયેલ રાજપરિવારને લગતાં શિલ્પો. હાથી ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી કંડારેલી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો ઈ. સ.…
વધુ વાંચો >હાથીદાંતનો હુન્નર
હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે. ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો…
વધુ વાંચો >હિત-ચૌરાસી
હિત-ચૌરાસી : રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિત હરિવંશ ગોસ્વામીરચિત વ્રજભાષાનો ચોરાસી પદોનો સંગ્રહ-ગ્રંથ. આ સંપ્રદાયની માધુર્યભક્તિનો સિદ્ધાંત પ્રતિપાદિત થયેલો હોવાને લઈને સંપ્રદાયનો આધારગ્રંથ બન્યો છે. આ ભક્તિગ્રંથ માટે કહેવાય છે કે આમાં ચોરાસી પદ સમાવિષ્ટ કરવામાં ગોસ્વામીજીનો આશય એ હતો કે એક એક પદનો મર્મ સમજવાથી અને એને આત્મસાત્ કરવાથી એક…
વધુ વાંચો >હિરણ્યકશિપુ
હિરણ્યકશિપુ : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું. હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર…
વધુ વાંચો >હેરમ્બ
હેરમ્બ : ગણપતિનું એક વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. વિઘ્નેશ્વર ગણપતિની અન્ય આકૃતિઓ કરતાં હેરમ્બની આકૃતિ ઘણી ભિન્ન હોય છે. એમાં પાંચ ગજ-મસ્તક હોય છે. ચાર મસ્તક ચાર દિશામાં અને પાંચમું મસ્તક ચાર મસ્તકના માથા ઉપર હોય છે, જેના દ્વારા ઊર્ધ્વદર્શન થઈ શકે છે. શક્તિશાળી સિંહ તેમનું વાહન છે. તેમના હાથમાં પાશ, દંત,…
વધુ વાંચો >હેરુક
હેરુક : બૌદ્ધ ધર્મના લોકપ્રિય દેવતા. તેમની સ્વતંત્ર રીતે તેમ જ યબ-યૂમ સ્વરૂપે પૂજા થાય છે. તંત્રમાર્ગમાં તેમનું સ્થાન મહત્વનું છે. ‘સાધનમાલા’ અનુસાર આ દેવ નીલવર્ણનાં છે અને તેમના બે સ્વરૂપ દ્વિભુજ હેરુક અને ચતુર્ભુજ હેરુક પ્રાપ્ત થાય છે. યબ-યૂમ સ્વરૂપે એટલે જ્યારે તે પોતાની શક્તિને આલિંગન આપતા હોય છે…
વધુ વાંચો >