પ્રવીણચંદ્ર પરીખ
નિગમ–આગમ
નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર…
વધુ વાંચો >નિઘંટુ
નિઘંટુ : મૂળમાં વૈદિક શબ્દોનો કોશ-ગ્રંથ. એને નિઘંટુ કહેવાનું કારણ એ છે કે વૈદિક મંત્રોના ગૂઢાર્થ એમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આમ વૈદિક શબ્દોનો આ કોશમાંથી પાઠ કરાતો હોવાથી પણ એને ‘નિઘંટુ’ કહે છે. વેદાર્થ જ્ઞાન માટે નિઘંટુમાં સમાવિષ્ટ શબ્દો જ સ્વીકૃત ગણાય છે. નિઘંટુમાં પાંચ અધ્યાય છે. પ્રથમ ત્રણ…
વધુ વાંચો >નિઝારી પંથ
નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં…
વધુ વાંચો >નિરંજન
નિરંજન : એજનરહિત અર્થાત્ નિર્લેપ, માયારહિત. ભારતની ઘણી ધર્મસાધનાઓમાં આ શબ્દ સમાનપણે પ્રયોજાય છે. ‘હઠયોગ-પ્રદીપિકા’માં નાદાનુસંધાન પછી સાધકનું ચિત્ત નિરંજનમાં વિલીન થતું હોવાનું જણાવ્યું છે. ‘ગોરક્ષ-સિદ્ધાંત-સંગ્રહ’માં પણ નિરંજનના સાક્ષાત્કારને પરમપદ કહ્યું છે. શાસ્ત્રોમાં એને શૂન્ય, નિરાકાર અન નિષેધાત્મક હોવાનું કહ્યું છે. એ અલખ (અલક્ષ્ય = અવ્યક્ત) હોવાથી તેને ‘અલખ-નિરંજન’ પણ…
વધુ વાંચો >નિર્ગુણસંપ્રદાય
નિર્ગુણસંપ્રદાય : નિર્ગુણ તત્વમાં આસ્થા રાખનાર લોકોનો સંપ્રદાય. નિર્ગુણ એટલે સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોથી રહિત એવી અનિર્વચનીય સત્તા, જેને બહુધા પરમતત્વ, પરમાત્મા કે બ્રહ્મ જેવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જ્યાં ગુરુપરંપરાથી ઉપદેશ અપાતો હોય ત્યાં નિર્ગુણ સંપ્રદાયનું તાત્પર્ય એ પ્રકારની શ્રદ્ધા રાખવાનો ઉપદેશ અપાતો હોય એવી પદ્ધતિ…
વધુ વાંચો >નિશુંભ-શુંભ
નિશુંભ-શુંભ : મહર્ષિ કશ્યપના ઔરસ પુત્રો. માતાનું નામ દનુ. નિશુંભ અને શુંભને નમુચિકા નામે નાનો ભાઈ હતો. આ નમુચિકાનો ઈંદ્રે વધ કર્યો હોવાથી ગુસ્સે ભરાયેલા નિશુંભ અને શુંભે સ્વર્ગ પર આક્રમણ કરી ઈંદ્રને હરાવ્યો અને ત્યાં એ બંને રાજ કરવા લાગ્યા. આતતાઈ બની નિશુંભ અને શુંભે ત્રણે લોકમાં ત્રાસ વર્તાવ્યો,…
વધુ વાંચો >નિષાદ પ્રજા
નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા…
વધુ વાંચો >નિહોન્-ગી (Nihon-gi)
નિહોન્-ગી (Nihon-gi) : શિન્તો ધર્મમાં શાસ્ત્રગ્રંથ તરીકે ગણાતો જાપાનનો ઇતિહાસ. જાપાનનો કો-જી-કી ગ્રંથ જૂની બાબતોનો ઇતિહાસ ધરાવે છે જ્યારે નિહોન-ગી, જેનો અર્થ જાપાનનો ઇતિહાસ થાય છે તેની રચના ઈ. સ. 720માં થઈ હતી. જાપાનના સમ્રાટના અધિકારી યાસુમારોએ સમ્રાટની આજ્ઞાથી અને રાજકુમારની સાથે મળીને કો-જી-કીના કર્તાએ જ આ બીજો ગ્રંથ રચ્યો…
વધુ વાંચો >પટ્ટડકલનાં શિલ્પો
પટ્ટડકલનાં શિલ્પો : કર્ણાટકના પટ્ટડકલમાં ચાલુક્ય શૈલીનાં વિરૂપાક્ષ મંદિર અને પાપનાથ મંદિર સુપ્રસિદ્ધ છે. ઈ. સ.ની 6ઠ્ઠી – 7મી સદીનાં આ મંદિરોમાં ચાલુક્ય શૈલીની શિલ્પકલા પૂર્ણપણે પાંગરેલી જોવામાં આવે છે. પાપનાથ મંદિરનાં ભોગાસનનાં સુંદર શિલ્પો ઉપરાંત ત્રિપુરાંતક અને રામાયણની સંપૂર્ણ કથાની હરોળો (લેબલ સહિત) કંડારેલી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ…
વધુ વાંચો >પરમાનંદદાસ
પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં…
વધુ વાંચો >