પ્રભુદયાલ શર્મા
ડૅકૅથ્લોન
ડૅકૅથ્લોન : ઑલિમ્પિકમાં રમાતી ખેલાડીની ઝડપ, શક્તિ, ધૈર્ય તથા જ્ઞાનતંત્રસ્નાયુ-સમન્વયશક્તિ(neuro-muscular coordination)ની કસોટી કરતી સ્પર્ધા. ખેલાડીની શારીરિક અને માનસિક શક્તિઓની સર્વાંગી કસોટી થતી હોવાથી આમાં વિજેતા બનનાર ખેલાડીને સંપૂર્ણ ખેલકૂદવીર (complete athlete) ગણવામાં આવે છે. આમાં કુલ 10 જેટલી જુદી જુદી સ્પર્ધાઓનો સમન્વય છે, જેમાં ચાર પ્રકારની દોડ, ત્રણ પ્રકારની ફેંક…
વધુ વાંચો >તલવારબાજી
તલવારબાજી : શત્રુ પર આક્રમણ અને શત્રુના ઘાથી પોતાનું રક્ષણ કરવા માટે લોહાનું બનેલું શસ્ત્ર. તેનું એક તરફનું પાનું ધારદાર હોય છે. પ્રાચીન કાળથી તલવારબાજી યુદ્ધની કૌશલ્યપૂર્ણ પદ્ધતિ તેમજ લોકપ્રિય દ્વંદ્વસ્પર્ધા રહી છે. જ્યારે આધુનિક શસ્ત્રો ન હતાં ત્યારે ભૂતકાળના યુદ્ધમાં ‘તલવાર’ જ મુખ્ય શસ્ત્ર ગણાતું. ઇતિહાસમાં ઘણા રાજાઓ, રાણીઓ…
વધુ વાંચો >થંગરાજ, પીટર
થંગરાજ, પીટર (જ. 1936, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 24 નવેમ્બર 2008, બોકારો, ઇન્ડિયા) : ફૂટબૉલના શ્રેષ્ઠ ભારતીય ખેલાડીમાંના એક. તેમણે ભારત વતી 1962માં જાકાર્તા મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના શ્રેષ્ઠ દેખાવને કારણે ભારત સુવર્ણચંદ્રક મેળવવામાં સફળ રહ્યું હતું. તે સમયે ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયા…
વધુ વાંચો >દાવલે, શંકર લક્ષ્મણ
દાવલે, શંકર લક્ષ્મણ [જ. 5 જુલાઈ 1933, મહુ (Mhow) મ. પ્ર.; અ. 29 એપ્રિલ 2006, મહુ (Mhow)] : ભારતના હૉકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપર. 1955થી 1966 સુધી તેમણે સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હૉકીમાં પ્રતિનિધિત્વ કરેલું. 1955માં ભારતીય લશ્કરની ટીમ વતી તેમણે હૉકીની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શરૂઆતમાં જ…
વધુ વાંચો >દીવાન, ગૌતમ
દીવાન, ગૌતમ (જ. 22 જુલાઈ 1940) : ટેબલ-ટેનિસની સ્પર્ધાનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારો ભારતીય ખેલાડી. 1956માં સોળ વર્ષની ઉંમરે ટેબલ-ટેનિસની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજય મેળવનારો તે સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1959માં સતત ત્રીજી વાર રાષ્ટ્રીય વિજેતા બનતાં અગાઉ કોઈએ મેળવી નહોતી એવી સિદ્ધિ હાંસલ કરી. દેખાવડા, મધ્યમ બાંધો ધરાવતા, જય-પરાજયને પચાવી…
વધુ વાંચો >દુલિપસિંહ
દુલિપસિંહ (જ. 13 જૂન 1905, સરોદર, નવાનગર રાજ્ય, સૌરાષ્ટ્ર; અ. 5 ડિસેમ્બર 1959) : ભારતના પ્રથમ પંક્તિના ક્રિકેટ ખેલાડી. ઇંગ્લૅન્ડની ચેલ્ટનહામ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેજસ્વી બૅટ્સમૅન તરીકે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. 1925માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ તરફથી ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ સામે 75 રન નોંધાવ્યા અને સસેક્સ કાઉન્ટી તરફથી ખેલવાની…
વધુ વાંચો >દૂઆ, મનજિત
દૂઆ, મનજિત (જ. 19 ઑક્ટોબર 1954) : ટેબલટેનિસનો ખ્યાતનામ ભારતીય ખેલાડી. શ્રી ગુરુ તેગબહાદુર ખાલસા સ્કૂલ, દિલ્હીમાં બૅડમિન્ટનની રમતમાં નિપુણતા ધરાવતા મનજિત પર દિલ્હીના બીજા ક્રમના ખેલાડી અને એના મોટા ભાઈ રાજીન્દર દૂઆની અસર થતાં બારમા વર્ષે એણે ટેબલટેનિસ ખેલવાનું શરૂ કર્યું. 1966માં દિલ્હીમાં ચૅકોસ્લોવૅકિયાની ટીમને રમતી જોઈને પ્રભાવિત થયેલા…
વધુ વાંચો >દેવળે, અચલા
દેવળે, અચલા (જ. 12 નવેમ્બર 1955) : ખો ખોની રમતની ભારતની મહિલાખેલાડી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટુકડીને સમગ્ર દેશની યુનિવર્સિટીઓની સ્પર્ધામાં વિજય અપાવવામાં મહત્વનું પ્રદાન કરનાર તથા રાષ્ટ્રીય સ્પર્ધામાં બે વખત ગુજરાતની ટુકડીને વિજય અપાવવામાં મહત્વની કામગીરી બજાવનાર અચલા દેવળેને ખો ખો ફેડરેશન તરફથી અપાતો લક્ષ્મીબાઈ ઍવૉર્ડ અને 1971માં અર્જુન ઍવૉર્ડ…
વધુ વાંચો >ધિલ્લોં, જર્નેલસિંઘ
ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં…
વધુ વાંચો >નૉક આઉટ સ્પર્ધા
નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના…
વધુ વાંચો >