પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

સ્ક્રૂ ડ્રાઇવર

સ્ક્રૂ ડ્રાઇવર : ખાંચેદાર શીર્ષવાળા સ્ક્રૂને બેસાડવા માટે હાથની મદદથી ચાલતું ઓજાર. એકસરખા વ્યાસવાળા સ્ક્રૂ માટે તેના શીર્ષ ઉપર પાડેલા ખાંચા અને સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી સ્ક્રૂ બેસાડી શકાય છે. સ્ક્રૂ ડ્રાઇવર જુદાં જુદાં ટોચકાં (top) અને જુદી જુદી લંબાઈમાં ઉપલબ્ધ હોય છે. ખાસ પ્રકારના સ્ક્રૂ કે જેમાં ચોરસ ખાંચો હોય…

વધુ વાંચો >

સ્પાર્ક પ્લગ (spark plug)

સ્પાર્ક પ્લગ (spark plug) : અંતર્દહન (internal combustion) એન્જિનના સિલિંડરના શીર્ષ(head)માં બેસાડવામાં આવતો એક ઘટક. તે એકબીજાથી (હવા વડે) અલગ રહેલા બે વીજધ્રુવો ધરાવે છે જેમની વચ્ચે તણખો ઝરે છે, જે દહનકક્ષામાંનાં ઈંધણ અને હવાના મિશ્રણને સળગાવે છે. સ્પાર્ક પ્લગ એન્જિન સાથે ભૂસંપર્કિત (grounded) પોલાદનું બાહ્ય કવચ (shell) અને તેમાં…

વધુ વાંચો >

સ્પ્રિંગ (spring)

સ્પ્રિંગ (spring) : વિસ્થાપન(displacement)ની કામગીરી કરીને શક્તિનો સંચય કરતો યંત્રનો અવયવ. સ્પ્રિંગની ઉપર બળ લગાડવાથી, સ્પ્રિંગ તેના પથ ઉપરથી ચલાયમાન થાય છે અને તેથી તેનું વિસ્થાપન થાય છે. સ્પ્રિંગ જુદા જુદા આકારોમાં ઉપલબ્ધ છે અને તેઓ વિવિધ સ્થિતિસ્થાપક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. પ્રવાહી પણ કેટલીક વખતે દાબક સ્પ્રિંગ તરીકે વર્તે…

વધુ વાંચો >

સ્લાઇડર-ક્રૅંક યંત્રરચના

સ્લાઇડર-ક્રૅંક યંત્રરચના (slider-crank mechanism) : નિર્ગમ (output) ક્રક અને સુદીર્ઘ ભૂમિખંડ (ground member) ધરાવતી ચાર દંડ(four bar)વાળી કડીરૂપ રચના (linkage). આ પ્રકારની યંત્રરચના પ્રત્યાગામી (reciprocating) ગતિને પરિભ્રામી (rotary) ગતિમાં (દા. ત., એન્જિનમાં) અથવા પરિભ્રામીને પ્રત્યાગામી ગતિમાં (દા. ત., પંપો, સંદાબકોમાં) ફેરવવા માટે વ્યાપક રીતે વપરાય છે. જોકે તેના અન્ય અનેક…

વધુ વાંચો >

સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines)

સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines) : બધાં કાર્યો આપમેળે થાય તેવી વ્યવસ્થા અને તેવી વ્યવસ્થાવાળાં યંત્રો. ઉત્પાદનક્ષેત્રે અનેકવિધ પ્રકારે પરિવર્તનો થયાં છે તેમાં સ્વયંસંચાલન એ મોટી બાબત છે. ઉત્પાદન-ક્ષેત્રે માત્ર મોટા જથ્થાના ઉત્પાદન(mass production)માં જ નહિ; પરંતુ નાના ઉત્પાદનમાં પણ સ્વયંસંચાલન એ એક મોટી ક્રાંતિ ગણાય છે.…

વધુ વાંચો >

હથોડી (hammer)

હથોડી (hammer) : ફિટરો વડે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું ઓજાર. જૉબવર્કમાં જરૂર પડે ત્યાં ફટકો મારવા માટે તે વપરાય છે. તેના ઉપયોગના અનુસંધાનમાં તે કઠણ હથોડી અથવા હલકી હથોડી તરીકે ઓળખાય છે. કઠણ હથોડી, રિવેટિંગ, ચિપિંગ અને ખીલી ઠોકવા વપરાય છે હથોડી : (અ) દડા આકારની હથોડી, (આ) ત્રાંસા આકારની…

વધુ વાંચો >

હોઝ પાઇપ (hose pipe)

હોઝ પાઇપ (hose pipe) : પ્રવાહી અને વાયુઓનું વહન કરવા માટે વપરાતી લવચીક (flexible) પાઇપ. પહેલાંના વખતમાં આવી પાઇપ ચામડામાંથી બનાવવામાં આવતી હતી પણ તે સંપૂર્ણપણે સંતોષકારક ન હતી. 19મી સદીમાં કુદરતી રબરે ચામડાની જગા લીધી. તે પછી લાકડાની વળી (pole) અથવા મેન્ડ્રિલ(mandrel)ની મદદથી રબરના પડવાળી લવચીક અને પાણી પ્રવેશી…

વધુ વાંચો >

હોર્સપાવર

હોર્સપાવર : પાવરનો વપરાતો સામાન્ય એકમ (યુનિટ). એકમ સમયમાં કરેલું કાર્ય એટલે પાવર. બ્રિટિશ પદ્ધતિમાં (I.P. યુનિટમાં) એકમ સમયમાં 33,000 ફૂટ–પાઉન્ડ જેટલું કરેલું કાર્ય એટલે એક એકમ હોર્સપાવર છે. સાદા શબ્દોમાં મૂકીએ તો, 33,000 પાઉન્ડ વજનની વસ્તુને એકમ સમયમાં ઊંચકવા માટે કરવું પડતું કાર્ય એ એક હોર્સપાવર છે. સ્કૉટિશ ઇજનેર…

વધુ વાંચો >