પીયૂષ વ્યાસ

ચક્રવર્તી, ઉત્પલેન્દુ

ચક્રવર્તી, ઉત્પલેન્દુ (જ. 12 માર્ચ 1948, કૉલકાતા; અ. 20 ઑગસ્ટ 2024, કોલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રનિર્માતા. 1967થી 1971 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચળવળના આગેવાન હતા. આધુનિક ઇતિહાસના વિષયમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેમણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસાના આદિવાસીઓમાં શિક્ષક તરીકે સેવા આપી. આ સમયનો તેમનો અનુભવ તેમના પ્રથમ દસ્તાવેજી…

વધુ વાંચો >

ચલચિત્ર

ચલચિત્ર વિદેશી ચલચિત્રો : લોકરંજન અને લોકશિક્ષણને લગતું કચકડામાં મઢાતું દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ. જગતની પહેલી ફિલ્મ બનાવનાર અને બતાવનાર લૂઈ લૂમિયેની વાત, ફક્ત કેડી કંડારનાર તરીકે જ નહિ, પણ ફિલ્મના માધ્યમનાં ઘણાં મહત્ત્વનાં પાસાં પ્રયોજનાર તરીકે પણ વિગતે કરવી પડે. 28 ડિસેમ્બર 1895ને દિવસે ફ્રાન્સમાં એણે પહેલી જ વાર ફિલ્મ બતાવી…

વધુ વાંચો >

ચંદ્રલેખા

ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો…

વધુ વાંચો >

ચિદમ્બરમ્

ચિદમ્બરમ્ : લોકપ્રિય મલયાલમ રંગીન ચલચિત્ર (1985). દિગ્દર્શક : જી. અરવિંદન; છબીકલા : શાજી; સંગીત : દેવરાજન; કલાકારો : સ્મિતા પાટિલ, ગોપી, શ્રીનિવાસન, મોહનદાસ. આ ચલચિત્રના સર્જક છે વ્યંગચિત્રકાર, સંગીતજ્ઞ અને સાહિત્યસર્જક જી. અરવિંદન, જેમને વિવેચકો દક્ષિણ ભારતના સત્યજિત રે તરીકે સંબોધતા. ચિદમ્બરમ્ ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો છે, તેમની આસપાસ…

વધુ વાંચો >

ટેન કમાન્ડમેન્ટ્સ, ધ

ટેન કમાન્ડમેન્ટ્સ, ધ : 1956નું ઑસ્કારવિજેતા અમેરિકન ચલચિત્ર. નિર્માણસંસ્થા : પૅરેમાઉન્ટ; નિર્માતા-દિગ્દર્શક : સેસિલ બી. દ મિલ; કલાકારો : ચાર્લ્ટન હેસ્ટર, યુલ બ્રિનર, ઍન બેક્સ્ટર, ઍડવર્ડ જી. રૉબિન્સન, ટ્વોન ડી કાર્લો, ડેબરા પેજેટ; છબીકલા : લૉયલ ગ્રિગ્સ, જ્હૉન એફ. વૉરેન, ડબલ્યૂ. વૉલેસ કેલી, પેવેરેલ માર્લી તથા સંગીત : એલ્મર બર્ન-સ્ટેન.…

વધુ વાંચો >

ટૉલૅન્ડ, ગ્રેગ

ટૉલૅન્ડ, ગ્રેગ (જ. 29 મે 1904, ચાર્લ્સટન, ઇલિનૉય; અ. 28 સપ્ટેમ્બર 1948, હૉલિવૂડ) : ચલચિત્રનો અમેરિકી છબીકાર. પ્રકાશછાયાના સંતુલન તથા કૅમેરાના ઊંડાણદર્શી પ્રયોગ દ્વારા ર્દશ્યમાં અદભુતતા આણનાર છબીકાર તરીકે તે જાણીતો થયો. ટૉલૅન્ડે 15 વર્ષની વયે ફૉક્સ સ્ટુડિયોના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ શરૂ કર્યું. વર્ષે દહાડે તે સહાયક કૅમેરામૅન થયો.…

વધુ વાંચો >

ટ્રેસી, સ્પેન્સર

ટ્રેસી, સ્પેન્સર (જ. 5 એપ્રિલ 1900, મિલવૉકી, યુ.એસ.; અ. 10 જૂન 1967, બેવરલી હિલ) : અમેરિકી ચલચિત્ર અભિનેતા. પિતા ટ્રક સેલ્સમૅન હતા. પુત્રને તેમણે પાદરી બનાવવા ધાર્મિક શાળામાં  મૂક્યો.  1917માં તે શાળા છોડીને નૌસેનામાં જોડાયો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી નૉર્થવેસ્ટર્ન મિલિટરી અકાદમીમાં પ્રવેશ મેળવી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. 1921માં…

વધુ વાંચો >

ટ્વેન્ટીસેવન ડાઉન

ટ્વેન્ટીસેવન ડાઉન (1973) : હિંદી ભાષાનાં ઉત્તમ ચલચિત્રોમાંનું એક. નિર્માણસંસ્થા : અવતાર કૌલ પ્રોડક્શન્સ; નિર્માતા–દિગ્દર્શક : અવતાર કૃષ્ણ કૌલ; પટકથા : અવતાર કૃષ્ણ કૌલ; કથા : રમેશ બક્ષી; છબીકલા : એ.કે.બિર; સંકલન : રવિ પટનાયક; મુખ્ય કલાકારો : રાખી, એમ.કે. રૈના, રેખા સબનીસ, માધવી, મંજુલા, ઓમ શિવપુરી, રોચક પંડિત. શ્વેત…

વધુ વાંચો >

ડ મિલ, સેસિલ બી.

ડ મિલ, સેસિલ બી. (જ. 12 ઑગસ્ટ 1881, ઍશફિલ્ડ; અ. 21 જાન્યુઆરી 1959 કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક. ધર્મોપદેશક હેન્રીને ત્યાં જન્મ. 12 વર્ષની વયે અનાથ બની ગયા. માતા યહૂદી કુળનાં અંગ્રેજ મહિલા હતાં. તેમણે પણ નાટકો લખ્યાં હતાં. કુટુંબનું ગુજરાન ચલાવવા તેમણે બાળાઓ માટેની એક નિશાળ શરૂ…

વધુ વાંચો >

નરગિસ

નરગિસ (જ. 1 જૂન 1929, અલ્લાહાબાદ; અ. 3 મે 1981, મુંબઈ) : ભારતીય રજતપટની યશસ્વી તારિકા. મૂળ નામ ફાતિમા રશીદ. પિતાનું નામ મોહનબાબુ. માતાનું  નામ જદ્દનબાઈ. પાંચ વર્ષની વયે ‘તલાશે હક’ ફિલ્મથી અભિનય શરૂ કરેલો. ફિલ્મ ‘તકદીર’માં મહેબૂબખાને મુખ્યપાઠમાં 1943માં ‘નરગિસ’ નામ સાથે રૂપેરી પરદે રજૂ કરી. નરગિસની અંતિમ ફિલ્મ…

વધુ વાંચો >