પીયૂષ વ્યાસ

બચ્ચન, અમિતાભ

બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. તેણે રેડિયો ઉપર પ્રવક્તા તરીકે પણ કામ કર્યું હતું. કલકત્તાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી.…

વધુ વાંચો >

બંધન

બંધન : વીતેલા સમયનું નોંધપાત્ર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1940. શ્વેત અને શ્યામ. 154 મિનિટ. નિર્માણસંસ્થા : બૉમ્બે ટૉકિઝ; નિર્માતા : શશધર મુખરજી; દિગ્દર્શક : એન. આર. આચાર્ય; પટકથા : જ્ઞાન મુખરજી, અમિય ચક્રવર્તી; સંવાદ : જે. એસ. કશ્યપ; ગીતકાર : પ્રદીપ; સંગીત : સરસ્વતીદેવી, રામચંદ્ર પાલ; છબીકલા : આર.…

વધુ વાંચો >

બાબુલ

બાબુલ : પારલૌકિક પ્રેમની કથા કહેતું લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950, સમય : 142 મિનિટ, શ્વેત અને શ્યામ; નિર્માણસંસ્થા : સની આર્ટ પ્રોડક્શન; નિર્માતા-દિગ્દર્શક : એસ. યુ. સની; પટકથા : અઝ્મ બાઝિદપુરી; ગીત : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબીકલા : ફલી મિસ્ત્રી; કલાકારો : નરગિસ, દિલીપકુમાર, મુનાવર સુલતાના,…

વધુ વાંચો >

બાલાચંદર કૈલાસમ્

બાલાચંદર કૈલાસમ્ (જ. 1930, નાન્નીલમ, તંજાવુર, તામિલનાડુ) : તમિળ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. 1951માં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં 1964 સુધી નોકરી કરી. નાટ્યલેખક અને રંગમંચના દિગ્દર્શક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમના પ્રખ્યાત નાટક ‘સર્વર સુંદરમ્’ ઉપરથી 1964માં ફિલ્મ બની. હિંદી નાટક ‘મેજર ચંદ્રકાંત’ ઉપરથી 1965માં…

વધુ વાંચો >

બિશ્વાસ, છબિ

બિશ્વાસ, છબિ (જ. 1900; અ. 1962) : બંગાળના ફિલ્મ-અભિનેતા. સત્યજિત રાયની બે ફિલ્મો ‘જલસાઘર’ અને ‘કાંચનજંઘા’એ તેમને આંતરરરાષ્ટ્રીય નામના અપાવી. ફિલ્મોમાં કામ કરતાં પહેલાં તેમણે તખ્તાથી કારકિર્દીનો આરંભ કર્યો હતો. તખ્તા ઉપર ‘દેવદાસ’, ‘કાશીનાથ’ અને ‘સિરાજ-ઉદ્-દૌલા’ની ભૂમિકાઓ સફળતાથી નિભાવેલી. ત્યારબાદ તેમણે સફળતાપૂર્વક ચરિત્ર-ભૂમિકાઓ ભજવી. સત્યજિત રાયની ‘દેવી’ ફિલ્મમાં તેમણે ભજવેલી…

વધુ વાંચો >

બેનેગલ, શ્યામ

બેનેગલ, શ્યામ (જ. 14 ડિસેમ્બર 1934, હૈદરાબાદ) : સમાંતર સિનેમાનું આંદોલન જગાવનાર ક્રાંતિકારી હિન્દી ફિલ્મસર્જક. તેમના પિતા છબીકાર હતા. તેમણે સોળ મિમી. ચલચિત્ર માટેનો એક કૅમેરા શ્યામને ભેટ આપ્યો હતો. આમ તેમને ચલચિત્રક્ષેત્રે દીક્ષા મળી. બેનેગલે હૈદરાબાદમાં એક ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી. આ સોસાયટીના ઉપક્રમે પહેલી ફિલ્મ ‘પથેર પાંચાલી’ પ્રદર્શિત…

વધુ વાંચો >

બૈજૂ બાવરા (1952)

બૈજૂ બાવરા (1952) : ગીત-સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. સમયાવધિ 168 મિનિટ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ. કથા : રામચંદ્ર ઠાકુર. પટકથા : આર. એસ. ચૌધરી. સંવાદ : ઝિયા સરહદી. છબીકલા : વી. એન. રેડ્ડી. ગીતો : શકીલ બદાયૂની. સંગીત : નૌશાદ. કલાકારો : ભારતભૂષણ, મીનાકુમારી,…

વધુ વાંચો >

બોગાર્ટ, હમ્ફ્રી

બોગાર્ટ, હમ્ફ્રી (જ. 23 જાન્યુઆરી 1899, ન્યૂયોર્કનગર; અ. 14 જાન્યુઆરી 1957, હૉલીવુડ) : હૉલિવુડના અભિનેતા. દાક્તર પિતાના આ પુત્રને જ્યારે દાક્તરીના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે શિસ્તભંગની શિક્ષા રૂપે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે તેઓ નૌકાદળમાં જોડાયા. ત્યાં તેમના ઉપલા હોઠ ઉપર ઈજા થઈ – ઘા પડ્યો,…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નીતીન

બોઝ, નીતીન (જ. 27 એપ્રિલ 1897, કૉલકાતા; અ. 1986, કૉલકાતા) : હિન્દી અને બંગાળી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાનની પદ્ધતિ શરૂ કરવાનો જશ નીતીન બોઝને ફાળે જાય છે. પિતાએ તેમને એક મૂવી કૅમેરા ભેટ આપ્યો હતો, જે તેમના માટે ભાગ્યશાળી પુરવાર થયો. તેમની ‘રથયાત્રા’ (1921) ઉપર બનેલી ફિલ્મ…

વધુ વાંચો >