પારુલ માંકડ
કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી)
કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી) : આચાર્ય રુદ્રટપ્રણીત અલંકારશાસ્ત્રનો મહત્વનો સંસ્કૃત ગ્રંથ. તેમાં સોળ અધ્યાયો છે. મોટેભાગે આર્યા છંદમાં કાવ્ય અને કાવ્યશાસ્ત્રને લગતા વિવિધ વિષયોની હૃદયંગમ ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ અને કવિમહિમાનું વર્ણન છે; બીજામાં કાવ્યલક્ષણ, શબ્દભેદ, રીતિ, વક્રોક્તિ (શ્લેષ તથા કાકુ), અનુપ્રાસ, તેના ભેદ તથા…
વધુ વાંચો >‘ચંદ્રિકા’કાર
‘ચંદ્રિકા’કાર (આશરે ઈ. સ. નવમી સદી) : ‘ધ્વન્યાલોક’ના ટીકાકાર અને અભિનવગુપ્તના પૂર્વજ. અભિનવગુપ્તકૃત ‘લોચન’ પરથી તેમના વિશે જાણવા મળે છે. તેમણે ‘ચંદ્રિકા’માં ધ્વન્યાલોકની કડક આલોચના કરી હતી. આ લુપ્ત ટીકાનો ઉલ્લેખ મહિમભટ્ટ તેમના ‘વ્યક્તિવિવેક’માં અને સોમેશ્વર અને માણિક્યચંદ્ર તેમની ‘કાવ્યપ્રકાશ’ ઉપરની ‘સંકેત’ ટીકામાં કરે છે. આ સિવાય તેમના મૂળ નામ…
વધુ વાંચો >ચિત્રમીમાંસા
ચિત્રમીમાંસા : સંસ્કૃત વૈયાકરણ અને આલંકારિક અપ્પય દીક્ષિતકૃત પ્રૌઢ પરંતુ અપૂર્ણ અલંકારગ્રંથ. ચિત્રકાવ્યના સંદર્ભે અર્થચિત્રની અંતર્ગત, રુય્યકની પ્રણાલીને મહદંશે અનુસરતા ઉપમા, ઉપમેયોપમા, અનન્વય, સ્મરણ, રૂપક, પરિણામ, સંદેહ, ભ્રાન્તિમાન્, ઉલ્લેખ, અપહનુતિ, ઉત્પ્રેક્ષા તથા અતિશયોક્તિ એમ 12 અર્થાલંકારોનું વિસ્તૃત, ક્યારેક નવ્ય ન્યાયની શૈલી મુજબનું અને નવીન ઉદભાવનાઓ અને અભિગમોથી યુક્ત નિરૂપણ તેમાં…
વધુ વાંચો >પારિજાતનાટક (17મી સદી)
પારિજાતનાટક (17મી સદી) : કુમાર તાતાચાર્ય-રચિત સંસ્કૃત નાટક. તાંજોરના ગ્રંથાલયમાંથી મળેલ ગ્રંથ અને આંધ્રલિપિની બે પ્રતોને આધારે એનું સંપાદન દેવનાથાચારિયરે કર્યું છે. ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણને આધારે એનું કથાવસ્તુ ઘડાયું છે. કવિએ કરેલાં નાટકોચિત સુરેખ પરિવર્તનોને લીધે નાટકનો કાર્યવેગ અને રસ ચરમ કક્ષાએ પહોંચ્યાં છે. અન્વિતિ પણ મોટે ભાગે જળવાઈ…
વધુ વાંચો >પારિજાતહરણ (16મી સદી)
પારિજાતહરણ (16મી સદી) : શેષકૃષ્ણનું રચેલું ચંપૂકાવ્ય. શેષકૃષ્ણ શેષનરસિંહના પુત્ર હતા. તેઓ 16મી સદીના પૂર્વાર્ધમાં બનારસના રાજા ગોવિંદચન્દ્ર તાંડવના આશ્રયે રહ્યા હતા. શેષકૃષ્ણના શેષવીરેશ્વર અને શેષનારાયણ નામના બે પુત્રો હતા. જેમાં શેષવીરેશ્વર પંડિતરાજ જગન્નાથ, ભટ્ટોજિ દીક્ષિત અને અન્નંભટ્ટના ગુરુ હતા. શેષકૃષ્ણના સંરક્ષક સમ્રાટ અકબરના વિત્તમંત્રી ટોડરમલ હતા. તેમનું મૃત્યુ ઈ.…
વધુ વાંચો >પ્રતિનાયક (ખલનાયક)
પ્રતિનાયક (ખલનાયક) : સંસ્કૃત નાટકમાં નાયક કરતાં પ્રતિકૂળ આચરણવાળો તે પ્રતિનાયક. તે નાયકનો ઉચ્છેદ કરવાને માટે તત્પર હોય છે. તેનામાં પ્રતાપ, અભિમાન, સાહસ વગેરે ગુણો હોવા આવશ્યક છે. પ્રાય: તે ધીરોદ્ધત હોય છે. ‘દશરૂપક’ અનુસાર પ્રતિનાયક ધીરોદ્ધત, સ્તબ્ધ, પાપકર્મ કરનારો, વ્યસની અને શત્રુ હોય છે; જેમ કે, રામ અને યુધિષ્ઠિરના…
વધુ વાંચો >પ્રતીહારેન્દુરાજ
પ્રતીહારેન્દુરાજ : ઈ. સ. 900ના અરસામાં થયેલા સંસ્કૃત આલંકારિક, કોંકણના વતની. મુકુલભટ્ટના શિષ્ય અને આલંકારિક ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘લઘુવૃત્તિ’ નામે ટીકાના રચયિતા. એમાં એમણે ભામહ, દંડી, વામન, રુદ્રટ અને ‘ધ્વન્યાલોક’માંથી ઉદ્ધરણો આપ્યાં છે. આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતથી તેઓ સારી પેઠે પરિચિત હતા; આમ છતાં તેના તેઓ અનુયાયી ન હતા. આનંદવર્ધનના ટીકાકાર અભિનવગુપ્ત…
વધુ વાંચો >બિલ્હણ
બિલ્હણ : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. તેઓ ‘વિક્રમાંકદેવચરિત’, ‘ચૌરપંચાશિકા’ અને ‘કર્ણસુંદરી’ના રચયિતા છે. જ્યેષ્ઠ કલશ અને નાગદેવીના પુત્ર. કોણમુખનગરમાં જન્મ, જે કાશ્મીરમાં પ્રવરપુર નજીકનું સ્થળ છે. બિલ્હણ સ્વયં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન હતા. તેમના પિતાએ પણ પતંજલિના ‘મહાભાષ્ય’ પર ટીકા રચી હતી. કલશના રાજ્યકાળ દરમિયાન બિલ્હણ યશ અને નસીબ માટે…
વધુ વાંચો >બુદ્ધચરિત
બુદ્ધચરિત : બુદ્ધના જીવન વિશે સંસ્કૃત ભાષામાં મહાકવિ અશ્વઘોષે રચેલું મહાકાવ્ય. પ્રસ્તુત મહાકાવ્ય (ઈ.સ.ની પ્રથમ સદી) ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશને રજૂ કરે છે. ‘બુદ્ધચરિત’ના તિબ્બતી અને ચીની ભાષામાં જે અનુવાદો થયા છે તેમાં 28 સર્ગો છે. જ્યારે મૂળ સંસ્કૃતમાં 17 સર્ગો છે. જોકે કેવિલ 13 અને 14મા સર્ગના કેટલાક…
વધુ વાંચો >બૃહત્કથા
બૃહત્કથા : પૈશાચી ભાષામાં પ્રાચીન ભારતીય વાર્તાકાર ગુણાઢ્યે રચેલો વાર્તાગ્રંથ. રામાયણ અને મહાભારતની સમકક્ષ ગણાતી ગુણાઢ્યની બૃહત્કથા પૈશાચી પ્રાકૃતમાં ‘વડ્ડકહા’ નામે રચાઈ હતી, જે મળતી નથી. પરંતુ તેનાં ત્રણ રૂપાંતરો આપણને પ્રાપ્ત થાય છે : (1) બુદ્ધસ્વામીકૃત અપૂર્ણ ‘બૃહત્કથા – શ્લોકસંગ્રહ’ (આઠમી-નવમી સદી), (2) ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથા-મંજરી’ (અગિયારમી સદી) અને (3)…
વધુ વાંચો >