પારુલ માંકડ

બૃહત્કથામંજરી

બૃહત્કથામંજરી (ઈ. સ. અગિયારમી સદી) : ક્ષેમેન્દ્રે રચેલી ગુણાઢ્યરચિત બૃહત્કથાનો સંક્ષેપરૂપ ગ્રંથ. મૂળ પૈશાચી ભાષામાં લખાયેલી ગુણાઢ્યની બૃહત્કથા પરથી ક્ષેમેન્દ્ર અને સોમદેવે સંસ્કૃતમાં અનુક્રમે ‘બૃહત્કથામંજરી’, ‘કથાસરિત્સાગર’ની રચના કરી. ક્ષેમેન્દ્ર બૃહત્કથાને 18 ‘લંભક’માં વિભાજિત કરે છે. તે 75 હજાર શ્લોકો ધરાવે છે, જે સોમદેવના ‘કથાસરિત્સાગર’ના કરતાં 21 હજાર વધારે છે. શૌર્ય…

વધુ વાંચો >

ભટ્ટ, તૌત

ભટ્ટ, તૌત (ઈ.સ. 960થી 990 દરમિયાન હયાત) : ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર ટીકા લખનારા કાશ્મીરી આલંકારિક આચાર્ય. તેઓ આચાર્ય અભિનવગુપ્તના ગુરુ હતા. સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ અભિનવગુપ્તે તેમની પાસે કર્યો હતો. ભટ્ટ તૌતે ‘કાવ્યકૌતુક’ નામનો રસ વિશેનો ગ્રંથ રચ્યો છે, જે હાલ અનુપલબ્ધ છે. અભિનવે તેના પર વિવરણ લખ્યું છે. ‘કાવ્યકૌતુક’માં શાન્ત રસને…

વધુ વાંચો >

ભટ્ટ, નાયક (નવમી સદી)

ભટ્ટ, નાયક (નવમી સદી) : કાશ્મીરના આલંકારિક આચાર્ય. તેઓ ઉદભટ, લોલ્લટ અને શંકુક પછી ભરતનાટ્યશાસ્ત્રના ચોથા મહાન વ્યાખ્યાકાર છે. અભિનવગુપ્ત દ્વારા જ આપણને તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. ભરતના નાટ્યશાસ્ત્ર પરની ટીકા ‘અભિનવભારતી’માં 6થી વધુ વાર અભિનવગુપ્તે તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના જીવન વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.…

વધુ વાંચો >

ભરત

ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…

વધુ વાંચો >

ભાવ

ભાવ : વિશિષ્ટ ચિત્તવૃત્તિ અથવા મનની લાગણી. ભાવનો નાટ્યમાં અભિનય થઈ શકે છે અને કાવ્યના અર્થને તે સૂચવે છે. ભાવ રસની સાથે મહદંશે સામ્ય ધરાવે છે. ધ્વનિવાદીઓ રસની જેમ ભાવને પણ અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો પ્રકાર ગણે છે. ભાવમાં સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ અને સાત્વિક ભાવ એ ત્રણેયનો સમાવેશ થાય છે. જે ભાવ…

વધુ વાંચો >

ભાવકત્વ

ભાવકત્વ : રસની નિષ્પત્તિ બાબતમાં આચાર્ય ભટ્ટનાયકે તેમના લુપ્ત ગ્રંથ ‘હૃદયદર્પણ’માં રજૂ કરેલા ભુક્તિવાદમાં માનેલી ત્રણ શક્તિઓમાંની વચલી શક્તિ. ભટ્ટનાયકના મતે શબ્દની ત્રણ શક્તિઓ છે : (1) અભિધા શક્તિ, (2) ભાવકત્વ શક્તિ અને (3) ભોજકત્વ શક્તિ. શક્તિને શાસ્ત્રીય ભાષામાં ‘વ્યાપાર’ પણ કહે છે તેથી ‘ભાવકત્વ વ્યાપાર’ એમ પણ કહેવામાં આવે…

વધુ વાંચો >

મંખક

મંખક (ઈ.સ.ની 12મી સદી) : સંસ્કૃત ભાષાના મહાકવિ અને આલંકારિક. કાશ્મીરના વતની. પ્રસિદ્ધ આલંકારિક રાજાનક રુય્યકના શિષ્ય અને ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યના રચયિતા. તેઓ કાશ્મીરના રાજા જયસિંહના દરબારમાં વિરાજતા હતા. ઈ. સ. 1135થી 1145માં ‘શ્રીકંઠચરિત’ રચાયું હોવાનું લગભગ નિશ્ચિત છે અને જયસિંહનો સમય પણ ઈ. સ. ની બારમી સદીનો પૂર્વાર્ધ છે. એટલે…

વધુ વાંચો >

રસ

રસ પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે.…

વધુ વાંચો >

રુદ્ર ભટ્ટ (નવમી સદી)

રુદ્ર ભટ્ટ (નવમી સદી) : પ્રાચીન ભારતીય આલંકારિક. રુદ્ર ભટ્ટ ‘શૃંગારતિલક’ નામના ગ્રંથના રચયિતા છે તથા ‘કાવ્યાલંકાર’ના કર્તા રુદ્રટથી ભિન્ન છે, પરંતુ બંને ગ્રંથોની પાંડુલિપિઓમાં, લેખકનાં નામોમાં ભટ્ટ રુદ્ર અને રુદ્રટ બંને વાંચવા મળે છે. વળી સુભાષિતસંગ્રહો પણ ભ્રમોત્પાદક બની રહે છે. કારણ કે શાર્ઙ્ગધરપદ્ધતિ વગેરેમાં રુદ્રટનાં ‘કાવ્યાલંકાર’નાં જ ઉદ્ધરણો…

વધુ વાંચો >

લોચન

લોચન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રના પ્રમુખ ગ્રંથ ‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત નામના આલંકારિક આચાર્યે રચેલી ટીકા. તેનું ‘લોચન’ એ સંક્ષિપ્ત નામ છે. પૂર્ણ નામ તો ‘ધ્વન્યાલોકલોચન’ કે ‘સહૃદયાલોકલોચન’ અથવા ‘કાવ્યાલોકલોચન’ છે. આ ‘લોચનટીકા’ લેખકે પહેલાં લખેલી અને તે પછી ‘નાટ્યશાસ્ત્ર’ પર ‘અભિનવભારતી’ નામની ટીકા લખેલી; કારણ કે ‘અભિનવભારતી’માં ‘લોચનટીકા’ના ઉલ્લેખો જોવા…

વધુ વાંચો >