પત્રકારત્વ

આચાર્ય નરેન્દ્રદેવ

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા…

વધુ વાંચો >

આનંદ બાઝાર પત્રિકા

આનંદ બાઝાર પત્રિકા : બંગાળી દૈનિક. સ્થાપના 13 માર્ચ, 1922. સ્થાપક અશોકકુમાર સરકાર. કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાંથી પ્રસિદ્ધ થતું એ.બી.પી. ગ્રૂપનું દૈનિકપત્ર છે. પ્રાદેશિક ભાષાઓમાં જેની એક આવૃત્તિ 12.80 લાખ નકલનો ફેલાવો ધરાવે છે. ભારતના બંગાળી અખબારોમાં 65.32 લાખની વાચક સંખ્યા સાથે બંગાળી અખબારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં…

વધુ વાંચો >

આયંગર, એસ. કસ્તુરી

આયંગર, એસ. કસ્તુરી (જ. 15  ડિસેમ્બર 1859 કુંભકોણમ્, ચેન્નાઇ ; અ. 12 ડિસેમ્બર 1923 ચેન્નાઇ ) : ‘હિન્દુ’ દૈનિકના પૂર્વ તંત્રી. અડગ નિશ્ચયબળ, ધૈર્ય અને દેશદાઝથી ‘હિન્દુ’ને દેશનું એક અગ્રણી દૈનિક બનાવ્યું. એ દિવસોમાં રાજકીય જાગૃતિનો હજી પ્રારંભકાળ હતો અને વિદેશી હકૂમત અનેક રીતે અખબારોને અંકુશમાં લેવાના પ્રયત્નો કરતી ત્યારે…

વધુ વાંચો >

આર્નલ્ડ, એડવિન (સર)

આર્નલ્ડ, એડવિન (સર) (જ. 10 જૂન 1832, ગ્રેવ્ઝેન્ડ, અ. 24 માર્ચ 1904 લંડન) : અંગ્રેજ કવિ અને પત્રકાર. સસેક્સના ગ્રેવ્ઝેન્ડમાં મૅજિસ્ટ્રેટ કુટુંબમાં જન્મ. ઉચ્ચ શિક્ષણ કિંગ્ઝ કૉલેજ, લંડન અને ઑક્સફર્ડમાં. 1852માં ‘બેલ્શઝાર ફીસ્ટ’ – એ શ્રેષ્ઠ કાવ્યકૃતિ માટે તેમને ‘ન્યૂડિગેટ’ પારિતોષિક મળ્યું હતું. તેમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ‘પોએમ્સ નૅરેટિવ ઍન્ડ…

વધુ વાંચો >

આહ્વાન પત્રિકા

આહ્વાન પત્રિકા (1929-1939) : અસમિયા સાહિત્યિક માસિક. કૉલકાતાથી 1929માં પ્રથમ પ્રગટ થયું ને દશ વર્ષ ચાલ્યું. આ સામયિક આસામની બહારથી પ્રગટ થતું હોવાથી, એમાં સમકાલીન બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓ પણ પ્રગટ થતી. તે રીતે તેની દ્વારા અસમિયા સાહિત્યમાં વાસ્તવવાદ, સામ્યવાદ, ફ્રૉઇડનું મનોવિજ્ઞાન ઇત્યાદિ નવી સાહિત્યિક ધારાઓ પ્રવેશી. આથી આ માસિકને…

વધુ વાંચો >

આંખે દેખ્યો અહેવાલ

આંખે દેખ્યો અહેવાલ (running commentary) : કોઈ પણ પ્રસંગવિશેષને ધ્વનિ અને શબ્દ કે ચિત્ર દ્વારા તત્ક્ષણ તાર્દશ રજૂ કરવો તે. સમયના વહેવા સાથે જે તે પ્રસંગનો અહેવાલ (commentary) ઉદઘોષકની આંખોએ જેવો દેખ્યો તેવો શ્રોતા-પ્રેક્ષકોના મનમાં યથાતથ ઊપસે અને એમને એમ પરોક્ષ રીતે પ્રસંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે તે આંખે દેખ્યો હેવાલ.…

વધુ વાંચો >

ઇન્ડિયન એક્સપ્રેસ

ઇન્ડિયન એક્સપ્રેસ : ભારતનું એક અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. 1931માં આયુર્વેદિક ડૉક્ટર પેરુમલ નાયડુએ ચેન્નાઈમાં શરૂ કરેલું, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના એસ. સદાનંદને વેચી દીધું. કોર્ટમાં કેસ જીતીને રામનાથ ગોયેન્કા નામના ઉદ્યોગપતિએ 1937માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકપત્ર હસ્તગત કર્યું. અખિલ ભારતીય સ્વરૂપના વર્તમાનપત્રનું સ્થાન વર્ષોથી મુંબઈના અંગ્રેજી દૈનિક…

વધુ વાંચો >

ઇન્ડિયન ઓપિનિયન

ઇન્ડિયન ઓપિનિયન : મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલું સાપ્તાહિક પત્ર. ગાંધીજીના ઉત્તેજનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે 1903ના જૂન માસમાં તે શરૂ કર્યું હતું. ગાંધીજીએ 1914માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ તે ચાલુ રહ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં સંગૃહીત તેના અંકોની માઇક્રોફિલ્મ ફાઇલોમાં છેલ્લો અંક…

વધુ વાંચો >

ઇન્ડિયા ટુડે

ઇન્ડિયા ટુડે : ભારતમાં સૌથી વધારે ફેલાવો ધરાવતું અંગ્રેજી સાપ્તાહિક સમાચારપત્ર. તે હિન્દી ભાષામાં પણ પ્રગટ થાય છે. સ્થાપના દિલ્હીમાં 15 ડિસેમ્બર 1975ના દિવસે થઈ. તેનાં કદ તથા દેખાવ અમેરિકાના ‘ટાઇમ’ વૃત્તસાપ્તાહિકને અનુસરતાં રાખવામાં આવેલ છે. કિનારે રાતો પટો, ઉપર મધ્યે મોટા અક્ષરે પત્રનું નામ તથા પ્રમુખ સમાચારનું ચિત્ર અને…

વધુ વાંચો >

ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ

ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ (1880) : ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશનસંસ્થા બેનેટ કૉલમૅન ઍન્ડ કંપની દ્વારા પ્રગટ થયેલું સચિત્ર અંગ્રેજી સાપ્તાહિક. ભારતનાં સૌથી જૂનાં અંગ્રેજી સાપ્તાહિકોમાં તેનો સમાવેશ થાય છે. એનો પ્રારંભ 1880માં થયો. 1923માં તેનું નામ ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. દીર્ઘ કારકિર્દીમાં આ સાપ્તાહિકે અનેક વાર કાયાપલટ…

વધુ વાંચો >