પંકજ સોની
દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન
દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ,…
વધુ વાંચો >લી પો (લી તાઈ પો)
લી પો (લી તાઈ પો) (જ. 701, જિલ્લો ઝેરવાન, ચીન; અ. 762, તાંગ્તુ, જિલ્લો અન્વી) : ચીનના પ્રખ્યાત ઊર્મિકવિ. બાળપણનો મોટો ભાગ અને યુવાની વતનની આસપાસ પર્વતો વચ્ચે પરિભ્રમણ અને સાહસોમાં પસાર. ઓગણીસમા વર્ષે ગૃહત્યાગ કરીને તાઓના સંઘમાં ભળ્યા. પચીસમા વર્ષે મધ્ય એશિયાની ઉત્તર સરહદ સુધીના પ્રદેશો ખૂંદી વળ્યા. 727માં…
વધુ વાંચો >લેમોનિયેર (એ. એલ.) કામિલ
લેમોનિયેર (એ. એલ.) કામિલ (જ. 24 માર્ચ 1844, ઇક્સેલ, બ્રસેલ્સ પાસે; અ. 13 જૂન 1913, ઇક્સેલ) : બેલ્જિયન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને કલાવિવેચક. એ જમાનાના બેલ્જિયમ યુવા-સાહિત્યકારોને એવું લાગેલું કે ફ્રેન્ચ સાહિત્યકારોના પ્રભુત્વ હેઠળના સાહિત્યજગતમાં બેલ્જિયન સાહિત્યને પાંગરવાનો અવકાશ મળતો નથી. આ યુવા-સાહિત્યકારોએ ‘લ આર્ત મોદર્ન’ (1880) અને ‘લા જૂને…
વધુ વાંચો >લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું…
વધુ વાંચો >લેસ્કોલ, નિકોલે એસ.
લેસ્કોલ, નિકોલે એસ. (જ. 16 ફેબ્રુઆરી 1831, ગૉરોખૉવો, રશિયા; અ. 5 માર્ચ 1895, સેંટ પીટર્સબર્ગ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પોતાનાં દાદીમા સાથે રશિયન ધાર્મિક મઠોમાં રહેલા, તે જ તેમનો શિક્ષણકાળ હતો. લેસ્કોલે પોતાની કારકિર્દી સરકારી નોકર તરીકે શરૂ કરેલી. ફોજદારી કૉર્ટમાં કારકુન તરીકે ઓરેલ અને કીવમાં જોડાયેલા.…
વધુ વાંચો >લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા
લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા (જ. 5 જૂન 1898, ફૂન્તે વાક્વેરોસ, મેડ્રિડ પાસે, સ્પેન; અ. 19/20 ઑગસ્ટ 1936, ગ્રેનાડા) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. સંગીતનો ગળથૂથીમાંથી સંસ્કાર મેળવનાર લૉર્કાને પિયાનોના સર્વપ્રથમ પાઠ આપનાર તેમનાં માતા હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રેનાડાની જેસ્યૂઇટ શાળામાં. યુનિવર્સિટી ઑવ્ ગ્રેનાડામાં તેમણે…
વધુ વાંચો >વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob)
વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob) (જ. 10 માર્ચ 1873, ફર્થ, બવેરિયા; અ. 1 જાન્યુઆરી 1934, આલ્તોઝી, ઑસ્ટ્રિયા) : જર્મન યહૂદી નવલકથાકાર. દૉસ્તૉયેવ્સ્કી અને ટૉમસ માન જેવા સાહિત્યકારોની પંક્તિમાં જેમની ગણના થઈ શકે તેવા સત્વશાળી સાક્ષર. 192030ના ગાળામાં જર્મન સાહિત્યની અનેક કૃતિઓ અનૂદિત થઈને વિશ્વસાહિત્યનો ભાગ બની; તેમાં વાઝરમાનની કૃતિઓ અગ્રસ્થાને રહેલી.…
વધુ વાંચો >શૉ જ્યૉર્જ બર્નાર્ડ
શૉ જ્યૉર્જ બર્નાર્ડ (જ. 26 જુલાઈ 1856, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1950, હર્ટફૉર્ડશાયર) : આયરિશ નાટ્યલેખક, વિવેચક, સમાજવાદી વિચારસરણીના પ્રવક્તા અને 20મી સદીના અગ્રણી વિચારક. 1925માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા, પણ તેમણે ઇનામની રોકડ રકમનો અસ્વીકાર કરેલો. જ્યૉર્જ બર્નાર્ડ શૉને મુક્ત ચિંતક, મહિલા-અધિકારોના પુરસ્કર્તા અને સમાજમાં આર્થિક સમાનતાના…
વધુ વાંચો >શોલોખૉવ મિખાઇલ
શોલોખૉવ મિખાઇલ (જ. 24 મે 1905, વેશેન્સ્કાયા, રશિયા; અ. 21 ફેબ્રુઆરી 1984, વેશેસ્કાયા, રશિયા) : રશિયન નવલકથાકાર અને 1965ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. રશિયાના કાઝાક્ષ પ્રદેશમાં જન્મ. 1918 સુધીમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ. રશિયામાં થયેલ આંતરયુદ્ધ દરમિયાન ક્રાન્તિકારીઓને પડખે રહી લડતમાં ભાગ લીધો. 1922માં પત્રકાર થવાના ઉદ્દેશથી મૉસ્કો તરફ…
વધુ વાંચો >સિટવેલ ડેઇમ એડિથ
સિટવેલ, ડેઇમ એડિથ (જ. 7 સપ્ટેમ્બર 1887, સ્કારબરૉ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 1964, લંડન) : અંગ્રેજ કવયિત્રી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તીવ્ર સંવેદના અને માનવસંબંધોનાં ઊંડાણો વિશેની સમજ ધરાવનાર કવયિત્રી તરીકે તેમનું નામ જાણીતું થયું. ડેઇમ એડિથ સિટવેલ તેમનું વ્યક્તિત્વ સમજવું અત્યંત અઘરું છે. તેમનો પહેરવેશ એલિઝાબેથના યુગનો હતો. તેમના…
વધુ વાંચો >