નૃત્યકલા

બૅલે

બૅલે : આયોજનબદ્ધ સમૂહનૃત્યનો પાશ્ચાત્ય પ્રકાર. તેમાં સંગીતના સથવારે સુયોજિત નૃત્યગતિ વડે નર્તકો કોઈ કથાનકની રજૂઆત કરે છે અથવા કોઈ અમૂર્ત ખ્યાલનો વિકાસ પ્રસ્તુત કરે છે. ગીતકાવ્યપ્રધાન (lyric) રંગભૂમિનું જ તે વિસ્તૃત સ્વરૂપ લેખાય છે. તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને તેમાં સતત સંશોધન-સુધારણા તથા ભજવણી-પ્રક્રિયાની દસ્તાવેજી સામગ્રી સચવાયેલી…

વધુ વાંચો >

ભરત (મુનિ)

ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય

વધુ વાંચો >

ભરતનાટ્યમ્

ભરતનાટ્યમ્ : નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્યકલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી. તેની રચના ભરતનાટ્યશાસ્ત્રની રચના થઈ તે સમયે અસ્તિત્વમાં હશે એવી માન્યતા છે. તે મૂળ તમિલનાડુના તંજાવુર જિલ્લાની વિશિષ્ટ નૃત્યશૈલી તરીકે જાણીતી છે. ‘શિલપ્પધિકારમ્’ (ઈ. પૂ. 2-3 શતક) તમિળ ગ્રંથમાં તેનો ઉલ્લેખ સાંપડે છે. તંજાવુરના ચોલ રાજાઓના શાસનકાળ…

વધુ વાંચો >

ભરતાચાર્ય (ભરતમુનિ)

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >

ભાટે, રોહિણી

ભાટે, રોહિણી (જ. 14 જાન્યુઆરી 1924, પટણા) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને સમર્પિત અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ ગણેશ તથા માતાનું નામ લીલા. પિતા વ્યવસાયે પ્રાધ્યાપક હતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમણે ત્યાંની ફર્ગ્યૂસન કૉલેજમાંથી 1946માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, 1966માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીત વિશારદ’ની ઉપાધિ પણ…

વધુ વાંચો >

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય : ભારતના ઈશાન પ્રદેશનું વિશિષ્ટટ શૈલી ધરાવતું શાસ્ત્રીય નૃત્ય. ભારતના ઈશાન સીમાડા પરના મણિપુર રાજ્યના વીસ હજાર ચોકિમી.ના વિસ્તારમાં ડુંગરો અને પહાડો છે. આથી તેની 2⁄3 વસ્તી બાકીના સપાટ-ખીણ પ્રદેશમાં વસે છે. આ પ્રદેશ તેના કુદરતી સૌંદર્યને લીધે શોભે છે તેથી જ કદાચ તેનું નામ ‘મણિપુર’ પડ્યું હશે.…

વધુ વાંચો >

મલ્લિકા સારાભાઈ

મલ્લિકા સારાભાઈ (જ. 9 મે 1953, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતનાં નૃત્યાંગના અને અભિનેત્રી. જન્મ અમદાવાદના જાણીતા સારાભાઈ પરિવારમાં મેધાવી માતાપિતા મૃણાલિનીબહેન અને વિક્રમભાઈને ત્યાં થયો. અમદાવાદમાં બી.એ. તથા ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાંથી એમ.બી.એ. પદવીઓ મેળવી. માનસશાસ્ત્રમાં સંશોધનમહાનિબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. બીજી બાજુ માતાની ‘દર્પણ’ સંસ્થામાં…

વધુ વાંચો >

મહાપાત્ર, કેલુચરણ

મહાપાત્ર, કેલુચરણ (જ. 1 ઑગસ્ટ 1925; રઘુરાજપુર, ઓરિસા) : ઑડિસી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર તથા અગ્રણી કલાગુરુ. સંગીત, નૃત્ય અને ચિત્રકલાને વરેલા પરિવારમાં જન્મ. પિતા ઓરિસાના વિશિષ્ટ ચર્મવાદ્ય ખોલા(drum)ના નિષ્ણાત વાદક હતા અને પ્રવાસી નાટ્યમંડળીઓમાં વાદક તરીકે સેવાઓ આપી પોતાની આજીવિકા મેળવતા હતા. બાલ્યાવસ્થામાં જ કેલુચરણને આવી નાટ્યમંડળીઓ દ્વારા પ્રસ્તુત થતી…

વધુ વાંચો >

મહેતા, સવિતા નાનજી

મહેતા, સવિતા નાનજી (જ. 16 ઑગસ્ટ 1921) : ગુજરાતનાં મણિપુરી નૃત્યશૈલીનાં નિષ્ણાત કલાકાર. વિખ્યાત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા અને ધર્મનિષ્ઠ સન્નારી સંતોકબાનાં તે પુત્રી થાય. તેમણે વડોદરાની આર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષણ લીધું અને અહીં જ ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ કેળવવા ઉપરાંત વૈદિક ધર્મસંસ્કાર મેળવ્યા. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં યુવા વર્ગમાં ભારતીય…

વધુ વાંચો >

મંગેશકર, સુમન

મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી,…

વધુ વાંચો >