નૃત્યકલા

અચ્છન મહારાજ

અચ્છન મહારાજ (જ. 1893, લમુહા, જિ. સુલતાનપુર; અ. 1946, લખનૌ) : સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર. સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર બિરજુ મહારાજના પિતા. એમણે કથક નૃત્યની તાલીમ એમના પ્રસિદ્ધ નૃત્યકાર કાકા મહારાજ બિન્દાદીન પાસેથી લીધેલી. બિન્દાદીનને સંતાન ન હોવાથી એમણે ભત્રીજા અચ્છનને પોતાનો નૃત્યકલાનો વારસો આપ્યો. અચ્છન મહારાજે કાકાનો કલાવારસો જાળવી રાખ્યો; એટલું…

વધુ વાંચો >

અરુંડેલ રુકમિણીદેવી

અરુંડેલ, રુકમિણીદેવી (જ. 29 ફેબ્રુઆરી 1904, મદુરાઈ, તામિલનાડુ; અ. 24 ફેબ્રુઆરી 1986, ચેન્નઈ, તામિલનાડુ) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકલાકાર. સુસંસ્કૃત પરિવારમાં જન્મ. પિતા નીલકાંત શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. રુકમિણી તેમનાં સૌથી નાનાં પુત્રી અને લાડકોડમાં ઊછરેલાં. બાળપણથી જ સંગીત અને નૃત્ય પ્રતિ રુકમિણીને રુચિ હતી. જ્યૉર્જ એસ. અરુંડેલે તેમને શિક્ષણ આપ્યું…

વધુ વાંચો >

આરંગેત્રમ્

આરંગેત્રમ્ (અરંગેત્રલ) : શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને…

વધુ વાંચો >

ઉદયશંકર

ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં…

વધુ વાંચો >

ઓડિસ્સી

ઓડિસ્સી : ઓરિસાની અતિપ્રાચીન અને પ્રચલિત નૃત્યશૈલી. બૌદ્ધ યુગના ઈ. પૂ.ની બીજી શતાબ્દીના ભરહુત અને સાંચીના સ્તૂપોનાં તોરણો પર તંતુવાદ્ય તથા મૃદંગ વગાડતી અને ગીત ગાતી ગાયિકાઓના તાલે નર્તન (નૃત્ય તથા નૃત્ત) કરતી નર્તિકાઓનાં ભાસ્કર્ય (bas-relief) જોવા મળે છે. આ દર્શાવે છે કે ભારતના ઉત્તર અને પૂર્વ વિભાગોમાં કોઈક નર્તનશૈલી…

વધુ વાંચો >

કથક (કથ્થક)

કથક (કથ્થક) : પ્રાચીન ભારતીય નૃત્યશૈલી. ભારતીય પરંપરા અનુસાર ‘સંગીત’ શબ્દમાં ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણે કલાઓનો સમાવેશ કરવામાં આવે છે. નૃત્યકલા સંગીતનું એક અવિભાજ્ય અંગ ગણાય છે. ભારતીય નૃત્યશૈલીઓમાં કથક ઉપરાંત ભરતનાટ્યમ્, કથકલી, મણિપુરી, કુચીપુડી તથા ઊડીસીનો સમાવેશ થાય છે. નૃત્યશૈલી અને સ્વરૂપની ર્દષ્ટિએ કથક બીજી નૃત્યશૈલીઓથી જુદી તરી…

વધુ વાંચો >

કથકલિ

કથકલિ : કેરળની નૃત્યનાટ્યકળા. તેનો શબ્દાર્થ નાટ્યવાર્તા થાય છે. પ્રાચીન કાળથી કેરળ નૃત્યો તથા નાટકોની ભૂમિ રહેલ છે. માતા ભગવતીની આરાધના સર્વત્ર થતી તેને અનુષંગે તૈય્યમ, તિરા, તય્યાટ્ટુ અથવા મુટિએટ્ટ નૃત્ય તથા નાટ્યના પ્રકારો પ્રચલિત હતા. નવમી તથા દસમી સદીમાં કૂટ્ટિયાટ્ટમ્ નામક સંસ્કૃત નાટ્યપરંપરાથી ઊતરી આવેલો પ્રાદેશિક ઢાળમાં નાટ્યપ્રકાર પ્રચારમાં…

વધુ વાંચો >

કનિંગહૅમ મર્સી

કનિંગહૅમ, મર્સી (જ. 16 એપ્રિલ 1919, સેન્ટ્રાલિયા, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકન આધુનિક નર્તક તથા કોરિયોગ્રાફર તથા અમૂર્ત નૃત્યની નવી શૈલીઓના પ્રણેતા. તેમણે બાર વર્ષની ઉંમરથી જ નૃત્ય શીખવું શરૂ કરેલું. હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે સિયેટલ ખાતેની કૉર્નિશ સ્કૂલ ઑવ્ ફાઇન ઍન્ડ ઍપ્લાઇડ આર્ટ્સમાં બે વરસ અભ્યાસ કર્યો. ત્યાર…

વધુ વાંચો >

કલાકેન્દ્ર – સૂરત

કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…

વધુ વાંચો >

કુચિપુડી

કુચિપુડી : ભારતની શાસ્ત્રીય પરંપરાની એક પ્રકારની નૃત્યનાટિકા. તેનાં બે સ્વરૂપો : નાટ્યમેળ અને નટુઅમેળ. બ્રાહ્મણો ભજવતા તે નૃત્યનાટિકા ‘નાટ્યમેળ’ કહેવાતી અને દેવદાસીઓની મંડળીઓ જે ભજવતી તે ‘નટુઅમેળ’ કહેવાતી, જે નૃત્યપ્રધાન હતી. તેનો ઉદભવ આંધ્રપ્રદેશમાં થયો હતો. દેવદાસી પરંપરામાં દાખલ થયેલ વિકૃતિઓ દૂર કરવા માટે નૃત્ય અને સંગીતના વિશારદોએ કરેલા…

વધુ વાંચો >