નૃત્યકલા

પાવલોવા ઍના

પાવલોવા, ઍના (જ. 31 જાન્યુઆરી 1881, સેન્ટ પીટર્સબર્ગ; અ. 23 જાન્યુઆરી 1931, હેગ) : વિશ્વવિખ્યાત રશિયન નૃત્યાંગના. તેમનો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો. 9 વર્ષની ઉંમરે ‘સ્લીપિંગ બ્યૂટી’ નૃત્યનાટિકા જોઈ ત્યારથી તેની નાયિકા અરોરા જેવી નૃત્યાંગના બનવાનો તેમણે નિર્ધાર કર્યો. એપ્રિલ, 1899માં સેંટ પીટર્સબર્ગની બૅલે સ્કૂલમાંથી તેઓ નૃત્યકળાનાં સ્નાતક…

વધુ વાંચો >

બાઉશ, પિના

બાઉશ, પિના (જ. 1940, સૉલિન્ઝન, જર્મની) : અગ્રણી નૃત્યનિયોજક અને નર્તકી. તેમનું લાડકું નામ હતું ‘ફિલિપિન બાઉશ’. જર્મનીમાં ઇસેન ખાતે થોડો વખત અભ્યાસ કર્યા પછી તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં. થોડો સમય તેઓ મેટ્રોપૉલિટન ઑપેરા બૅલે કંપની સાથે સંકળાયેલાં રહ્યાં; ત્યારબાદ અમેરિકાના નૃત્ય-નિયોજક પૉલ ટેલર સાથે જોડાયાં. છેવટે તેઓ ઇસેન પાછાં…

વધુ વાંચો >

બાલનચિન, જ્યૉર્જ

બાલનચિન, જ્યૉર્જ (જ. 1904, પિટ્સબર્ગ, રશિયા; અ. 1983) : રશિયાના નામી બૅલે-નર્તક અને નૃત્યનિયોજક (choreographer). તેમણે ‘ઇમ્પીરિયલ થિયેટર્સ’ની બૅલે સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પોતાની નાની નૃત્યમંડળી સ્થાપી. 1924માં યુરોપના નૃત્યપ્રવાસ દરમિયાન, નર્તકોના નાના જૂથ સાથે તેમણે પોતાના દેશનો ત્યાગ કર્યો અને લંડનમાં સૉવિયેટ સ્ટેટના નર્તકો તરીકે કાર્યક્રમ આપ્યો. પછી…

વધુ વાંચો >

બાલા સરસ્વતી, તંજાવુર

બાલા સરસ્વતી, તંજાવુર (જ. 13 મે 1918, ચેન્નઈ; અ. 9 ફેબ્રુઆરી 1984) : નૃત્ય-અભિનયમાં પ્રથમ પંક્તિની પ્રતિભા ધરાવતાં નૃત્યાંગના. ભક્તિ કવિ પુરંદરદાસ રચિત કન્નડ પદ ‘કૃષ્ણની બેગને બારો’ ટી. બાલા સરસ્વતી સાથે પર્યાય બની ગયું છે. તેમની રોમાંચક કારકિર્દી દરમિયાન આ પદને ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પરિચિત કે અપરિચિત દેશવિદેશના પ્રેક્ષકો સમક્ષ…

વધુ વાંચો >

બાલ્ડવિન, માર્ક (ફિલિપ)

બાલ્ડવિન, માર્ક (ફિલિપ) (જ. 1954, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના નૃત્ય-નિયોજક અને નર્તક. તેમણે ન્યૂઝીલૅન્ડની ઑકલૅન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેઓ ‘ન્યૂઝીલૅન્ડ બૅલે ઍન્ડ ઑસ્ટ્રેલિયન ડાન્સ થિયેટર’માં જોડાયા. પછી 1982થી ’92 દરમિયાન લંડનમાંની ‘રૅમ્બર્ટ ડાન્સ કંપની’માં રહ્યા અને 1992થી ’94 દરમિયાન ત્યાં નૃત્યનિયોજક તરીકે પણ કામગીરી બજાવી. 1994થી ’95 દરમિયાન તેઓ…

વધુ વાંચો >

બિરજુ મહારાજ

બિરજુ મહારાજ (જ. 4 ફેબ્રુઆરી 1938, હંડિયા તહસીલ ) : ભારતના અગ્રણી કથક નૃત્યકાર. જાણીતા શાસ્ત્રીય કથક નૃત્યકાર અચ્છન મહારાજના પુત્ર. મૂળ નામ બ્રિજમોહન. બનારસ અને અલાહાબાદની વચ્ચે હંડિયા તહસીલમાં તેમનું પારંપરિક કુટુંબ જ્યાં વસ્યું હતું ત્યાં તેમનો જન્મ થયો હતો. જન્મસમયે મા સ્વસ્થ હતી. પ્રસૂતિ-વૉર્ડમાંની બધી સ્ત્રીઓને પુત્રીઓ જન્મતી…

વધુ વાંચો >

બિંદાદીન મહારાજ

બિંદાદીન મહારાજ (જ. 1829, તહસીલ હંડિયા; અ. 1915) : જાણીતા ભારતીય નૃત્યકાર અને કવિ. પિતા દુર્ગાપ્રસાદે તથા કાકા ઠાકુરપ્રસાદે બિંદાદીનને નૃત્યની શિક્ષા આપી. નવ વર્ષની વયે તેમની નૃત્યસાધના શરૂ થઈ હતી. તેઓ પ્રસિદ્ધ નૃત્યકાર કાલિકાપ્રસાદના ભાઈ હતા. અલાહાબાદની હંડિયા તહસીલમાં તેમનું ઘરાણું પેઢીઓથી કૃષ્ણભક્તિપ્રેરિત ગીતો અને તે પર આધારિત નૃત્ય…

વધુ વાંચો >

બેદી, પ્રતિમાગૌરી

બેદી, પ્રતિમાગૌરી (જ. 12 ઑક્ટોબર 1948, દિલ્હી; અ. 17 ઑગસ્ટ 1998, માલપા, ઉત્તરપ્રદેશ) : ઓડિસી નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના. મૂળ નામ પ્રતિમા ગુપ્તા. પિતાનું નામ લક્ષ્મીચંદ. તેઓ વેપારી હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દિલ્હી ખાતે લીધું. 1966માં પિતાનું ઘર છોડી મુંબઈ આવી તેમણે મૉડલિંગનો વ્યવસાય અપનાવ્યો. તે દરમિયાન તે જમાનાના…

વધુ વાંચો >

બેનેશ, રૂડૉલ્ફ

બેનેશ, રૂડૉલ્ફ (જ. 1916, લંડન; અ. 1975) તથા બેનેશ જોન (જ. 1920; લિવરપૂલ, ઇંગ્લૅન્ડ) : નૃત્યને લિપિબદ્ધ કરનાર (notator) જાણીતું આંગ્લ યુગલ. રૂડૉલ્ફ ચિત્રકાર હતા અને જોન સૅડલર વેલ્સના બૅલે જૂથનાં અગાઉ સભ્ય હતાં. બંનેએ સાથે મળીને નૃત્યકળાની લિપિબદ્ધતા(notation)ની પદ્ધતિ અંગે 1955માં કૉપીરાઇટ મેળવી લીધા. આ પદ્ધતિને તેમણે કોરિયોલોજી એટલે…

વધુ વાંચો >

બૅલે

બૅલે : આયોજનબદ્ધ સમૂહનૃત્યનો પાશ્ચાત્ય પ્રકાર. તેમાં સંગીતના સથવારે સુયોજિત નૃત્યગતિ વડે નર્તકો કોઈ કથાનકની રજૂઆત કરે છે અથવા કોઈ અમૂર્ત ખ્યાલનો વિકાસ પ્રસ્તુત કરે છે. ગીતકાવ્યપ્રધાન (lyric) રંગભૂમિનું જ તે વિસ્તૃત સ્વરૂપ લેખાય છે. તેનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને તેમાં સતત સંશોધન-સુધારણા તથા ભજવણી-પ્રક્રિયાની દસ્તાવેજી સામગ્રી સચવાયેલી…

વધુ વાંચો >