નીતિન કોઠારી
હુપેહ (Hupeh)
હુપેહ (Hupeh) : ચીનના મધ્યભાગમાં આવેલો પ્રાંત. તે યાંગ્ત્સે નદીના મધ્યના ખીણપ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે ત્સિનલિંગ શાન, તુંગપેઈ શાન અને તાપિયેહ શાન પર્વતમાળાઓ આવેલી છે. અગ્નિકોણમાં આવેલી મુ-ફોઉ શાન હારમાળા આ પ્રાંતને કિયાંગ્સીથી અલગ પાડે છે. મધ્ય દક્ષિણ તરફની સીમા યાંગ્ત્સે નદીથી જુદી પડે છે. હુપેહ પ્રાંતનો લગભગ બધો…
વધુ વાંચો >હૅક્લૂત રિચાર્ડ (Hakluyt Richard)
હૅક્લૂત, રિચાર્ડ (Hakluyt, Richard) (જ. 1552, લંડન (?); અ. 23 નવેમ્બર 1616, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા ભૂગોળવિદ. ક્રાઇસ્ટ ચર્ચની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં રાણીની શિષ્યવૃત્તિ મેળવીને તેમણે શિક્ષણ મેળવ્યું. રિચાર્ડ હૅક્લૂત 1574માં ઑક્સફર્ડ યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી, તે પછીથી તેમણે ઑક્સફર્ડ ખાતે ‘આધુનિક ભૂગોળ’ પર સર્વપ્રથમ જાહેર વ્યાખ્યાન આપેલું, જે ખૂબ પ્રશંસાપાત્ર…
વધુ વાંચો >હેટનર આલ્ફ્રેડ (Hettner Alfred)
હેટનર, આલ્ફ્રેડ (Hettner, Alfred) (જ. 6 ઑગસ્ટ 1859, ડ્રેસડન, જર્મની; અ. 31 ઑગસ્ટ 1941, હાઇડેલબર્ગ, જર્મની) : જાણીતા ભૂગોળવિદ. હેટનરે ભૂગોળ વિષયમાં સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે રેટ્ઝેલ અને રિક્થોફેન પાસે શિક્ષણ મેળવેલું. 1895માં ભૌગોલિક પત્રિકામાં પોતાના વિચારો રજૂ કરીને તેમણે લેખનકાર્યનો પ્રારંભ કરેલો. જર્મનીની હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં ભૂગોળના…
વધુ વાંચો >હેન્રી ગુયોટ આર્નૉલ્ડ (Henry Guyot Arnold)
હેન્રી, ગુયોટ આર્નૉલ્ડ (Henry, Guyot Arnold) (જ. 28 સપ્ટેમ્બર 1807, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1884, યુ.એસ.) : ભૂગોળશાસ્ત્રી. તેમણે જર્મનીની ન્યૂશેટલ કૉલેજમાં અભ્યાસ કરેલો. 1835થી 1839 દરમિયાન પૅરિસની કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ જર્મનીની ન્યૂશૅટલ કૉલેજમાં ઇતિહાસ અને ભૂગોળના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ ગાળા દરમિયાન તેઓ લુઈ અગાસીઝના વિચારોથી પ્રભાવિત થયા…
વધુ વાંચો >હેન્સન મૅથ્યુ ઍલેક્ઝાન્ડર
હેન્સન, મૅથ્યુ ઍલેક્ઝાન્ડર (જ. 1867, મૅરીલૅન્ડ; અ. 1955) : ઉત્તર ધ્રુવનો એકમાત્ર અમેરિકન સફરી. 1909માં યોજાયેલી ઉત્તર ધ્રુવની રૉબર્ટ ઇ. પિયરેની સફરની સાથે તે ગયેલો. હેન્સને પિયરી સાથે તેના અંગત મદદનીશ તથા શ્વાનરક્ષક તરીકેની કામગીરી 20 વર્ષ સુધી બજાવેલી. 1908–1909ના અભિયાન વખતે તેણે આપેલા ફાળા માટે તેને ઘણે સ્થાનેથી બહુમાન…
વધુ વાંચો >હેમન્ત ઋતુ
હેમન્ત ઋતુ : ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ. ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુઓ મુખ્ય છે. આ ત્રણ ઋતુઓને પેટાવિભાગોમાં વહેંચી છ ઋતુઓ માનવામાં આવે છે. આ છ ઋતુઓ આ પ્રમાણે છે – હેમન્ત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઉત્તર ગોળાર્ધમાં તે નવેમ્બર, ડિસેમ્બર…
વધુ વાંચો >હૅલફૉર્ડ જ્હૉન મૅકિન્ડર
હૅલફૉર્ડ, જ્હૉન મૅકિન્ડર (જ. 15 ફેબ્રુઆરી 1861, લૅન્કેશાયર; અ. 6 માર્ચ 1947) : બ્રિટનના ખૂબ જાણીતા ભૂગોળવિદ. 1887માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 26 વર્ષની નાની વયે તેઓ રીડર તરીકે નિયુક્ત થયેલા. 1895માં બ્રિટિશ ઍસોસિયેશનમાં સર્વપ્રથમ વાર સંશોધનલેખ રજૂ કર્યો હતો. જ્હૉન મૅકિન્ડર હૅલફૉર્ડ તેઓ રેટ્ઝેલના નૃવંશ-ભૂગોળ વિશેના વિચારોથી પ્રભાવિત થયા હતા. 1899માં…
વધુ વાંચો >હેલુંગજિયાંગ (Heilungkiang)
હેલુંગજિયાંગ (Heilungkiang) : ચીનના ઈશાન ભાગમાં આવેલું સરહદી રાજ્ય. તે હેલાંગજિયાંગ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 48° 00´ ઉ. અ. અને 128° 00´ પૂ. રે.ની આજુબાજુનો લગભગ 4,63,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ હેલુંગ અને વુ-શુ-લી (wu-su-li) નદીથી અલગ પડતી રશિયાની…
વધુ વાંચો >હૈદરાબાદ (ભારત)
હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે. હૈદરાબાદનું…
વધુ વાંચો >હૉસ્પેટ (Hospet Hosapete)
હૉસ્પેટ (Hospet, Hosapete) : ઉત્તર કર્ણાટકના બેલારી જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 27´ ઉ. અ. અને 76° 04´ પૂ. રે. પર આશરે 480 મીટરની ઊંચાઈ પર તુંગભદ્રા નદી પર વસેલું છે. તેનો વિસ્તાર 51 ચોકિમી. જેટલો છે. આ નદી પર વીસમી સદીમાં તુંગભદ્રા બંધ બાંધવામાં આવેલો છે.…
વધુ વાંચો >