નીતિન કોઠારી

સિંક્યાંગ (Sinkiang)

સિંક્યાંગ (Sinkiang) : ચીનના સૌથી મોટા ગણાતા ચાર સ્વાયત્ત પ્રદેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 35°થી 50´ ઉ. અ. અને 75°થી 95´ પૂ. રે. વચ્ચેનો આશરે 16,46,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, જે ચીનના કુલ ક્ષેત્રફળનો  ભાગ ધરાવે છે. તેના ઈશાનમાં મૉંગોલિયા, પૂર્વમાં ગાન્શુ અને કિંઘહાઈ (Qinghai)…

વધુ વાંચો >

સિંઘભૂમ

સિંઘભૂમ : ઝારખંડ રાજ્યમાં આવેલા બે જિલ્લા : (1) પશ્ચિમ સિંઘભૂમ અને (2) પૂર્વ સિંઘભૂમ. પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો (1) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો : ઝારખંડ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 34´ ઉ. અ. અને 85° 49´ પૂ. રે.ની આજુબાજુનો 5,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…

વધુ વાંચો >

સિંદરી

સિંદરી : ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 45´ ઉ. અ. અને 86° 42´ પૂ. રે.. તે ધનબાદથી 24 કિમી. અગ્નિ દિશા તરફ દામોદર નદીના કાંઠે ઝરિયા કોલસા-ક્ષેત્ર નજીક આવેલું છે. તેની નજીકમાં થઈને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 તથા રેલમાર્ગ પસાર થાય છે. આ સ્થળ…

વધુ વાંચો >

સિંધ

સિંધ : પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 25° 30´ ઉ. અ. અને 69° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,914 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પશ્ચિમે બલૂચિસ્તાન, પૂર્વ તરફ રાજસ્થાન તથા દક્ષિણે ગુજરાત અને અરબી સમુદ્ર આવેલાં છે. સિંધ ભૂપૃષ્ઠ : સિંધ પ્રાંતનો સમગ્ર…

વધુ વાંચો >

સિંધુ (નદી)

સિંધુ (નદી) : દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી. દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક નદી. તેની લંબાઈ 2,897 કિમી. જેટલી છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 11,65,500 ચોકિમી. જેટલો છે. તેના કુલ સ્રાવક્ષેત્રનો 13 % ભાગ તિબેટ અને ભારતમાં તથા 33 % ભાગ હિમાલયના પહાડી વિસ્તારમાં રહેલો છે. તે ચીનના આધિપત્ય…

વધુ વાંચો >

સીમા-સરહદ (Boundary Frontier)

સીમા-સરહદ (Boundary Frontier) : પાસપાસે આવેલા કોઈ પણ બે પડોશી દેશો કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ હેઠળના વિસ્તારો વચ્ચે નિયત કરેલી રેખા. સીમા એ રીતે રેખીય લક્ષણ બને છે. સીમાને સ્પર્શીને આવેલા જે તે દેશનો આંતરિક વિસ્તાર તે દેશની લશ્કરી દેખરેખ હેઠળ જળવાતો હોય છે, જેને સરહદ કહેવાય છે. આ જ રીતે…

વધુ વાંચો >

સીરિલ જ્હૉન રેડક્લિફ

સીરિલ જ્હૉન રેડક્લિફ (જ. 30 માર્ચ, 1899 લીલાનચાન, વેલ્સ પ્રાંત, ઇંગ્લૅન્ડ; અ. 1 એપ્રિલ, 1977) : બ્રિટિશ ધારાશાસ્ત્રી અને ભારત-પાકિસ્તાનના સીમા નિર્ધારક. તેઓ હેલીબ્યુરી કૉલેજમાં સ્નાતક થઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા આપવા જોડાયા હતા, પરંતુ દૃષ્ટિની નબળાઈને કારણે મજૂરદળમાં તેમને સામેલ કર્યા હતા. યુદ્ધની સમાપ્તિ પછી 1921ના વર્ષમાં સ્કૉલર તરીકે ઑક્સફર્ડ…

વધુ વાંચો >

સુદાન

સુદાન ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 8° ઉ. અ.થી 23°  ઉ. અ. અને 21° 50´થી 38° 30´ પૂ. રે. વચ્ચેનો 18,86,068ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આમ વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ખંડમાં તેનો ક્રમ અલ્જિરિયા અને કૉંગો (પ્રજાસત્તાક) પછી આવે છે. આ દેશની ઉત્તરે ઇજિપ્ત, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વમાં…

વધુ વાંચો >

સુબ્રાનપુર

સુબ્રાનપુર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 83° 55´ પૂ. રે.ની આજુબાજુનો 2,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં બારગઢ, ઈશાન તરફ સંબલપુર, પૂર્વમાં અંગૂલ અને ફૂલબની, દક્ષિણે ફૂલબની અને બાલાંગિર તથા…

વધુ વાંચો >

સુલતાનપુર

સુલતાનપુર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તેમજ મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 59´થી 26° 40´ ઉ. અ. અને 81° 32´થી 82° 41´ પૂ. રે. વચ્ચેનો 4424 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર લખનૌથી પૂર્વ તરફ ગોમતી નદીને કાંઠે વસેલું છે. તેની ઉત્તરે ફૈઝાબાદ, પૂર્વે જોનપુર…

વધુ વાંચો >