નીતિન કોઠારી
સાબરમતી
સાબરમતી : ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 22° 18´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈર્ઋત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને ખંભાતના અખાતમાં ઠલવાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા…
વધુ વાંચો >સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches)
સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches) : સમુદ્રતળના અગાધ ઊંડાણમાં અસ્તિત્વ ધરાવતી ઊંડી કમાન આકારની સાંકડી ખાઈઓ. સમુદ્રતળ પરનું અગાધ ઊંડાણ ધરાવતું ભૂમિસ્વરૂપ. તે સમુદ્રતળની કુલ સપાટીના 7 % જેટલો વિસ્તાર રોકે છે. તેમની બંને બાજુઓનો ઢોળાવ ઉગ્ર હોય છે, અને આવી ખાઈઓ તેમના મથાળાથી નીચે તરફ 6,000 મીટર જેટલી ઊંડાઈ…
વધુ વાંચો >સાવરકુંડલા
સાવરકુંડલા : અમરેલી જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 210 20′ ઉ. અ. અને 710 15′ પૂ. રે.ની આજુબાજુનો 1214.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક સાવરકુંડલા ભાવનગરથી નૈર્ઋત્યમાં 113 કિમી.ને અંતરે તથા મહુવા બંદરથી વાયવ્યમાં 51 કિમી.ને અંતરે આવેલું છે. સાવરકુંડલા નાવલી…
વધુ વાંચો >સાળંગપુર
સાળંગપુર : અમદાવાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 09´ ઉ. અ. અને 71° 46´ પૂ.રે.. તે ભાવનગર જિલ્લાના બોટાદથી તદ્દન નજીક પૂર્વ તરફ, અમદાવાદ-ભાવનગરની જિલ્લાસીમા પાસે આવેલું છે. તે અમદાવાદ-ભાવનગર મીટરગેજ રેલમાર્ગ પર આવેલા સાળંગપુર રોડ સ્ટેશનથી આશરે સાત કિમી.ને અંતરે છે. વળી તે રાજ્ય ધોરી…
વધુ વાંચો >સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang)
સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang) : દક્ષિણ ચીનની સૌથી લાંબી, મહત્વની નદી. ભૌગોલિક સ્થાન : 22° 25´ ઉ. અ. અને 113° 23´ પૂ. રે. તે યુનાન(હુનાન)ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. ચીનની યાંગત્ઝે, સંગારી અને હુઆંગ હો (પીળી નદી) કરતાં તે ટૂંકી છે. તેની સહાયક નદીઓમાં પેઈ…
વધુ વાંચો >સિક્કિમ
સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…
વધુ વાંચો >સિડની (Sydney)
સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…
વધુ વાંચો >સિનસિનાટી (Cincinnati)
સિનસિનાટી (Cincinnati) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઓહાયો નદીકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 8´ ઉ. અ. અને 84° 30´ પ. રે.ની આજુબાજુનો 206 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ‘ધ ક્વીન સિટી’, ‘ધ ક્વીન ઑવ્ ધ વેસ્ટ’, ‘ધ સિટી ઑવ્ સેવન હિલ્સ’ જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાતું,…
વધુ વાંચો >સિયાલકોટ
સિયાલકોટ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા લાહોર વિભાગનો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 32° 30´ ઉ. અ. અને 74° 31´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે આઇક નાળું અને ચિનાબ નદી, પૂર્વ તરફ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અને જમ્મુ (આશરે 60 કિમી.ને અંતરે), અગ્નિ તરફ રાવીનો ખીણપ્રદેશ,…
વધુ વાંચો >સિલિગુડી (Siliguri)
સિલિગુડી (Siliguri) : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : તે 26° 42´ ઉ. અ. અને 88° 26´ પૂ. રે. પર દાર્જિલિંગથી અગ્નિકોણમાં 79 કિમી.ને અંતરે તથા જલપાઇગુડીથી અગ્નિકોણમાં 60 કિમી. અંતરે મહાનંદા અને તિસ્તા નદીઓની વચ્ચેના ભાગમાં લગભગ સરખા અંતરે આવેલું છે. તે કાલિમ્પાગ અને સિક્કિમ જતા કાચા…
વધુ વાંચો >