નીતિન કોઠારી

પલામુ (પાલામાઉ)

પલામુ (પાલામાઉ) : ઝારખંડ રાજ્યના 24 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 50´ ઉ. અ.થી 24 8´ ઉ. અ. અને 83 55´ પૂ. રે.થી 84 30´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે શોણ નદી અને બિહાર રાજ્ય, પૂર્વે ચતરા અને હજારીબાગ જિલ્લા, દક્ષિણે લતેહર જિલ્લો જ્યારે પશ્ચિમે…

વધુ વાંચો >

પશ્ચિમ ગોદાવરી

પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશ રાજ્યના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લાની પૂર્વે ગોદાવરી નદી, પશ્ચિમે એલુરુ જિલ્લો, ઉત્તરે રાજાહમુન્દ્રી અને ક્રિશ્ના જિલ્લો તેમજ બંગાળનો ઉપસાગર આવેલા છે. આ જિલ્લાની ભૂમિ સમતળ પરંતુ થોડી ઢોળાવવાળી છે. તે પૂર્વઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલો…

વધુ વાંચો >

પંચમહાલ

પંચમહાલ : ગુજરાત રાજ્યના પૂર્વભાગમાં આવેલો આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 20 30´ થી 23 30´ ઉ. અ. અને 73 15´ થી 73 03´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઈશાને અને પૂર્વે દાહોદ જિલ્લો, અગ્નિએ વડોદરા જિલ્લો, નૈર્ઋત્યે છોટાઉદેપુર જિલ્લો, પશ્ચિમે ખેડા જિલ્લો અને ઉત્તરે મહીસાગર…

વધુ વાંચો >

પાકિસ્તાન

પાકિસ્તાન એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે. સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ.…

વધુ વાંચો >

પાટણ

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું જિલ્લામથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 23 55´થી 24 41´ ઉ. અ. અને 71 31´થી 72 20´ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. આ જિલ્લો ખંભાતના અખાત તથા અરવલ્લી હારમાળાની વચ્ચેના નીચાણવાળા ભાગમાં આવેલો છે.  આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને…

વધુ વાંચો >

પાલિ

પાલિ : રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 – 0´  ઉ. અ. અને 73 – 0  પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેની ઉત્તરે  નાગૌર, ઈશાને અજમેર, પૂર્વે અને અગ્નિએ  ઉદેપુર, નૈર્ઋત્યે સિરોહી, પશ્ચિમે જાલોર અને બાડમેર તથા વાયવ્યે જોધપુર જિલ્લા આવેલા છે. આ…

વધુ વાંચો >

પાવાગઢ (ભૂસ્તરીય)

પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…

વધુ વાંચો >

પિઠોરાગઢ

પિઠોરાગઢ : ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 29 58´ ઉ. અ. અને 80 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સૌર ખીણ(Saur Vally)ના લગભગ પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ ખીણ લગભગ 50 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. આ જિલ્લાનો સમાવેશ કુમાઉં મહેસૂલી વિભાગમાં આવે છે, જે નૈનિતાલથી ઈશાને…

વધુ વાંચો >

પુરુલિયા

પુરુલિયા : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22 60´ ઉ. અ.થી 23 50´ ઉ. અ. અને 85 75´ પૂ. રે.થી 86 65´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની પૂર્વે બાંકુરા, પશ્ચિમે મેદીનીપુર જિલ્લા, ઉત્તરે પશ્ચિમ બંગાળ રાજ્યના બર્ધમાન જિલ્લા અને ઝારખંડ રાજ્યનો ધનબાદ જિલ્લો, પશ્ચિમે બોકારો અને…

વધુ વાંચો >

પુંચ

પુંચ : જમ્મુ-કાશ્મીર રાજ્યના 20 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 33  25´ ઉ. અ.થી 34  0´ ઉ. અ. અને 73  25´ પૂ. રે.થી 74  પૂ. રે. અને પશ્ચિમે પાકિસ્તાન હસ્તક કાશ્મીરનો ભાગ આવેલો છે. આ જિલ્લાની પૂર્વે કુલગામ જિલ્લો, સોફિયન જિલ્લો અને બડગામ જિલ્લો, દક્ષિણે…

વધુ વાંચો >