નીતિન કોઠારી

ઘોરાલ (the great Indian bustard)

ઘોરાલ (the great Indian bustard) : વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી. શાસ્ત્રીય નામ Choriotis nigriceps. ઘોરાલ કે ઘોરાડ સૂકાં વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાન, ખાડાટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ…

વધુ વાંચો >

ચિકમગલુર

ચિકમગલુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 13 19´ ઉ. અ. અને 75 47´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તર દિશાએ શિમોગા અને દક્ષિણ દિશાએ હસન અને દક્ષિણ કન્નડ જિલ્લાથી ઘેરાયેલો…

વધુ વાંચો >

ચિત્તૂર

ચિત્તૂર : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓ પૈકીનો દક્ષિણ તરફ આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 44´ ઉ. અ.થી 13 34´ ઉ. અ. અને 78 2´ પૂ. રે.ની 79 41´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. રાયલસીમા પ્રદેશમાં આવેલા 6 જિલ્લાની ઉત્તરે  અન્તામાયા જિલ્લો, દક્ષિણે તામિલનાડુ રાજ્યના તિરુપાતુર, વેલ્લોર તિરુવલ્લુર જિલ્લાઓ જ્યારે…

વધુ વાંચો >

ચેક પ્રજાસત્તાક

ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…

વધુ વાંચો >

ચેન્નાઈ (જિલ્લો) :

ચેન્નાઈ (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો સૌથી નાનો અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 59´ ઉ. અ.થી 13 9´ ઉ. અ. અને 80 12´ પૂ. રે.થી 80 19´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. સમુદ્રની સપાટીથી આશરે 6 મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ જિલ્લો સ્થાનભેદે 2 મીટરથી 10 મીટરની…

વધુ વાંચો >

છત્રપુર

છત્રપુર :  મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો  તથા શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 24 6´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. જ્યારે 78 59´થી 80 26´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્ય અને પૂર્વે પન્ના જિલ્લો, દક્ષિણે દમોહ, નૈર્ઋત્યે સાગર જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશના સાગર વિભાગનો…

વધુ વાંચો >

જગદાલપુર

જગદાલપુર : ભારતના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું શહેર. 19° 04’ ઉત્તર અક્ષાંશ, 82° 02’ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. બસ્તરના મહારાજાએ આ શહેરની સ્થાપના કરી હતી. આ શહેર ઇન્દ્રાવતી નદીની દક્ષિણે આવેલું છે. આ શહેર ચારે બાજુ ગીચ જંગલોથી ઘેરાયેલ છે. આ શહેરથી 104 કિમી. દૂર સિંગભૂમનાં લોહઅયસ્ક ક્ષેત્રો…

વધુ વાંચો >

જગાધરી

જગાધરી : હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં આવેલું શહેર. તે 33° 10’ ‘ઉત્તર અક્ષાંશ, 77° 18’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના નિર્માણમાં ગંગા નદીનો ફાળો અધિક હોવાથી તેને પહેલાં ગંગાધરી તરીકે ઓળખતા, પ્રાચીન સમયમાં પરંતુ અપભ્રંશ થતાં તે આજે જગાધરી તરીકે ઓળખાય છે. જગાધરી નજીક સુધ ગામ આવેલ છે. ઈ.…

વધુ વાંચો >

જબલપુર

જબલપુર : ભારતના મધ્યભાગમાં આવેલ મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિકસ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 23 10´ ઉ. અ. અને 79 56´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જે સમુદ્રની સપાટીથી સરેરાશ 412 મીટરની ઊંચાઈએ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને કટની, પૂર્વે ઉમરિયા અને ડિડોંરી, અગ્નિએ માંડલ, દક્ષિણે સીઓની, નૈર્ઋત્યે નરસિંહપુર,…

વધુ વાંચો >

જમૈકા

જમૈકા : ઉત્તર અમેરિકા ખંડના અગ્નિખૂણામાં આવેલા ટાપુઓમાંનો એક (ટાપુ)દેશ. ભૌગોલિક સ્થાન 18o 15’ ઉ. અ. 77o 30’ પ. રે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ નામે ઓળખાતા આ સમૂહમાં હવાના, ક્યુબા, જમૈકા, પોર્ટોરિકો, ડોમિનિકન, બહામા તેમજ હૈટી (હૈતી) ટાપુઓનો સમાવેશ થાય છે. ઇટાલીનો વતની ક્રિસ્તોફર કોલંબસ આ ટાપુ પર 1494માં પહોંચ્યો હતો.…

વધુ વાંચો >