નાટ્યકલા
જોશી, પ્રબોધ
જોશી, પ્રબોધ (જ. 1926; અ. 1991) : એકાંકીકાર અને નાટ્યકાર. અમદાવાદમાં ‘રંગમંડળ’ તથા ગુજરાત કૉલેજની નાટ્યરજૂઆતોમાં પ્રકાશ આયોજન અને સન્નિવેશની રચના કરી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. નાનાલાલના ‘જયા–જયંત’ અને મુનશીના ‘છીએ તે જ ઠીક’ની રજૂઆત સાથે તે સંકળાયેલા હતા. 1953માં મુંબઈ ઇન્ટર-કૉલેજિયેટ એકાંકી સ્પર્ધામાં ‘માફ કરજો, આ નાટક નહિ થાય’ લખ્યું…
વધુ વાંચો >જોશી, પ્રવીણ
જોશી, પ્રવીણ (જ. 1 જાન્યુઆરી 1936, પાટણ; અ. 19 જાન્યુઆરી 1979, મુંબઈ) : સાઠ અને સિત્તેરના દાયકામાં આગવી અભિનયશૈલી તથા કુશળ દિગ્દર્શનકલા દાખવનાર નાટ્યકલાકાર. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં નાટ્ય તરફ અભિરુચિ કેળવવા માંડી અને કવિ પ્રહલાદ પારેખના પ્રોત્સાહનથી નાટ્યની કેડીએ પગરણ માંડ્યાં. બાળકો માટે ‘આકાશવાણી’ પરથી પ્રસારિત થતા…
વધુ વાંચો >જોશી, સરિતા
જોશી, સરિતા (જ. 1941, પુણે) : ગુજરાતી રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી. પિતાના ઘરનું નામ, ઇન્દુ ભોંસલે. નાનપણથી જ વ્યાવસાયિક મરાઠી અને ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પદાર્પણ. 7 વર્ષની વયે વડોદરામાં ન્યૂ લક્ષ્મીકાન્ત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી. આધુનિક રંગમંચ પરનું પ્રથમ નાટક તે ‘પઢો રે પોપટ’ જે કાંતિ મડિયાના નિર્દેશન…
વધુ વાંચો >જ્યામતિ
જ્યામતિ (1900) : પદ્મનાભ ગોહાંઈ બરુવારચિત ઐતિહાસિક નાટક. આ નાટક અહોમ ઇતિહાસ પર આધારિત છે; કરુણાન્ત છે. તેમાં નાટ્યાત્મક અભિવ્યક્તિનું માધ્યમ બ્લૅન્ક વર્સ છે, પ્રમુખ પાત્રો હંમેશાં બ્લૅન્ક વર્સમાં જ બોલે છે. આ નાટક રાણી જ્યામતિનું પરમ સ્વાર્પણ નિરૂપતી કરુણાન્તિકા છે. લક્ષ્મીનાથ બેજબરુવાએ પણ ‘જ્યામતિ કુંવરી’ (1915) નામના નાટકમાં જ્યામતિનું…
વધુ વાંચો >ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ
ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ (જ. 1884 લેબદ્યાન, મધ્યરશિયા; અ. 1937) : રશિયન ગદ્યલેખક, વિવેચક અને નાટ્યકાર. પિતા શિક્ષક. 1902થી સેંટ પીટર્સબર્ગમાં અભ્યાસ અને તે પછી તરત જ બૉલ્શેવિક પક્ષમાં સભ્ય બન્યા. 1905માં ધરપકડ બાદ તેમને દેશનિકાલની સજા કરવામાં આવી. 1908માં તેમણે પ્રથમ વાર્તા લખી. 1914માં તેમણે ‘ઍટ ધ વર્લ્ડ્ઝ એન્ડ’ નામની…
વધુ વાંચો >ઝ્યાં, જિને
ઝ્યાં, જિને (Genet, Jean) (જ. 1910; અ. 1986) : ફ્રેન્ચ નાટ્યકાર. અનૌરસ બાળક. અનેક ગુનાહિત કૃત્યોમાં બાળપણ વીતેલું. અડધી જિંદગી જેલમાં ગાળી અને જેલવાસ દરમિયાન જોયેલા-જાણેલા જીવનના અનુભવે એ સાહિત્યસર્જન તરફ વળેલા. ફ્રાન્સના મહાન બૌદ્ધિકો અને સાહિત્યકારો ઝાં પૉલ સાર્ત્ર અને આન્દ્રે જીદ વગેરેની વિનંતીથી એમને જેલમુક્તિ બક્ષવામાં આવેલી. સાર્ત્રે…
વધુ વાંચો >ટાંક, વજુભાઈ માધવજી
ટાંક, વજુભાઈ માધવજી (જ. 18 ઑગસ્ટ 1915; અ. 30 ડિસેમ્બર 1980, સૂરત) : ગુજરાતી નાટ્યકાર. તેમણે વિવેચન, વાર્તા અને પ્રવાસકથા જેવા વિષયોમાં પણ લખ્યું. 1933માં મૅટ્રિક પાસ કરી 1936માં સિવિલ ઇજનેરીમાં ડિપ્લોમા લીધો. એ જ વર્ષે ઇજનેર તરીકે નોકરીમાં જોડાયા. ભાવનગર, અમદાવાદ, વારાણસી એમ જુદાં જુદાં સ્થળોએ વ્યવસાય અંગે વસ્યા.…
વધુ વાંચો >ટૅબ્લો
ટૅબ્લો (Tableaux) : જીવંત નટોનું નીરવ સ્થિર ચિત્ર દર્શાવતી નાટ્યપ્રણાલી. પ્રસ્તુતિ દરમિયાન ગતિશીલ નટનટીઓ મહત્વના ર્દશ્યમાં આ રીતે સ્થિર બને, જેથી પ્રેક્ષકોમાં પ્રભાવક બને અને એમની સ્મૃતિમાં જડાઈ રહે. મૂળે મધ્યકાલીન યુરોપનાં ધાર્મિક હેતુલક્ષી ‘મિસ્ટરી’ અને ‘મિરેકલ’ નાટકોમાં, મંચ કે વૅગનોમાં એનો ઉપયોગ આરંભાયો; પછી વ્યાવસાયિક રંગભૂમિમાં એ પ્રયોજાવા માંડ્યો.…
વધુ વાંચો >ટેમ્પેસ્ટ, ધ
ટેમ્પેસ્ટ, ધ (પ્રથમ વાર ભજવાયું આશરે 1611માં, ફર્સ્ટ ફૉલિયોમાં પ્રકાશન 1623) : શેક્સપિયરની રોમાન્સ પ્રકારની નાટ્યકૃતિ. રંગભૂમિ ગ્લોબ થિયેટર પરથી ખસી અંતર્ગૃહ શૈલીના બ્લૅકફ્રાયર્સ થિયેટરમાં સ્થિર થઈ એ સંદર્ભમાં આ નાટકમાં શેક્સપિયરને રંગભૂમિના વ્યવસાયી કસબી તરીકે જોઈ શકાય છે. ‘ટેમ્પેસ્ટ’માં સ્થળ, સમય અને કાર્યની ત્રણેય સંધિ સાંગોપાંગ જળવાઈ છે. અહીં…
વધુ વાંચો >ટેરી, એલન
ટેરી, એલન (જ. 27 ફેબ્રુઆરી 1847, કૉવેન્ટ્રી, ઇંગ્લૅન્ડ; અ. 21 જુલાઈ 1928, સ્મૉલ હીથે, કેન્ટ) : વિખ્યાત અંગ્રેજ નટી અને નિર્માત્રી. તેમણે અભિનયનો આરંભ નવ વર્ષની વયે પ્રિન્સેસ થિયેટરમાં શેક્સપિયરના ‘ધ વિન્ટર્સ ટેઇલ’માં કર્યો ત્યારથી પાંચ દાયકાની સમૃદ્ધ કારકિર્દીમાં ક્ધિસ, હેમાર્કેટ, કૉર્ટ, ડ્રુરી, બેઇન, લિસ્યેમ જેવાં બ્રિટનનાં અનેક થિયેટરો(એટલે કે…
વધુ વાંચો >