ટૅબ્લો (Tableaux) : જીવંત નટોનું નીરવ સ્થિર ચિત્ર દર્શાવતી નાટ્યપ્રણાલી. પ્રસ્તુતિ દરમિયાન ગતિશીલ નટનટીઓ મહત્વના ર્દશ્યમાં આ રીતે સ્થિર બને, જેથી પ્રેક્ષકોમાં પ્રભાવક બને અને એમની સ્મૃતિમાં જડાઈ રહે. મૂળે મધ્યકાલીન યુરોપનાં ધાર્મિક હેતુલક્ષી ‘મિસ્ટરી’ અને ‘મિરેકલ’ નાટકોમાં, મંચ કે વૅગનોમાં એનો ઉપયોગ આરંભાયો; પછી વ્યાવસાયિક રંગભૂમિમાં એ પ્રયોજાવા માંડ્યો. ગુજરાતી ધંધાદારી રંગમંચ ઉપર પણ આવા ટૅબ્લો સર્જાતા. આજેય ધાર્મિક-રાજકીય ઉત્સવ પ્રસંગે વાહનોમાં ઝાંખી તરીકે ટૅબ્લો પ્રયોજાય છે. અંક-વિભાજન દર્શાવવા વપરાતો પડદો એક સમયે ‘ટૅબ્લો-પડદો’ નામે ઓળખાતો.

હસમુખ બારાડી