નવનીત દવે

પાપોડાપુલાસ જ્યૉર્જ

પાપોડાપુલાસ, જ્યૉર્જ (જ. 5 મે, 1919; અ. 27 જૂન 1999) : ગ્રીક કર્નલ અને રાજકીય નેતા. વ્યવસાયી સેના-અધિકારી તથા લશ્કરી ટોળકી(junta)ના નેતા-સરમુખત્યાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની આગેવાની નીચે જમણેરી લશ્કરી અધિકારીઓના જૂથે 21 એપ્રિલ, 1967ના રોજ લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી અને ગ્રીસના રાજા કૉન્સ્ટેનટાઇનના નામે નવી સરકારને શપથ…

વધુ વાંચો >

પાર્કિન્સન સી. નૉર્થકોટ

પાર્કિન્સન, સી. નૉર્થકોટ (જ. 30 જુલાઈ 1909, બર્નાર્ડ કેસલ, ડરહામ, ઇંગ્લડ; અ. 11 માર્ચ 1993, ઇંગ્લડ) : બ્રિટિશ ઇતિહાસકાર તથા ઐતિહાસિક નવલકથાકાર. વહીવટી તંત્રની વૃત્તિ-પ્રવૃત્તિ અંગે કટાક્ષભરી કૃતિઓના લેખક તરીકે તેઓ વિશેષ જાણીતા બન્યા હતા. તેમણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો તથા કિંગ્ઝ કૉલેજ, લંડન ખાતે…

વધુ વાંચો >

પાલ્મે ઓલેફ

પાલ્મે, ઓલેફ (જ. 30 જાન્યુઆરી, 1927, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 28 ફેબ્રુઆરી 1986 સ્ટૉકહોમ) : સ્વીડનના વિશ્વશાંતિના હિમાયતી, અગ્રણી મુત્સદ્દી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન. 1950ના દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન જ તેઓ સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના સક્રિય સભ્ય બન્યા હતા. તેઓ સ્વીડનની સોશિયલ ડેમોકૅટિક પાર્ટીના અગ્રિમ નેતા હતા (1968-76 તથા 1982). 1958માં તેઓ સ્વીડનની…

વધુ વાંચો >

પેતાં હેન્રી ફિલિપ (બેનોની ઓમાર)

પેતાં, હેન્રી ફિલિપ (બેનોની ઓમાર) (જ. 24 એપ્રિલ 1856, કાઉચી-લા-તૂર; અ. 23 જુલાઈ, 1951, લિદયુ) : ફ્રાન્સના લશ્કરના સેનાપતિ તથા રાજદ્વારી નેતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનો સાથે સાથ અને સહકાર સાધવા સબબ વૃદ્ધ વયે તેમના પર કામ ચલાવીને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. ઉત્તર ફ્રાન્સમાં એક ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક…

વધુ વાંચો >

પેન્ટાગોન

પેન્ટાગોન : અમેરિકાના લશ્કરી વડામથક તરીકે ઉપયોગમાં લેવાતી વિશાળ પંચકોણી ઇમારત. તે વૉશિંગ્ટન, ડી.સી. પાસે વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન પરગણામાં પોટૅમિક નદીના પશ્ચિમ કિનારે આવેલ છે. લશ્કરી વડામથક તરીકે અહીંયાં અમેરિકાની સેનાની ત્રણેય પાંખો : ભૂમિદળ, નૌકાદળ તથા હવાઈ દળનાં મુખ્ય કાર્યાલયો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બાંધકામમાં વપરાતા લોખંડની અછત વર્તાતી…

વધુ વાંચો >

પેરોન ઈવા ડોમિન્ગો

પેરોન, ઈવા ડોમિન્ગો (જ. 7 મે 1919, લૉસ ટૉલ્ડોસ; અ. 26 જુલાઈ 1952, બ્વેઇનૉસઆયરિસ) : આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનનાં પત્ની તથા પ્રભાવશાળી મુત્સદ્દી. જન્મ ગરીબ કુટુંબમાં. જુઆન દુઆર્તે અને જુઆન ઇબારગ્યુરેનનાં પાંચ અનૌરસ સંતાનોમાંનાં તેઓ એક. 15 વર્ષની વયે ફિલ્મ અદાકાર બનવાના સ્વપ્ન સાથે તેઓ બ્વેઇનૉસઆયરિસ ગયાં હતાં અને ‘એવિટા’…

વધુ વાંચો >

પેરોન જુઆન ડોમિન્ગો

પેરોન, જુઆન ડોમિન્ગો (જ. 8 ઑક્ટોબર 1895,  બ્વેઇનૉસઆયરિસ, આર્જેન્ટિના; અ. 1 જુલાઈ 1974, બ્વેઇનૉસઆયરિસ) : વીસમી સદીના આર્જેન્ટિનાના મહત્વના રાજપુરુષ અને ભૂતપૂર્વ પ્રમુખ. પેરોનનો જન્મ મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ લશ્કરી તાલીમશાળામાં દાખલ થયા અને ક્રમશ: અધિકારી બન્યા. 1943માં લશ્કર દ્વારા થયેલ સત્તાપલટામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો…

વધુ વાંચો >

પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (P.L.O.)

પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (P.L.O.) : અરબીમાં મુનાઝમ્મત-એત-તાહરીર ફિલિસ્તીનિયાહ. પૅલેસ્ટાઇનવાસી આરબોની રાષ્ટ્રીય આકાંક્ષાઓને વાચા આપતું તથા તેને સાકાર કરવા મથતું રાજકીય સંગઠન. સ્થાપના : 1964. તેનો મુખ્ય હેતુ પૅલેસ્ટાઇન પ્રદેશમાં રહેતા આરબો માટે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય સ્થાપવાનો છે. 1948માં ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની રચના પહેલાં ‘મૅન્ડેટેડ’ પૅલેસ્ટાઇનમાં વસતા 44,50,000 આરબો અને…

વધુ વાંચો >

પૉઇન્ટ ફોર પ્રોગ્રામ

પૉઇન્ટ ફોર પ્રોગ્રામ : એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે ટૅકનિકલ અને આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ. 20 જાન્યુઆરી, 1949ના રોજ અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમાનના શપથગ્રહણ પ્રસંગે કરવામાં આવેલ ઉદબોધનનો ચોથો મુદ્દો આને લગતો હોઈને પાછળથી આ કાર્યક્રમને ‘પૉઇન્ટ ફોર પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યો. 1950માં અમેરિકન ‘કૉંગ્રેસ’ની અનુમતિ…

વધુ વાંચો >

પૉવેલ જૉન ઇનૉક

પૉવેલ, જૉન ઇનૉક (જ. 16 જૂન 1912, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી, 1998) : નિર્ભીકપણે પોતાના જાતિવાદી વિચારો વ્યક્ત કરનાર બ્રિટિશ સાંસદ અને રાજદ્વારી નેતા. તેમના પિતા શાળા-શિક્ષક હતા. પૉવેલે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. ત્યાં જ ફેલો નિમાયા (1934-37). 25 વર્ષની વયે ઑસ્ટ્રેલિયાની ‘યુનિવર્સિટી ઑવ સિડની’માં ગ્રીક ભાષાના અધ્યાપક…

વધુ વાંચો >