નટવરલાલ યાજ્ઞિક
ઉપજીવ્ય-ઉપજીવક ભાવ
ઉપજીવ્ય-ઉપજીવક ભાવ : જેને આધારે જિવાય, અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવ્ય; અને જે અન્યને આધારે જીવે કે અન્યને લીધે જેના અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવક. કોશ અનુસાર ઉપજીવ્ય એટલે આશ્રય, આધાર કે કારણ; અને ઉપજીવક એટલે આશ્રયી, આધારે રહેનાર કે કાર્ય. ઉપજીવ્ય-ઉપજીવક ભાવ એ કાર્યકારણ ભાવ છે અથવા પ્રયોજ્ય-પ્રયોજક ભાવ…
વધુ વાંચો >ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ)
ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ) : તાણ્ડ્ય બ્રાહ્મણ અને ષડ્વિંશ બ્રાહ્મણ એ બે મોટાં બ્રાહ્મણો સિવાયનાં તંડિશાખાનાં નાનાં નાનાં બ્રાહ્મણો. આર્ષેય, દેવતાધ્યાય, સામવિધાન અને મંત્રબ્રાહ્મણ અથવા ઉપનિષદ બ્રાહ્મણ વગેરે એક મોટા બ્રાહ્મણના ભાગો હશે એમ વિદ્વાનોની ધારણા છે. આ નાનાં બ્રાહ્મણો, ઋષિ, મંત્ર, દેવતા, વિનિયોગ આદિની અનુક્રમણીઓના સ્વરૂપનાં છે. તેથી તેમના વિષય-વૈશિષ્ટ્યને…
વધુ વાંચો >ઉપવાસ
ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…
વધુ વાંચો >ઉર્વશી(1)
ઉર્વશી(1) : પુરાણપ્રસિદ્ધ અપ્સરા. પૌરાણિક ઉલ્લેખો અનુસાર નારાયણનો તપોભંગ કરવા સારુ ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓને પોતાનો પ્રભાવ બતાવવા નારાયણે પોતાના ઊરુસ્થલમાંથી ઉર્વશી આદિ અપ્સરાઓ ઉત્પન્ન કરી હતી. ‘ઊરુમાંથી જન્મેલી તે ઉર્વશી’ એવી વ્યુત્પત્તિ દૂરાન્વયયુક્ત લાગે છે. ઋક્સંહિતાના દસમા મંડળનું પંચાણુંમું સૂક્ત ઉર્વશી-પુરુરવાનું સંવાદસૂક્ત છે. ચંદ્રવંશી બુધનો પુત્ર પુરુરવા ઐલ દેવાસુરસંગ્રામમાં દેવપક્ષે…
વધુ વાંચો >ઋક્ પ્રાતિશાખ્ય
ઋક્ પ્રાતિશાખ્ય : ઋગ્વેદના ઉચ્ચારણ ઇત્યાદિના નિયમોને લગતો વ્યાકરણગ્રંથ. વૈદિક મંત્ર અને બ્રાહ્મણની ભાષા ને પરિભાષાના ગ્રહણસૌકર્ય સારુ શિક્ષા, કલ્પ આદિ જે શાસ્ત્ર રચાયાં તે વેદાંગ કહેવાયાં. પ્રાતિશાખ્ય એ શિક્ષા વેદાંગનું સહકારી શાસ્ત્ર છે. વર્ણ, સ્વર, સંધિ આદિ વ્યાકરણનાં અંગોની ચર્ચા પ્રાતિશાખ્યમાં છે એ પૂરતું તે વ્યાકરણ પણ છે. શાખા…
વધુ વાંચો >ઋગ્વિધાન
ઋગ્વિધાન : શ્રૌત કે ગૃહ્ય કલ્પમાં ઉક્ત કર્મો સિવાયનાં કામ્યકર્મોમાં પ્રયોજવાનાં ઋક્સંહિતાનાં સૂક્ત, વર્ગ, મંત્ર, મંત્રચરણ આદિના વિનિયોગનું નિરૂપણ કરતો ગ્રંથ. ઋષ્યાદિ અનુક્રમણીઓના રચયિતા શૌનકની એ કૃતિ છે. તેમાં કુલ 506 શ્લોકો છે. ગ્રંથમાં ‘ઇત્યાહ…. શૌનક:’ જેવા શબ્દપ્રયોગો છે તેથી જણાય છે કે ઋગ્વિધાનના મૂળ શૌનકોક્ત પાઠનું સમયાંતરે પુન: સંપાદન…
વધુ વાંચો >ઋત્વિજ
ઋત્વિજ : યજ્ઞ કરાવનાર યાજ્ઞિક. આ શબ્દમાં યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોના સર્વ પ્રકારોનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ અનુસાર અગ્નિની સ્થાપના, દર્શપૂર્ણમાસાદિ પાકયજ્ઞો, સોમયાગો, અશ્વમેધાદિ મહાયજ્ઞો અને અગ્નિષ્ટોમ આદિ યજ્ઞો યજમાન માટે કરાવનાર બ્રાહ્મણ ઋત્વિજ કહેવાય છે. ઋતુ પ્રમાણે યોગ્ય સમયે યજ્ઞ કરે તે ઋત્વિજ એવો ‘ઋત્વિજ’ શબ્દનો અર્થ થાય. પ્રધાનપણે તે…
વધુ વાંચો >ઋષભ વૈશ્વામિત્ર
ઋષભ વૈશ્વામિત્ર : વૈદિક ઋષિ અને વિશ્વામિત્રના એકસો પુત્રોમાંના મધુચ્છંદા આદિ પાછલા પચાસમાંનો એક પુત્ર. ઐતરેય બ્રાહ્મણ(7-3-5)માં તેના નામનો ઉલ્લેખ છે. ઐતરેય બ્રાહ્મણના શુન:શેપ આખ્યાનમાં શુન:શેપ દેવોના પાશમાંથી મુક્ત થયો ત્યારે ઋષિ વિશ્વામિત્રે મધુચ્છંદા આદિ પુત્રોના સાક્ષ્યમાં તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર તરીકે સ્વીકારી દેવરાત નામ આપ્યું. તે પ્રસંગમાં વિશ્વામિત્રે બોલાવેલા…
વધુ વાંચો >ઓમ્ (ૐ)
ઓમ્ (ૐ) : ભારતીય પરંપરા અનુસાર પરમાત્માનો વાચક શબ્દ. સંસ્કૃતકોશ અનુસાર ‘ઓમ્’ શબ્દના, આરંભ, મંગલ, અનુમતિ, સ્વીકાર, અપાકૃતિ (નિરસન), શુભ અને જ્ઞેય બ્રહ્મ એટલા અર્થો છે. ઉપનિષદોમાં ઓમ્ શબ્દ મુખ્યત્વે જ્ઞેય બ્રહ્મ, પરમ બ્રહ્મ એવા અર્થોમાં પ્રયુક્ત થયો છે. કોશ અનુસારના અર્થો આ મુખ્ય અર્થના ફલિતાર્થો છે. ઓમ્ (ૐ) એ…
વધુ વાંચો >કલ્પ
કલ્પ યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું પ્રમુખ વેદાંગ. મનુષ્યને અસ્મિતાનું ભાન થયું ત્યારથી તેની જીવનપ્રણાલી સંસ્કારયુક્ત થવા લાગી. પોતે આ સૃષ્ટિનું અંગ છે, સૃષ્ટિનું સંચાલન ઋતના અટલ નિયમને આધારે થાય છે, ઋતનું નિયામક કોઈ અદીઠ તત્વ સર્વત્ર વિદ્યમાન છે અને પોતાનું અસ્તિત્વ એ તત્વને અધીન છે, સર્વસ્વ સમર્પણ કરી તેની પૂજા…
વધુ વાંચો >