નગીન જી. શાહ
વજ્રયાન
વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો…
વધુ વાંચો >વસુનન્દિશ્રાવકાચાર
વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ…
વધુ વાંચો >વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ)
વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ) (લગભગ ઈ. સ. 425) : બૌદ્ધ યોગ વિશેનો ગ્રંથ. બુદ્ધઘોષનો પાલિસાહિત્યનો અમૂલ્ય ગ્રંથ છે. તેને એક રીતે તો બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહી શકાય. તે સમસ્ત પાલિ પિટકોની કૂંચી છે. તેથી તેને ‘તિપિટક-અકહા’ પણ કહેવામાં આવે છે. તેમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાનું વિસ્તારથી વિવરણ છે. આમ તે ખરા અર્થમાં…
વધુ વાંચો >શબ્દપ્રમાણ
શબ્દપ્રમાણ : પ્રાચીન ભારતીય દાર્શનિકોએ સ્વીકારેલું એક પ્રમાણ. શબ્દપ્રમાણનું લક્ષણ છે આપ્તોપદેશ. અર્થાત્, આપ્તવચન શબ્દપ્રમાણ છે. વેદ, શાસ્ત્ર અથવા જ્ઞાની મનુષ્યે કહેલું વાક્ય શબ્દપ્રમાણ છે. અશ્રદ્ધેય વ્યક્તિએ કહેલું વાક્ય પ્રમાણ નથી. ચાર્વાક સિવાય બધા ભારતીય દાર્શનિકો શબ્દપ્રમાણને સ્વીકારે છે; પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ છે કે અનુમાનપ્રમાણમાં જ તે સમાવિષ્ટ છે…
વધુ વાંચો >સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ)
સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ) (ઈ. ચોથી-પાંચમી સદી) : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. શ્વેતામ્બર જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની (ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી) આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેમાં કુલ 167 પ્રાકૃત ગાથાઓ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ જ તે શ્વેતામ્બર અને દિગમ્બર – બંને સંપ્રદાયોને માન્ય છે; તેથી ‘ષટ્ખંડાગમ’ની ‘ધવલા’ ટીકામાં તેનાં ઉલ્લેખો અને ઉદ્ધરણો છે તથા…
વધુ વાંચો >સંસાર
સંસાર : તત્ત્વજ્ઞાનનો એક ખ્યાલ. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ‘સંસાર’નો મુખ્ય અર્થ છે ભવભ્રમણ, સંસરણ, ભવોભવના ફેરા, ભવાન્તરગમન. એટલે જ ‘પુન: પુન: જનન, પુન: પુન: મરણ, પુન: પુન: જનનીજઠરે શયન’ને શંકરાચાર્ય દુસ્તર અપાર સંસાર કહે છે. ભવાન્તરગમન સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા છે. જીવ વર્તમાન જન્મનું શરીર છોડીને નવા સ્થાને જન્મ લેવા જાય…
વધુ વાંચો >સિદ્ધહેમ
સિદ્ધહેમ : સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ. તેનું આખું નામ છે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. તેના કર્તા છે જૈન આચાર્ય હેમચન્દ્ર. ગ્રન્થના શીર્ષકમાં ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને હેમચન્દ્રનાં નામોનાં આગલાં પદોનો નિર્દેશ છે. સિદ્ધરાજ માલવાને જીતી ધારાનગરીનો અમૂલ્ય ભંડાર પાટણ લાવ્યા હતા. તેમાં ભોજે રચેલો ‘સરસ્વતી-કંઠાભરણ’ નામનો વ્યાકરણનો ગ્રન્થ તેમણે જોયો. ગુજરાતમાં ગુજરાતના વિદ્વાનના…
વધુ વાંચો >