ધર્મ-પુરાણ
સેશ્વરવાદ
સેશ્વરવાદ : જુઓ ઈશ્વર.
વધુ વાંચો >સૈયદ અહમદ (1)
સૈયદ, અહમદ (1) : સોહરાવર્દી ફિરકાના એક સૂફી સંત. તેમને સૈયદ અહમદ જહાનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સૈયદ બુરહાનુદ્દીન કુત્બે આલમ સાહેબના ભાવિક મુરીદ હતા. પોતાના ગુરુની માફક તેઓ પણ વિદ્વાન હતા. તેમણે લખેલાં અનેક પુસ્તકોમાં ફારસી ભાષાનાં ‘સફીન તુલ અનસાબ’ (વંશાવળીઓનું પુસ્તક) અને ‘દસ્તૂરે ખિલાફત ફી અલદે…
વધુ વાંચો >સૈયદ અહમદખાન (બરેલવી)
સૈયદ, અહમદખાન (બરેલવી) (જ. 1786; અ. 8 મે 1831, બાલાકોટ) : ઈસુની 19મી સદીમાં હિંદના મુસ્લિમોમાં ધાર્મિક, રાજકીય અને લડાયક જાગૃતિ લાવનાર મુસ્લિમ નેતા. તેઓ રાયબરેલીના વતની હોવાને લીધે ‘બરેલવી’ તરીકે ઓળખાય છે. હિંદમાં ‘વહાબી આંદોલન’ની શરૂઆત કરનાર અથવા તેનો પાયો નાખનાર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સામાન્ય મુસ્લિમ…
વધુ વાંચો >સૈયદ ઉસમાન સમરે બુરહાની
સૈયદ, ઉસમાન સમરે બુરહાની : જુઓ શમ્સે બુરહાની.
વધુ વાંચો >સૈયદ મોહંમદ જોનપુરી
સૈયદ, મોહંમદ જોનપુરી (જ. 1443, જોનપુર; અ. 23 એપ્રિલ 1504, ફર્રાહ) : મેહદવી પંથના સ્થાપક. પોતાને હજરત મહંમદ પેગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેનના વંશજ ગણાવતા હતા. આખું નામ સૈયદ મોહંમદ નૂરબક્ષ જોનપુરી હતું. પાંચ વર્ષની નાની ઉંમરે શાળામાં શિક્ષકોને પોતાના જ્ઞાનથી મુગ્ધ કર્યા. યુવાનીમાં લશ્કરમાં જોડાયા. ઈ. સ. 1482માં જોનપુરમાં…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >સોમ
સોમ : અગ્નિ અને ઇન્દ્ર પછી ત્રીજું સ્થાન ધરાવતા વૈદિક દેવતા. એની કલ્પના સ્વર્ગીય લતાનો રસ અને ચંદ્રમા સાથે કરવામાં આવી છે. આ રસ દેવતા અને મનુષ્ય બંને માટે સ્ફૂર્તિદાયક ગણાયો છે. વૈદિક સાહિત્યમાં સોમરસ તૈયાર કરવાની, યજ્ઞોમાં તેનો વિવિધ રીતે કરવાનો પ્રયોગ તેમજ દેવતાઓને એ સમર્પિત કરવાની વિધિનાં વિસ્તૃત…
વધુ વાંચો >સોમવંશ
સોમવંશ : સોમ-ચન્દ્રથી પ્રવર્તેલો વંશ. પુરાણોમાં સૂર્ય-ચંદ્રથી પ્રવર્તેલા વંશો ઉપરાંત સ્વયંભુવ વંશ, ભવિષ્ય વંશ અને માનવેતર વંશોનાં વર્ણન મળે છે. પૌરાણિક સાહિત્યમાં ઘણોખરો રાજકીય વંશોનો ઇતિહાસ ચંદ્રવંશ સાથે સંબંધિત છે. પ્રાચીન ઇતિહાસમાં સૂર્યવંશી રાજવીઓનું પ્રાબલ્ય હતું; પરંતુ ઉત્તરકાલીન યુગમાં સૂર્યવંશી રાજ્યસત્તા અયોધ્યા, વિદેહ અને વૈશાલીમાં સૂર્યોદિત બની રહી. તેમાંય માંધાતૃ–માંધાતા…
વધુ વાંચો >સોમસુંદરસૂરિ
સોમસુંદરસૂરિ (જ. 1374/સં. 1430 મહા વદ 14, શુક્રવાર, પાલનપુર; અ. 1443/સં. 1499) : પ્રસિદ્ધ જૈનાચાર્ય. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન શ્રેષ્ઠી અને માતાનું નામ માલ્હણદેવી. એમનું સંસારી નામ સોમ. માતાપિતાની સંમતિથી સાત વર્ષની કુમળી વયે 1381(સં. 1437)માં એમને દીક્ષા અપાઈ. એમના દીક્ષાગુરુ આચાર્ય જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા…
વધુ વાંચો >સૌત્રા મણિ
સૌત્રા મણિ : જુઓ યજ્ઞ.
વધુ વાંચો >