ધર્મ-પુરાણ
અષ્ટાંગમાર્ગ : જુઓ, બૌદ્ધધર્મ
અષ્ટાંગમાર્ગ : જુઓ, બૌદ્ધધર્મ.
વધુ વાંચો >અસુર, અસુરો
અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ દૃષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી…
વધુ વાંચો >અહૂરમઝ્દ
અહૂરમઝ્દ : જરથોસ્તી ધર્મ અનુસાર પરમેશ્વર નામ. ‘અહૂર’ શબ્દનો અર્થ થાય છે ‘નિયંતા’, ‘સ્વામી’. ‘મજ્’ શબ્દનો અર્થ થાય છે ‘મહાન’ અને ‘દ’નો અર્થ થાય છે ‘જ્ઞાન’. તે ઉપરથી અહૂરમઝ્દ એટલે ‘જ્ઞાન આપનાર મહાન નિયંતા’. જરથોસ્તી ધર્મ પ્રમાણે અહૂરમઝ્દ સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન જ્ઞાની છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી પેદા થઈ છે…
વધુ વાંચો >અંગદ ગુરુ
અંગદ ગુરુ (જ. 31 માર્ચ 1504, શ્રીમુક્તસર સાહિબ, પંજાબ; અ. 29 માર્ચ 1552, અમૃતસર, પંજાબ) : ગુરુ નાનકના શિષ્ય. મૂળ નામ લહણા. શીખ ધર્મના બીજા ગુરુ. ખડૂર ગામ વતન. એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી; ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું; ‘ગુરુ કા લંગર’ની (વિના મૂલ્યે જમાડવાની) પ્રથા વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો…
વધુ વાંચો >અંગિરસ (2)
અંગિરસ (2) : બ્રહ્માના માનસપુત્ર. અન્ય ઇતિહાસ પ્રમાણે તેઓ અગ્નિથી ઉત્પન્ન થવાને લીધે અંગિરસ કહેવાય છે. તેમનું લગ્ન કર્દમ ઋષિની પુત્રી શ્રદ્ધા સાથે થયું હતું. તેમને બૃહસ્પતિ ઉપરાંત બે પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં. વૈદિક સાહિત્યમાં અંગિરસ એ નામ અનેક વાર આવે છે; ઋગ્વેદના નવમા મંડલનાં કેટલાંક સૂક્તો અંગિરસકુલના દૃષ્ટાઓનાં…
વધુ વાંચો >અંબા
અંબા : કાશીરાજ ઇન્દ્રદ્યુમ્નની જયેષ્ઠ પુત્રી. અંબા, અંબિકા અને અંબાલિકાના સ્વયંવરમાં તમામ રાજાઓને હરાવી ભીષ્મ ત્રણેય પુત્રીઓને હસ્તિનાપુર લઈ ગયા. ભીષ્મનો વિચાર ત્રણેયને વિચિત્રવીર્ય સાથે પરણાવવાનો હતો. પરંતુ અંબા મનથી શાલ્વ રાજાને વરી ચૂકી હતી. આથી ભીષ્મે અંબાને શાલ્વ રાજા પાસે મોકલી. શાલ્વ રાજાએ તેનો અસ્વીકાર કરતાં તે હસ્તિનાપુર પાછી…
વધુ વાંચો >અંબિકા
અંબિકા : હિંદુ ધર્મમાં અંબા, અંબામાતા, અંબાજી, ઉમા, દુર્ગા વગેરે નામોથી પૂજાતાં લોકપ્રિય દેવી. વેદમાં અંબિકાને રુદ્રની ભગિનીરૂપે વર્ણવવામાં આવી છે ને રુદ્ર સાથે બલિદાનનો અંશ ગ્રહણ કરવા માટે એનું પણ આવાહન કરવામાં આવતું. મૈત્રાયણી સંહિતામાં તેને રુદ્રની અર્ધાંગિની કહી છે. ઉત્તરકાલમાં તેની ઉમા અને દુર્ગા સ્વરૂપે પૂજા થવા લાગી.…
વધુ વાંચો >અંબિકા (જૈન)
અંબિકા (જૈન) : જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું નામ અંબિકા છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે તે સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી ચતુર્ભુજ છે. તેના ચાર હાથોમાં આંબાની લૂમ, પાશ, તેડેલું બાળક અને અંકુશ હોય છે. દિગંબર સંપ્રદાય પ્રમાણે એ સિંહ પર આરૂઢ થયેલી અને તેના બે હાથમાં આંબાની…
વધુ વાંચો >આગમ
આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું…
વધુ વાંચો >