ધર્મ-પુરાણ

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ

અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…

વધુ વાંચો >

અશ્વત્થામા (1)

અશ્વત્થામા (1) : પૌરાણિક પાત્ર. ઋષિ દ્રોણાચાર્ય અને ગૌતમીનો એકનો એક પુત્ર. વિશ્વના સાત ચિરંજીવી પૈકી એક. જન્મતાવેંત એ ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ જોરથી હણહણ્યો તેથી આકાશવાણીએ એનું નામ પાડ્યું અશ્વત્થામા. મહાદેવ, અંતક, કામ અને ક્રોધના એકઠા અંશથી એનો જન્મ થયેલો મનાય છે. દ્રોણાચાર્યે એને કૌરવ-પાંડવોની સાથે શસ્ત્રવિદ્યા શિખવાડી. એ દ્રૌપદીસ્વયંવરમાં…

વધુ વાંચો >

અશ્વપતિ

અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે…

વધુ વાંચો >

અશ્વાવબોધતીર્થ

અશ્વાવબોધતીર્થ : અશ્વને જ્યાં પૂર્વભવનો અવબોધ થયેલો તે ભરૂચનું જૈન તીર્થ. ભૃગુપુર(ભરૂચ)ના રાજા જિતશત્રુના અશ્વમેધ ઘોડાને રેવા (નર્મદા) નદીના દર્શનથી જાતિસ્મરણ થયું. પૂર્વભવના મિત્રસમા અશ્વને પ્રતિબોધ આપવા સુવ્રતસ્વામી ખાસ ભરૂચ આવ્યા. મુનિને વંદન કરી જિતશત્રુએ અશ્વનો પૂર્વભવ પૂછ્યો. સુવ્રતસ્વામીના કહેવા પ્રમાણે ચંપાનગરીના રાજા  સુરસિદ્ધનો મિત્ર મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે…

વધુ વાંચો >

અશ્વિનીકુમારો

અશ્વિનીકુમારો : હિન્દુ ધર્મ અનુસાર દેવોના બે ચિકિત્સકો. ભારતીય પૌરાણિક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતું દેવતાયુગ્મ. સૂક્તસંખ્યાના આધારે ઇન્દ્ર, અગ્નિ અને સોમ પછી તરત જ સ્થાન પામતું, અવિભાજ્ય હોવાથી યમજ રહેલું આ દેવતાયુગ્મ વૈદિક પુરાકથાશાસ્ત્રમાં અનોખું મહત્વ ધરાવે છે. અશ્વિનોની પ્રતિનિધિભૂત ઘટનાની સંપૂર્ણ અનિશ્ચિતતાને કારણે તેમની મૂળભૂત પ્રકૃતિનો તથા તેમના વ્યક્તિત્વનો…

વધુ વાંચો >

અષ્ટ દિક્પાલ : જુઓ, દિક્પાલ

અષ્ટ દિક્પાલ : જુઓ, દિક્પાલ.

વધુ વાંચો >

અષ્ટસખા

અષ્ટસખા : ગોપાલકૃષ્ણના સમાનવય, સમાનશીલ અને સમાન-પ્રવૃત્તિ ધરાવતા સખાઓ. પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ, તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજને અષ્ટસખા માનવામાં આવે છે. સાધારણ રીતે ગોપીભાવની ભક્તિ પોતાને સખીરૂપે કલ્પીને કરવામાં આવે છે, જ્યારે સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપસખારૂપે કલ્પે છે. શ્રીકૃષ્ણના બાલ્ય અને કિશોરલીલાના સંગી ગોપ સખાઓમાંના બળરામ…

વધુ વાંચો >

અષ્ટસખી

અષ્ટસખી : રાધાની આઠ પરમશ્રેષ્ઠ સખીઓ. વૈષ્ણવ સંપ્રદાયોની આ વિશિષ્ટ વિભાવના છે. ચૈતન્ય સંપ્રદાયમાં રાધા મહાભાવસ્વરૂપા છે અને તે સુષ્ઠુકાન્તાસ્વરૂપા, ધૃતષોડશશૃંગારા અને દ્વાદશાભરણાશ્રિતા છે. લલિતા, વિશાખા, ચંપકલતા, ચિત્રા, સુદેવી, તુંગવિદ્યા, ઇંદુલેખા અને રંગદેવી – આ આઠેય સખીઓ રાધાથી અભિન્ન છે અને તેઓ રાધાના કાયવ્યૂહરૂપા છે. રાધા-કૃષ્ણ-લીલાનો તેમના દ્વારા વિસ્તાર થાય…

વધુ વાંચો >

અષ્ટસિદ્ધિ

અષ્ટસિદ્ધિ : પ્રાચીન ભારતનાં દર્શનો વગેરેમાં ગણાવવામાં આવેલી અને તપ દ્વારા મળેલી વિશિષ્ટ શક્તિઓ. સિદ્ધિ શબ્દ પૌરાણિક પાત્રોનાં નામને પણ સૂચવે છે. સિદ્ધિ એ શિવપુરાણ મુજબ ગણેશની પત્નીનું નામ છે. રામાયણ મુજબ રાજા જનકના પુત્ર લક્ષ્મીનિધિની પત્નીનું નામ સિદ્ધિ હતું. મહાભારત મુજબ કુંતીના સ્વરૂપે પ્રગટ થયેલી દેવીનું નામ સિદ્ધિ છે…

વધુ વાંચો >

અષ્ટાવક્ર

અષ્ટાવક્ર : પ્રાચીન ભારતીય ઋષિ. તેમના પિતાનું નામ કહોડ અથવા કહોલ ઋષિ હતું. ઉદ્દાલક ઋષિની પુત્રી સુજાતા અષ્ટાવક્રની માતા હતી. તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા પોતે લીધેલા પાઠનું આવર્તન કરી રહ્યા હતા એ જોઈ ગર્ભમાં રહેલા અષ્ટાવક્રે પિતાને પ્રશ્ન કર્યો કે તમારે હજી પણ આવર્તન કરવું પડે છે ?…

વધુ વાંચો >