ધર્મ-પુરાણ

અરનાથ

અરનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 18મા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા સુદર્શન અને તેની પત્ની દેવીના પુત્ર અરનાથનો જન્મ માગશર સુદ દસમના રોજ થયો હતો અને તેઓ માગશર સુદ દસમે જ નિર્વાણ પામ્યા હતા. તેમનું આયુષ્ય 84 હજાર વર્ષનું હોવાનું જૈન પરંપરા જણાવે છે. 21 હજાર વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…

વધુ વાંચો >

અરિષ્ટનેમિ

અરિષ્ટનેમિ : જૈનપરંપરામાં 24 તીર્થંકરો પૈકીના 22મા તીર્થંકર. કુશાર્ત દેશના શૌર્ય નગરના હરિવંશના રાજા સમુદ્રવિજય અને તેની પત્ની શિવાદેવીના પુત્ર અરિષ્ટનેમિનો જન્મ કાર્તિક વદ બારશે થયો હતો. તેઓ કૃષ્ણ વાસુદેવના પિત્રાઈ ભાઈ થતા હતા. એમનું સગપણ ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે થયું હતું, પણ લગ્નોત્સવના ભોજન અર્થે થતી પશુહિંસા જોઈ વૈરાગ્ય…

વધુ વાંચો >

અર્જુન (1)

અર્જુન (1) : કુન્તીએ દુર્વાસાના ઇન્દ્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરેલ ક્ષેત્રજ પુત્ર. હિમાલયના શતશૃંગ પર્વત ઉપર જન્મ. શ્રીકૃષ્ણના પ્રાણપ્રિય સખા અને શિષ્ય. નર ઋષિના અવતાર. વિદ્યાર્જનમાં અત્યંત એકાગ્ર, દક્ષ, ખંતીલા અને તેજસ્વી. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઉદ્યુક્ત. દ્રોણાચાર્યના શિષ્યોમાં સર્વોત્તમ. અર્જુનનો પરાભવ ન થાય તેથી દ્રોણે છળથી એકલવ્યનો…

વધુ વાંચો >

અર્જુનદેવ (ગુરુ)

અર્જુનદેવ (ગુરુ) (જ. 15 એપ્રિલ 1563, ગોઇંદવાલ, જિ. અમૃતસર; અ. 30 મે 1606, લાહોર) : શીખોના પાંચમા ગુરુ, કવિ, વિદ્વાન તથા તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ અર્થાત્ ‘આદિગ્રંથ’ના સંકલનકર્તા. ગુરુ રામદાસના નાના પુત્ર. અમૃતસરના સુવર્ણમંદિરનું મુખ્ય દેવસ્થાન હરિમંદિર તેમણે 1589માં બંધાવ્યું અને તેના પાયાની ઈંટ મુસ્લિમ સૂફી સંત મિયાં મીરના…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

અલ્લાહ (અલ-ઇલાહ)

અલ્લાહ (અલ-ઇલાહ) : મક્કાવાસીઓના સર્વશ્રેષ્ઠ પૂજનીય દેવ. આ નામ ઘણું જૂનું છે. દક્ષિણ અરબસ્તાનના બે શિલાલેખોમાં એ નામ આવે છે. હિજરી સનનાં પાંચ સો વર્ષ પૂર્વે સર્ફા નામની જગ્યાના શિલાલેખમાં એ નામ ‘હલ્લાહ’ લખાયેલું છે; એવી જ રીતે ઉમ્મુલ જમીલ(સીરિયા)ના લેખમાં હિજરી સનનાં 500 વર્ષ પૂર્વે આ શબ્દનો ઉપયોગ થયો…

વધુ વાંચો >

અવતાર અને અવતારવાદ

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

અવધૂત સંપ્રદાય

અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે. અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે.…

વધુ વાંચો >

અવલોકિતેશ્વર

અવલોકિતેશ્વર : મહાન બોધિસત્વ. અવલોકિતેશ્વરના સામાન્યત: ચાર અર્થો થાય છે : (1) માનવને જે કંઈ દેખાય છે તેના સ્વામી, (2) પ્રચલિત સ્થાનના સ્વામી, (3) માનવને દેખાતા ઈશ્વર, (4) જેનો સાક્ષાત્કાર થયો છે તેવો ઈશ્વર. ટિબેટ અને ભારતના વિદ્વાનોના મતાનુસાર અવલોકિતેશ્વર એટલે માનવીઓ પ્રત્યે કરુણાદૃષ્ટિથી જોનારો ઈશ્વર. એ બધી બાજુએથી બધું…

વધુ વાંચો >

અવેસ્તા (ઝંદ)

અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી…

વધુ વાંચો >