ધર્મ-પુરાણ

જિનપ્રભસૂરિ

જિનપ્રભસૂરિ : જિનપ્રભ નામના ઘણા આચાર્યો થયા છે. પ્રસ્તુત જિનપ્રભ ‘વિવિધ તીર્થકલ્પ’ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિના રચનાકાર છે અને સ્તોત્રસાહિત્યના વિશિષ્ટ નિર્માતા છે. જિનપ્રભસૂરિ જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને લઘુ ખરતરગચ્છ—અપર નામ શ્રીમાલગચ્છના સંસ્થાપક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા. જિનપ્રભસૂરિ વૈશ્ય વંશના હતા. એમનું ગોત્ર તામ્બી હતું. તે હિલવાડીનિવાસી શ્રેષ્ઠી મહિધરના પૌત્ર અને…

વધુ વાંચો >

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી)

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી) : નિવૃત્તિ કુળના મહાન આચાર્ય. તેમના બે ભાષ્યગ્રંથ હાલ ઉપલબ્ધ છે : (1) જિતકલ્પ ભાષ્ય તથા (2) વિશેષાવશ્યક ભાષ્ય. ‘જિતકલ્પ ભાષ્ય’માં જ્ઞાનપંચક, પ્રાયશ્ચિત્ત વગેરે અનેક આવશ્યક વિષયોનું વર્ણન છે. આવશ્યક સૂત્ર ઉપર 3 ભાષ્ય છે. તેમાં ‘વિશેષાવશ્યક ભાષ્ય’ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક સૂત્ર ઉપર…

વધુ વાંચો >

જિનેન્દ્રબુદ્ધિ

જિનેન્દ્રબુદ્ધિ (આશરે 750) : સંસ્કૃત વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયી ઉપર વામન અને જયાદિત્યે લખેલી કાશિકા નામની વૃત્તિ ઉપર ‘ન્યાસ’ નામની ટીકા લખનાર ટીકાકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીની એક પોથીમાં એમનું નામ સ્થવિર જિનેન્દ્ર એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને જિનેન્દ્રબુદ્ધિ પોતે પોતાને श्रीबोधिसत्वदेशीयाचायं તરીકે ઓળખાવે છે. આ ઉપરથી તેઓ બૌદ્ધધર્માનુયાયી…

વધુ વાંચો >

જિનેશ્વરસૂરિ

જિનેશ્વરસૂરિ (ઈ. સ.ની અગિયારમી સદી) : સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર-પ્રબંધકોના રચયિતા. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે ભાઈ સુવિહિતમાર્ગી શ્વેતાંબર પરંપરાના વિદ્વાન હતા. બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જાણકાર, શાસ્ત્રોક્ત કર્મમાં નિષ્ઠાવાન અને વ્યાકરણશાસ્ત્ર રચનાર હતા. પાટણના રાજા દુર્લભરાજના પુરોહિત સોમેશ્વર, ત્યાંના યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ વગેરેને પોતાના વર્ચસથી વિશેષ પ્રભાવિત કરીને, પાટણમાં સુવિહિતમાર્ગી…

વધુ વાંચો >

જીલાની, અબ્દુલ કાદિર

જીલાની, અબ્દુલ કાદિર (હ.) (જ. 1077–78, ઉત્તર-પશ્ચિમ ઈરાન; અ. 1165–66, બગદાદ) : તમામ ઇસ્લામી શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન. તસવ્વુફમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. 18 વર્ષની ઉંમરે 1096–97માં બગદાદને પોતાની શૈક્ષણિક અને સુધારાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. તેમણે ભૌતિકવાદ વિરુદ્ધ અધ્યાત્મવાદની ચળવળ શરૂ કરી, અધ્યાત્મવાદના વ્યક્તિગત અને સામૂહિક પ્રશિક્ષણની નવીન પદ્ધતિ…

વધુ વાંચો >

જીવ

જીવ : ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂત ત્રણ વિચારણીય પ્રધાન તત્વો – ઈશ્વર, જીવ અને જગત – એમાંનું એક. જીવ એટલે વ્યક્તિગત ચૈતન્ય (individual soul). તે અંતરાત્મા (inner self) કે દેહાત્મા (embodied soul) પણ કહેવાય છે. તે અહંપ્રત્યયગોચર એટલે કે ‘હું’ એવી પ્રતીતિનો વિષય છે. કોઈ દર્શનમાં તેને પરમ ચૈતન્ય કે પરબ્રહ્મનું…

વધુ વાંચો >

જીવ ગોસ્વામી

જીવ ગોસ્વામી (ઈ. સ. 1513 અથવા 1523+) : ગૌડ સંપ્રદાયના પ્રવર્તકોમાંના એક. ચૈતન્ય મહાપ્રભુ તથા રૂપ ગોસ્વામીના તેઓ સમકાલીન હતા. તેમનો જન્મ શક સંવત 1435 અથવા 1445માં પોષ સુદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભ હતું. તેઓ બાકલાચંદ્ર દ્વીપ, ફતેયાબાદ તથા રામકિલગ્રામમાં નિવાસ કરતા હતા. વલ્લભના મોટા ભાઈ…

વધુ વાંચો >

જુડા

જુડા : ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલના જૂના કરારમાં ઉલ્લેખ્યા પ્રમાણે જૅકબ અને લીહના ચોથા પુત્ર. તેમનો જીવનવૃત્તાંત બાઇબલના પ્રથમ ગ્રંથ ઉત્પત્તિખંડ(Genesis)માં છે. બાઇબલમાંની ઘટનાઓના વિવરણની શરૂઆત ઉત્પત્તિખંડથી થાય છે અને પશ્ચિમના ધર્મો તેને ઈશ્વરના વચન તરીકે સ્વીકારે છે. ઇઝરાયલના 12 પૈકીના એક કબીલાના પિતામહ તરીકે જુડાની ગણના થાય છે અને તેથી…

વધુ વાંચો >

જુહૂ બ્રહ્મજાયા

જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી…

વધુ વાંચો >

જૂપિટર 

જૂપિટર  : પ્રાચીન રોમ અને ઇટાલીના મુખ્ય દેવ. તેનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. તેમનું સૌથી પ્રાચીન નામ-વિશેષણ ‘પ્રકાશ લાવનાર’ હતું. આકાશ ઉપરાંત તે વરસાદ, વીજળી અને ગર્જનાના પણ દેવ હતા. દુષ્કાળ નિવારવા અને વરસાદ લાવવા માટે તેમની પૂજા કરી બલિ તરીકે સફેદ બળદ આપવામાં આવતો. સમગ્ર ઇટાલીમાં ટેકરીઓના શિખરે અને…

વધુ વાંચો >