ધર્મ-પુરાણ

કુમારિકાતીર્થ

કુમારિકાતીર્થ : સ્કંદપુરાણના કુમારિકાખંડમાં ઉલ્લેખાયેલું મહી નદીના સાગર સંગમ પાસેનું કામ્યનગર. આ નગરનું પ્રાચીન નામ તે સ્તંભતીર્થ (વધુ સાચું તો  स्कम्भतीर्थ ખંભાત). એને જ ‘ગુપ્તક્ષેત્ર’ કે ‘કુમારિકાક્ષેત્ર’ પણ કહેવામાં આવે છે. ‘પૅરિપ્લસ’ નામની ભૂગોળમાં ઈ. સ.ની પહેલી સદી આસપાસના મુસાફરે આ પુણ્યતીર્થને ‘કૌમાર’ નામથી બતાવ્યું છે. (ભારતવર્ષના તદ્દન દક્ષિણ છેડે…

વધુ વાંચો >

કુરાન

કુરાન : મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ. ઇસ્લામના સ્થાપક હજરત મુહમ્મદ (સ. અ.) સાહેબની તેમના જીવનકાળનાં 23 વર્ષોના ગાળામાં ફિરિશ્તા (દેવદૂત) જિબ્રઇલ દ્વારા અવારનવાર ઓછાવત્તા એટલે હિ. સ. 430(ઈ. સ. 1338-39)માં હજ્જાજ બિન સકફીએ કુરાનના દરેક શબ્દ પર અઅરાબ-સંજ્ઞા તથા હિ. સ. 486(ઈ. સ. 1093)માં નુક્તા મુકાવ્યા. ત્યારબાદ ખાલિદ બિન બસરીએ તશ્દીદ,…

વધુ વાંચો >

કુરુ

કુરુ : પૌરાણિક પરંપરા અનુસાર પુરુ શાખાનો રાજા. તેનું પૂરું નામ કુરુશ્રવણ, તેના પૂર્વજ ત્રસદસ્યુના નામ પરથી તે ‘ત્રાસદસ્યવ’ને નામે પણ ઓળખાતો. તેનાથી કુરુવંશ ચાલ્યો. તે સરસ્વતીથી ગંગા સુધીના પ્રદેશ પર શાસન કરતો હતો. તેની રાજધાની આસંદીવંતમાં હતી. આ કુરુશ્રવણના નામ પરથી સમય જતાં હસ્તિનાપુરનો પ્રાચીન ભારત-વંશ ‘કૌરવ-વંશ’ તરીકે ઓળખાયો…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુરુદેશ

કુરુદેશ : પૌરાણિક પરંપરા અનુસાર ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે ર્દષદ્વતી વચ્ચે આવેલો પ્રદેશ. વેદકાળ દરમિયાન કુરુ રાજ્યમાં હાલનાં થાણેશ્વર, દિલ્હી અને અપર ગંગા-દોઆબનો સમાવેશ થતો. વેદસંહિતાઓ, બ્રાહ્મણ, ઉપનિષદ અને સૂત્રકાળમાં કુરુક્ષેત્ર એ મુખ્ય સ્થળ હતું, જે કુરુપાંચાલોનો પ્રદેશ કહેવાતો. તેની દક્ષિણે ખાંડવ, ઉત્તરે તુર્ધ્ન અને પશ્ચિમે પરીણા આવેલાં હતાં. વશો…

વધુ વાંચો >

કુરુ-પાંચાલો

કુરુ-પાંચાલો : પ્રાચીન ભારતની શક્તિશાળી ચંદ્રવંશી જાતિઓ. તે એકબીજાની મિત્ર અને મદદગાર હતી. વૈદિક સમયમાં કુરુ વંશ અને ભરત વંશના લોકો એક બનીને કુરુ તરીકે ઓળખાયા, જ્યારે તુર્વસુ અને ક્રિવી વંશના લોકો સંયુક્ત બનીને પાંચાલો તરીકે ઓળખાયા. એ પછી કુરુ અને પાંચાલ એક બનીને કુરુ-પાંચાલો તરીકે ઓળખાયા. બ્રાહ્મણો રચાયાં તે…

વધુ વાંચો >

કુરુવંશ

કુરુવંશ : બ્રાહ્મણ સાહિત્યમાં વર્ણવેલી એક મહત્વની પ્રજા. મોટા ભાગના બ્રાહ્મણગ્રંથ ‘કુરુઓ’ની સત્તાના પ્રદેશ કુરુ-પાંચાલમાં રચાયા હતા. ‘કુરુ’ સંજ્ઞા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હમેશાં ‘કુરુ-પાંચાલ’ એવા જોડિયા નામે પ્રયોજાયેલી છે. ભાષા અને યજ્ઞ પદ્ધતિ પણ આ પ્રદેશમાં ઉત્તમ હતી. અહીં રાજસૂય યજ્ઞોનું પણ યજન થયેલું. ઉપનિષદોમાં કુરુ-પાંચાલના બ્રાહ્મણોની વિશિષ્ટતા જોવા મળે…

વધુ વાંચો >

કુરુષ

કુરુષ : પાર્સ(ઈરાન)ના હખામની વંશના સ્થાપક. કુરુષે (જેને ગ્રીક ભાષામાં Cyrus – કિરુસ – કહ્યો છે ને જેનો રાજ્યકાલ લગભગ ઈ. પૂ. 558-530 હતો) ગેડ્રોસિયા (મકરાણ) થઈ સિંધુ દેશ (સિંધ) જીતવા કોશિશ કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. પરંતુ એ ગંધાર દેશનો ઘણો ભાગ જીતી લેવામાં સફળ થયો. ત્યારે સિંધુ…

વધુ વાંચો >

કુશસ્થલી

કુશસ્થલી : પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે આનર્ત દેશની ઇક્ષ્વાકુ વંશની એક શાખા શાર્યાતોની અરબી સમુદ્રતટે આવેલી રાજનગરી. તે જ યાદવોની દ્વારવતી અને આજની દ્વારકા. રૈવત કકુદ્મી એનો સ્વામી હતો. તે નગરી રૈવતક(ગિરનાર)થી સુશોભિત હતી. પુણ્યજન રાક્ષસોએ તેનો વિનાશ કર્યો. પૌરાણિક વૃત્તાંત મુજબ શાર્યાત કુળના રાજા રૈવત કકુદ્મી, પુત્રી રેવતી માટે સુયોગ્ય…

વધુ વાંચો >

કુંથુનાથ

કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું…

વધુ વાંચો >