ધર્મ-પુરાણ

કઠ જાતિ

કઠ જાતિ : સિકંદરનો પંજાબમાં સામનો કરનાર વીર જાતિ. તેનો ઉપનિષદોમાં તથા યાસ્ક, પાણિનિ, પતંજલિ અને કાશ્મીરના સાહિત્ય વગેરે દ્વારા ઉલ્લેખ થયો છે. તેના મર્ચ, ઉદીચ્ય અને પ્રાચ્ય એવા ત્રણ પેટાવિભાગો હતા. ઉદીચ્ય કઠો આલ્મોડા, ગઢવાલ, કુમાઉં, કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં વસતા હતા. મૂળ ખોતાન, સીસ્તાન, શકસ્તાન તથા મધ્ય એશિયામાં લાંબો…

વધુ વાંચો >

કણ્વ – કાણ્વ

કણ્વ – કાણ્વ : ગોત્રપ્રવર્તક અને સૂક્તદ્રષ્ટા આંગિરસ. ‘ઋગ્વેદ’નાં કુલ સાત મંડળોના પ્રમુખ ઋષિઓમાંના એક. આઠમા મંડળની ઋચાઓની રચના કણ્વ પરિવારની છે. ‘ઋગ્વેદ’ અને અન્ય વૈદિક સાહિત્યમાં કણ્વનો વારંવાર ઉલ્લેખ આવે છે. એમના પુત્ર અને વંશજોનો નિર્દેશ कण्वा:, कण्वस्य सूनव:, काण्वायना: અને કાણ્વ નામોથી આવે છે. કણ્વના વંશજનો ઉલ્લેખ એકવચનમાં…

વધુ વાંચો >

કનકદાસ

કનકદાસ (જ. 30 નવેમ્બર 1509, બાડા, કર્ણાટક; અ. 1607) : કર્ણાટકના હરિદાસો પૈકીના એક અગ્રણી સંત અને ભક્તકવિ. તે પુરન્દરદાસ જેટલા જ લોકપ્રિય હતા. ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાના બાડા ગામમાં ભગવાન વેંકટેશ્વરની કૃપાથી માતા વિરપય્યાની કૂખે તેમનો જન્મ થયાનું કહેવાય છે. પછી તેમનું તિમ્મપ્પા નાયક નામ રાખવામાં આવ્યું. તેમના પિતા…

વધુ વાંચો >

કનક મુનિ

કનક મુનિ : બૌદ્ધ ધર્મના સાત માનુષી બુદ્ધોમાંના પાંચમા બુદ્ધ. અશોકે રાજ્યાભિષેકના ચૌદમા વર્ષે કનક મુનિના સ્તૂપને બમણો કરાવ્યો હોવાનો નિર્દેશ અશોકના નિગલી સાગર (નિગ્લીવ) સ્તંભલેખમાં જોવા મળે છે. અભિષેકને 20 વર્ષ થયે અશોકે જાતે આવીને કનક મુનિની પૂજા કરી અને શિલાસ્તંભ ઊભો કરાવ્યો. પાંચ ધ્યાની બુદ્ધોમાંના બીજા ધ્યાની બુદ્ધ…

વધુ વાંચો >

કન્ફેશન

કન્ફેશન : પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અંગેનો ખ્રિસ્તી ધર્મનો એક સંસ્કાર. એમાં મનુષ્ય પોતે કરેલાં પાપને કબૂલી, પ્રાયશ્ચિત્ત કરીને ઈશ્વરની ક્ષમા યાચે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાયશ્ચિતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઈસુએ કહ્યું છે કે જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે…

વધુ વાંચો >

કપિલ મુનિ

કપિલ મુનિ : સાંખ્યદર્શનના આદ્ય પ્રણેતા. શ્વેતાશ્વેતરોપનિષદ-(5.2)માં કપિલને હિરણ્યગર્ભના અવતાર તરીકે નિર્દેશ્યા છે. મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્મ-ઉપપર્વમાં તેમને સાંખ્યના વક્તા ગણ્યા છે. શ્રીમદભગવદગીતા (10.26) તેમને સિદ્ધશ્રેષ્ઠ અને મુનિ તરીકે વર્ણવે છે. રામાયણના બાલકાણ્ડમાં કપિલ યોગીને વાસુદેવના અવતાર અને સગરના સાઠ હજાર પુત્રોને ભસ્મ કરનાર કહ્યા છે. ભાગવતપુરાણના કાપિલેયોપાખ્યાનમાં કપિલને વિષ્ણુના અવતાર…

વધુ વાંચો >

કબાલા

કબાલા : વિશિષ્ટ યહૂદી રહસ્યવાદની સંજ્ઞા. (અંગ્રેજી જોડણી KABALA, KABBALAH, CABALA, CABBLA અથવા CABBALAH) : મૂળ હિબ્રૂમાં તેનો અર્થ છે ‘ટ્રૅડિશન’ એટલે કે પરંપરા. ઈસવી સનની બારમી સદી અને તે પછીના સમયમાં પ્રચલિત આ પરંપરા તત્વત: મૌખિક રહી છે, કેમકે એનાં વિધિવિધાનોમાં દીક્ષા સ્વયં કોઈ ગુરુ દ્વારા જ અપાય છે,…

વધુ વાંચો >

કબીરપંથ

કબીરપંથ : કબીરના નામે અનુયાયીઓએ ઊભો કરેલો અને બાર મુખ્ય શાખા ધરાવતો પંથ. સંત કબીર પંથ સ્થાપવામાં માનતા નહોતા. તેમના શિષ્યોમાં મુખ્ય ધર્મદાસ, સુરતગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્ત્વા, જગ્ગૂદાસ (જાગૂદાસ) આદિ હતા. આમાંના ધર્મદાસ પટ્ટશિષ્ય હતા. કબીરના મૃત્યુ પછી ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી અને સુરતગોપાલે કાશીવાળી શાખા…

વધુ વાંચો >

કમળ (પ્રતીક)

કમળ (પ્રતીક) : ભારતીય કલા, ધર્મ અને દર્શનમાં કમળ એ સૌથી મહત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડિયો વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ એ પ્રાણનું એવું રૂપ છે જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ અથવા જીવનને આહવાન…

વધુ વાંચો >

કરબલા

કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…

વધુ વાંચો >