ધર્મ-પુરાણ
ઉત્તરમદ્ર (વેદમાં)
ઉત્તરમદ્ર (વેદમાં) : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. ઉત્તરમદ્રનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુની સાથે જ આવે છે. ઉત્તરમદ્ર જાતિના લોકો હિમાલયની પેલે પાર રહેતા હતા. બ્રાહ્મણમાં વર્ણવેલી એક હકીકત પ્રત્યે ઝિમરમૅન ધ્યાન દોરે છે કે કામ્બોજ ઔપમન્યવ મદ્રગારનો શિષ્ય હતો અને આ ઉપરથી અનુમાન કરે છે કે કામ્બોજ અને મદ્ર સ્થળની ર્દષ્ટિએ…
વધુ વાંચો >ઉત્તરમીમાંસા
ઉત્તરમીમાંસા : ષડ્દર્શનમાંનું એક દર્શન. વેદના મંત્ર અને બ્રાહ્મણોમાં વિધાનોનું સ્પષ્ટીકરણ કરનારું શાસ્ત્ર તે મીમાંસા. મીમાંસા એટલે તલસ્પર્શી વિચારણા. વેદમાં યજ્ઞાદિકર્મપરક અને ઈશ્વરવિષયક વિધાનો છે. કર્મપરક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે કર્મમીમાંસા અને ઈશ્વરવિષયક વિધાનોની વિચારણા કરનાર શાસ્ત્ર તે બ્રહ્મમીમાંસા. વૈદિક કર્મોના અનુષ્ઠાન વડે અંત:કરણ શુદ્ધ થાય પછી તેમાં ઈશ્વરનો…
વધુ વાંચો >ઉત્તરાયણ
ઉત્તરાયણ : જુઓ મકરસંક્રાંતિ.
વધુ વાંચો >ઉદયન
ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને…
વધુ વાંચો >ઉદ્ગીથ-2
ઉદ્ગીથ-2 : સામગાનનો મુખ્ય ભક્તિવિભાગ. ઉદ્ગાતાએ ગાયેલી તે ઉદ્ગીથ ભક્તિ. સામગાનના ભક્તિ, વિદ્યા કે વિભક્તિના નામે ઓળખાતા વિભાગો પાંચ છે : પ્રસ્તાવ, ઉદગીથ, પ્રતિહાર, ઉપદ્રવ અને નિધન. પ્રસ્તોતા નામે ઉદ્ગાતાનો સહાયક ઋત્વિજ હૂઁકાર મંત્રથી ગાનનો આરંભ કરે એ પ્રસ્તાવ નામથી પ્રથમ ભક્તિ કહેવાય. પછી ઉદ્ગાતા પોતે ૐકારના ઉચ્ચાર સાથે મુખ્ય…
વધુ વાંચો >ઉપપુરાણ
ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં…
વધુ વાંચો >ઉપરૂપક
ઉપરૂપક : રૂપક(drama)નો પેટાપ્રકાર. તેમાં લંબાણ ઓછું હોય છે અને સંગીત સાથે નૃત્ય પ્રસ્તુત થતું હોય છે. ભારતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉપરૂપકનો ઉલ્લેખ નથી, પરંતુ ‘અગ્નિપુરાણ’ અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકના અઢાર પ્રકાર દર્શાવાયા છે : (1) નાટિકા, (2) ત્રોટક, (3) ગોષ્ઠિ, (4) સક, (5) નાટ્યરાસક, (6) પ્રસ્થાન, (7) ઉલ્લાવ્ય, (8) કાવ્ય, (9)…
વધુ વાંચો >ઉર્વશી(1)
ઉર્વશી(1) : પુરાણપ્રસિદ્ધ અપ્સરા. પૌરાણિક ઉલ્લેખો અનુસાર નારાયણનો તપોભંગ કરવા સારુ ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓને પોતાનો પ્રભાવ બતાવવા નારાયણે પોતાના ઊરુસ્થલમાંથી ઉર્વશી આદિ અપ્સરાઓ ઉત્પન્ન કરી હતી. ‘ઊરુમાંથી જન્મેલી તે ઉર્વશી’ એવી વ્યુત્પત્તિ દૂરાન્વયયુક્ત લાગે છે. ઋક્સંહિતાના દસમા મંડળનું પંચાણુંમું સૂક્ત ઉર્વશી-પુરુરવાનું સંવાદસૂક્ત છે. ચંદ્રવંશી બુધનો પુત્ર પુરુરવા ઐલ દેવાસુરસંગ્રામમાં દેવપક્ષે…
વધુ વાંચો >
ઉદ્ગીથ-1
ઉદ્ગીથ-1 (ઈ.સ.ની સાતમી શતાબ્દી) : ઋગ્વેદના એક ભાષ્યકાર. તેમનું ઋગ્વેદસંહિતા પરનું અપૂર્ણ ભાષ્ય ઉપલબ્ધ છે. ઋગ્વેદમંડલ 10-5-4થી 10-12-5 અને 10-83-6 સુધીનું ભાષ્ય હોશિયારપુરથી 1965માં પ્રસિદ્ધ થયેલ અનેક ટીકાવાળા ઋગ્વેદમાં મળે છે. ઉદ્ગીથના ભાષ્યની પુષ્પિકામાં મળતા શબ્દો પરથી વિદ્વાનો તેમને વલભીનિવાસી માને છે. આમ વેદ પર ભાષ્ય રચનાર ગુજરાતી વિદ્વાન તરીકે…
વધુ વાંચો >