દિલીપ શુક્લ

દેડકો

દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું…

વધુ વાંચો >

દેવચકલી

દેવચકલી (Indian Robin) : ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું…

વધુ વાંચો >

પેલિકન

પેલિકન : પેલિકેનિફૉર્મિસ શ્રેણીના પેલિકેનિડે કુળનું વિશાળકાય જળચર પક્ષી. તેને ગુજરાતમાં ‘પેણ’ના નામે ઓળખવામાં આવે છે. પ્રજાતિ પેલિકેનસ હેઠળ કુલ 7 જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમને કદના આધારે બે સમૂહમાં મૂકવામાં આવે છે. બંને સમૂહોનું પ્રતિનિધિત્વ કરતી ગુલાબી પેણ (Rosy Pelican – P. onocrotalus) અને રૂપેરી પેણ (Grey Pelican –…

વધુ વાંચો >

પેંગ્વિન

પેંગ્વિન : સ્ફેનિસ્કિફૉર્મિસ શ્રેણીના સ્ફેનિસ્કિડે કુળનાં મજબૂત બાંધાવાળાં, નાના પગવાળાં, ઊડવા અસમર્થ પરંતુ કુશળ તરવૈયા તરીકે જાણીતાં, ઠંડા દરિયામાં વાસ કરતાં જળચારી પક્ષી. તે પ્રજનનાર્થે વિષુવવૃત્ત પ્રદેશમાં આવેલ ગેલાપેગૉસ આર્ચિપેલાગો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને તે વિસ્તારમાં આવેલા ટાપુમાં સ્થળાંતર કરે છે. માત્ર એડેલી અને એમ્પરર નામે ઓળખાતાં પેંગ્વિન…

વધુ વાંચો >

પોપટ (parakeet/parrot)

પોપટ (parakeet/parrot) : માનવીના શબ્દોચ્ચારનું અનુકરણ કરવાની ખાસિયતને લીધે પાલતુ પ્રાણીઓમાં અગત્યનું  સ્થાન ધરાવતું એક પક્ષી. ભારતમાં વ્યાપક રીતે પરિચિત એવા પોપટનું શાસ્ત્રીય નામ છે Psittacula krameri, borealis negmann. ગુજરાતમાં પોપટને ‘સૂડો’ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Rose ringed green parakeet છે. પોપટની ગણના Pscittaciformes શ્રેણીના Psittacidae કુળમાં થાય…

વધુ વાંચો >

બબૂન

બબૂન : સસ્તન વર્ગની અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું એક પ્રાણી. તેનું વર્ગીકરણ ઍન્થ્રોપૉઇડિયા ઉપશ્રેણીના કેટાહ્રિની કુળમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જૉન રે (1627–1705) નામના પ્રકૃતિવિદે બબૂનની ઓળખ સૌપ્રથમ આપી હતી. પ્રજાતિ પેપિયો હેઠળ બબૂનની પાંચ જાતિઓ જોવા મળી, જેમાં પ્રચલિત અને વિશાળ ફેલાવો ધરાવતી જાતિનું શાસ્ત્રીય નામ Papio hamadryas છે, જે…

વધુ વાંચો >

બિલાડી

બિલાડી : સસ્તન વર્ગના માંસાદ (carnivora) શ્રેણીના ફેલિડે કુળનું  પ્રાણી. બિલાડીની જાતિનાં પ્રાણીઓ તરીકે ઘરબિલાડી ઉપરાંત વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, પ્યુમા વગેરેનો સમાવેશ થાય છે. આશરે 4,00,00,000 વર્ષો પહેલાં પ્રારંભિક ઑલિગોસિન સમયના પ્રાપ્ત જીવાશ્મોના આધારે, તે સમયે ‘ડિનિક્ટિસ’ નામની પ્રાચીન બિલાડીનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે. આ બિલાડીનાં ઘણાં લક્ષણો…

વધુ વાંચો >

માળો (Nest)

માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…

વધુ વાંચો >

મોર

મોર (Peacock) : અત્યંત સુંદર અને ધ્યાનાકર્ષક એવું એક વિહગ વર્ગની ગેલિફૉર્મિસ-શ્રેણીનું પ્રાણી. શાસ્ત્રીય નામ Pavo cristatus. તેની વરણી ભારતના રાષ્ટ્રીય પક્ષી (national bird) તરીકે થયેલી છે. આમ તો આ પક્ષી ગીધના કદનું હોય છે. અલબત્ત, તેની લાંબી પૂંછડીને કારણે મોર વિશાળ દેખાય છે. તેની કલાત્મક દેહભંગી અને સૌંદર્યને કારણે…

વધુ વાંચો >

લક્કડખોદ (wood-pecker)

લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે. વૈશિષ્ટ્યપૂર્ણ…

વધુ વાંચો >