દશરથલાલ વેદિયા

શૂદ્ર

શૂદ્ર : હિંદુ ધર્મના ચાર વર્ણોમાંનો એક. પુરુષસૂક્તમાં વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રને ઉત્પન્ન થયેલો ગણાવાયો છે. અર્થાત્ સમાજસેવાનો ભાર શૂદ્રોને સોંપાયો હતો, પણ તેથી તે નીચ કે હલકો ગણાતો ન હતો; પરંતુ પ્રથમ ત્રણ વર્ણના કામ માટે અયોગ્ય ગણાતો હતો. પુરુષસૂક્ત અનુસાર સમાજના ચારેય વર્ણ ચાર વર્ગો રૂપે અલગ અલગ…

વધુ વાંચો >

શ્રદ્ધા

શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં…

વધુ વાંચો >

શ્રાદ્ધ

શ્રાદ્ધ : હિંદુ ધર્મમાં મૃતક પાછળ થતો વિધિ. श्रद्धया यद्दीयते तच्छाद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) વિજ્ઞાનેશ્વર દાન અને શ્રાદ્ધનો ભેદ બતાવતાં કહે છે કે, ‘श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः ।’ – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતા દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના એકોદ્દિષ્ટ અને પાર્વણ…

વધુ વાંચો >

સભા અને સમિતિ – 1

સભા અને સમિતિ – 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે…

વધુ વાંચો >

સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં)

સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં) : યાસ્કે આપેલી सम्-उद्-द्रवन्ति नद्य​: એવી નિરુક્તિ અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે ‘પૃથ્વી પર રહેલો પાણીનો સમૂહ’. अन्तरिक्ष वै समुद्र​: એટલે કે ચડી આવતાં જળભર્યાં વાદળો એવો અર્થ પણ યાસ્કે આપ્યો. ‘અમરકોષ’માં બધાંને ભીંજવનાર જળભર્યા સાગરને ‘સમુદ્ર’ કહ્યો છે. સાગરની ઉત્પત્તિ બ્રહ્માના મેઢ્ર(જનનેન્દ્રિય)થી થઈ છે. તેના…

વધુ વાંચો >

સર્વેશ્વરવાદ

સર્વેશ્વરવાદ : જે છે તે બધું જ ઈશ્વર છે  એવો એક દાર્શનિક મત. સર્વ એટલે જગત. અર્થાત્ જગત એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ જગત છે. આ મતે જગત અને ઈશ્વર વચ્ચે અભેદ છે. આ મત પ્રમાણે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે, અને તેથી તે ઈશ્વરમય છે. ગૌડપાદાચાર્યે…

વધુ વાંચો >

સંસ્કાર

સંસ્કાર : વ્યક્તિ કે પદાર્થને સુયોગ્ય કે સુંદર બનાવવાની ક્રિયા. ‘સંસ્કાર’ શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળતો નથી. ઠ્ઠજ્ન્ ઉપસર્ગ સાથે ઇંદ્દ ધાતુથી ‘સંસ્કાર’ શબ્દ બન્યો છે. ઋગ્વેદ અને જૈમિનિ સૂત્રો જેવા ગ્રંથોમાં ‘સંસ્કાર’ શબ્દ પાત્ર, પવિત્ર કે નિર્મળ કાર્યના અર્થમાં પ્રયોજાયો છે. શબરે  (શ. બ્રા., 3. 1. 3) તંત્રવાર્તિક અનુસાર …

વધુ વાંચો >

સાક્ષાત્કાર

સાક્ષાત્કાર : ઇષ્ટ/આધ્યાત્મિક તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ. માનવ પોતાના જીવનમાં કશુંક ઇષ્ટ પામવા ઇચ્છે છે. નિજ સ્વરૂપનું પરિવર્તન ઇચ્છે છે. તે માટે તે વિવિધ સાધનો અપનાવે છે. જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવો જો કોઈ પરમ ઉદ્દેશ હોય તો તે છે પરમ તત્ત્વના સાક્ષાત્કારનો – આધ્યાત્મિક અનુભવના તત્ત્વદર્શનનો. કોઈ પણ સાધનની કૃતાર્થતા…

વધુ વાંચો >