થૉમસ પરમાર
સાંચીનો સ્તૂપ
સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…
વધુ વાંચો >સીદી બશીરની મસ્જિદ
સીદી બશીરની મસ્જિદ : સલ્તનતકાલીન ગુજરાતની જાણીતી મસ્જિદ. અમદાવાદના મધ્યકાલીન સ્થપતિ અને સૂફી સંત સીદી બશીરે આ મસ્જિદ બંધાવી હતી. સંત હજરત શાહઆલમ સાહેબના ખલીફાઓમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું હતું. અમદાવાદના રેલવે-સ્ટેશનની બાજુમાં સારંગપુર પાણીની ટાંકીની સામે આ મસ્જિદ આવેલી છે. હાલમાં તેનો કમાનવાળો ભાગ તથા મિનારા જ જળવાઈ રહ્યા…
વધુ વાંચો >સીદી સઈદની મસ્જિદ
સીદી સઈદની મસ્જિદ : જાળીકામ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાત અમદાવાદની મસ્જિદ. લાલ દરવાજા પાસે આવેલી આ મસ્જિદ ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદને ‘સીદી સૈયદની મસ્જિદ’ તરીકે ઓળખવામાં આવે છે તે ખોટું છે; વાસ્તવમાં ‘સીદી સઈદ’ છે. તે સલ્તનતકાલની છે. રાણી સિપ્રીની મસ્જિદની જેમ તે નાની પરંતુ આકર્ષક છે.…
વધુ વાંચો >સુજાતખાનની મસ્જિદ
સુજાતખાનની મસ્જિદ : અમદાવાદમાં આવેલી મુઘલ કાલની મસ્જિદ. મીરઝાપુરથી જતાં જનરલ પોસ્ટ ઑફિસની સામે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ 22.2 × 12.5 મીટરનો વિસ્તાર ધરાવે છે. એની ઉત્તરની દિશામાં મકબરો આવેલો છે. મસ્જિદના મુખભાગમાં પાંચ કમાનો છે. તેમાંની વચ્ચેની કમાન 3.09 મીટર ઊંચી જ્યારે પડખેની કમાનો 3 મીટર ઊંચી છે.…
વધુ વાંચો >સુદર્શન તળાવ
સુદર્શન તળાવ : ભારતનું માનવસર્જિત સૌથી પ્રાચીન તળાવ. જૂનાગઢ-ગિરનારમાં સમ્રાટ અશોકનો લેખ કોતરેલો છે તે જ શૈલ પર આવેલા ક્ષત્રપ રાજા રુદ્રદામા 1લા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખોને આધારે આ પ્રાચીનતમ તળાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ગિરિનગર – વર્તમાન જૂનાગઢમાં આવેલું આ તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (સૂબા) વૈશ્ય…
વધુ વાંચો >સુવર્ણમંદિર અમૃતસર
સુવર્ણમંદિર, અમૃતસર : શીખધર્મનું પવિત્ર મંદિર. પંજાબના અમૃતસરમાં તે આવેલું છે. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. અર્થાત્, ઈશ્વરનું મંદિર. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(1581-1606)ના સમયમાં 1588માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને 1601માં તે પૂરું થયું. અહમદશાહ અબદાલીએ આ મંદિર પર હુમલો કર્યો હતો તેથી 1760માં તેનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું.…
વધુ વાંચો >સૂર્યમંદિરો
સૂર્યમંદિરો : સૂર્યદેવની મૂર્તિ ધરાવતાં, તેની પૂજા માટેનાં મંદિરો. ભારતમાં પ્રથમ સૂર્યપૂજા ઉત્તર-પશ્ચિમ ભારતમાંસપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી. ભારતમાં સૂર્યપૂજાના બે તબક્કા જણાય છે : પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી. બીજા તબક્કામાં ઈરાનની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય…
વધુ વાંચો >સોપારા
સોપારા : પ્રાચીન ભારતનું એક બંદર. મુંબઈ પાસેના વસઈથી આઠ કિલોમીટર દૂર થાણા જિલ્લામાં સોપારા આવેલું છે. તેનું પ્રાચીન નામ સૂર્પારક (કે શૂર્પારક) હતું. મહાભારત અને જૈનબૌદ્ધ સાહિત્યમાં સોપારા વિશેના ઉલ્લેખો મળી આવે છે. મહાભારતના સભાપર્વમાં સોપારાના ગણરાજ્યનો ઉલ્લેખ છે. સભાપર્વમાં સહદેવના દક્ષિણ દિશાના વિજયનું વર્ણન છે, જેમાં સૂર્પારકના ગણરાજ્યને…
વધુ વાંચો >સ્ટકો
સ્ટકો : શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. પથ્થર અથવા માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવે તેને સ્ટકો (Stucco) કહે છે. આ પ્રકારની મૂર્તિઓને ‘પ્રસ્તર’ મૂર્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટકો શબ્દ ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં 18મી સદીમાં પ્રચલિત થયો. વાસ્તવમાં સ્ટકોની પદ્ધતિ પ્રાચીન રોમનોએ છતના અલંકરણ…
વધુ વાંચો >સ્ટેઇન એરૂલ (Stein Sir Aurel)
સ્ટેઇન, એરૂલ (Stein, Sir Aurel) (જ. 26 નવેમ્બર 1862, બુડાપેસ્ટ; અ. 26 ઑક્ટોબર 1943, કાબુલ, અફઘાનિસ્તાન) : હંગેરિયન બ્રિટિશ પુરાતત્વવિદ અને ભૂગોળવિદ. મધ્ય એશિયાના ખાસ કરીને ચીન અને તુર્કસ્તાનનાં તેમનાં પ્રવાસો અને સંશોધનોએ ઇતિહાસમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓ 1888–99 દરમિયાન ઑરિયેન્ટલ કૉલેજ, લાહોર(હાલ પાકિસ્તાનમાં)ના આચાર્ય હતા. 1892માં તેમણે કલ્હણકૃત…
વધુ વાંચો >