તત્વજ્ઞાન

પ્લેટો

પ્લેટો [જ. ઈ. પૂ. 427 (?) ઍથેન્સ; અ. ઈ. પૂ. 347 ?] : વિશ્વવિખ્યાત ગ્રીક તત્વચિંતક. પ્લેટો યુવાન અવસ્થામાં જ સૉક્રેટિસના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સૉક્રેટિસે પોતે કશું લખ્યું નથી એટલે ઝેનોફોનના ‘મેમોરેબિલિયા’ને બાદ કરતાં પ્લેટોના પ્રારંભિક સંવાદોમાં આપણને સૉક્રેટિસની ચિંતનપદ્ધતિ અને જીવનશૈલી વિશે વિશ્વસનીય માહિતી મળે છે. સૉક્રેટિસ ઉપરાંત…

વધુ વાંચો >

ફારાબી

ફારાબી (જ. 870; અ. 950) : ઍરિસ્ટોટલ અને પ્લેટો પછીનો વિશ્વનો સૌથી મહાન તત્વજ્ઞાની. તેનું પૂરું નામ અબૂ નસ્ર મુહમ્મદ બિન મુહમ્મદ બિન તરખાન ઇબ્ન ઉઝલુગ હતું. તે આજના તુર્કીના ફારાબ જિલ્લામાં જન્મ્યો હતો, તેથી અલ-ફારાબીના નામે ઓળખાય છે. પાશ્ચાત્ય દેશોમાં તેના નામનું લૅટિન સ્વરૂપ al-pharabius પ્રચલિત છે. ચિંતન અને…

વધુ વાંચો >

ફુલર, રિચાર્ડ બકમિન્સ્ટર

ફુલર, રિચાર્ડ બકમિન્સ્ટર (જ. 1895, મિલ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1983) : નામી શોધક, ડિઝાઇનકાર, કવિ અને તત્વજ્ઞાની. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો. પછી 1917થી ’19 દરમિયાન અમેરિકાના નૌકાદળમાં કામ કર્યું. 1927માં ‘ડાઇમૅક્સિયન હાઉસ’ (ડાઇનૅમિક ઍન્ડ મૅક્સિમમ એફિશિયન્સી) નામનું ઉપકરણ વિકસાવ્યું. 1929માં ‘ડાઇમૅક્સિયન સ્ટ્રીમલાઇન્ડ ઑમ્નિડિરેક્શનલ’ એ નામની કાર વિશે પણ તેમણે સંશોધન કર્યું…

વધુ વાંચો >

ફેકનર ગુસ્તાવ થિયૉડૉર

ફેકનર, ગુસ્તાવ થિયૉડૉર (જ. 1801; અ. 1887) : જર્મન વૈજ્ઞાનિક અને દર્શનશાસ્ત્રી. ફેકનરે મનોભૌતિક પદ્ધતિઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. મનોભૌતિકશાસ્ત્રના મુખ્ય સ્થાપક તરીકે તેનું નામ હંમેશાં રહેશે. મનોભૌતિકશાસ્ત્ર પ્રાયોગિક મનોવિજ્ઞાનની સર્વપ્રથમ શાખા છે, જે ભૌતિક ઉદ્દીપક અને એના સાંવેદનિક અનુભવ વચ્ચેના સંબંધનું સ્વરૂપ જાણવાનો અને એ સંબંધને નિયમ રૂપે રજૂ…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બટલર, નિકોલસ

બટલર, નિકોલસ (જ. 2 એપ્રિલ 1862, ન્યૂ જર્સી; અ. 7 ડિસેમ્બર 1947, ન્યૂયૉર્ક) : ઉત્તર અમેરિકાના તત્વજ્ઞાનના પ્રોફેસર અને 1931ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. છેલ્લાં પિસ્તાળીસ વર્ષ સુધી કોલમ્બિયા યુનિવર્સિટીના કુલપતિ હતા. કોલમ્બિયા યુનિવર્સિટીની કોલમ્બિયા કોલેજમાંથી તેઓ સ્નાતક થયા હતા. પછીથી ત્યાં તેઓ ફેલો બન્યા. 1884માં તેઓ ફિલૉસોફી(તત્વજ્ઞાન)માં પીએચ.…

વધુ વાંચો >

બર્કલી, જ્યૉર્જ

બર્કલી, જ્યૉર્જ (જ. 1695; અ. 1753) : આયર્લૅન્ડના ઍંગ્લિકન ચર્ચના બિશપ, આઇરિશ ફિલસૂફ. બર્કલી ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાંથી 19 વર્ષની વયે સ્નાતક થયા હતા. 1707માં તે જ સંસ્થામાં તેઓ ‘ફેલો’ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારપછીનાં છ વર્ષોમાં જ તેમણે તત્વજ્ઞાનમાં યુવાન વયે જ વિવિધ ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું હતું. તેમનાં…

વધુ વાંચો >

બર્ગસાં, હેન્રી

બર્ગસાં, હેન્રી (જ. 1859; અ. 1941) : સાહિત્ય માટેના 1927ના નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેંચ ફિલસૂફ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં તે યુરોપના પ્રખર ચિંતક તરીકે જાણીતા થયા હતા. ઍંગ્લો-પોલિશ યહૂદી પરિવારમાં જન્મેલા બર્ગસાં ગણિત અને વિજ્ઞાનમાં આગળ વધવાની શક્તિ ધરાવતા હતા, પરંતુ તેમણે સાહિત્ય અને તત્વચિંતનમાં વિશેષ અભિરુચિ દર્શાવી હતી. પ્રારંભમાં Ecole…

વધુ વાંચો >

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ રસેલ : જુઓ રસેલ, બર્ટ્રાન્ડ

વધુ વાંચો >

બિંદુ

બિંદુ : શબ્દ-સાધનામાં સંસારમાં વ્યાપ્ત અનાહત નાદને પિંડમાં પણ માનેલો છે. નાદથી પ્રકાશ થાય છે અને પ્રકાશનું વ્યક્ત રૂપ બિંદુ છે, જે તેજનું પ્રતીક છે. બિંદુના ત્રણ પ્રકાર છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. નાદ અને બિંદુની આ ક્રીડા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પિંડમાં એ બિંદુ વીર્યબિંદુના રૂપમાં હોય છે અને…

વધુ વાંચો >