તત્વજ્ઞાન
વિલિયમ ઑવ્ ઑખામ
વિલિયમ ઑવ્ ઑખામ (જ. 1285; અ. 1349) : આધુનિક જ્ઞાનમીમાંસાના સ્થાપક બ્રિટિશ તત્વજ્ઞ. ઇંગ્લૅન્ડના ઑખામ ગામના વતની વિલિયમને ઑખામના વિલિયમ કે ‘વિલિયમ ઑખામ’ તરીકે કે ‘ઑખામ’ તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ ઑખામ ઇટાલીના અસીસીના સંત ફ્રાન્સિસ(1182-1226)ના ફ્રાન્સિસ્કન ખ્રિસ્તી સંપ્રદાય(order)ના સભ્ય હતા. તેમણે સંતોની અત્યંત ગરીબી અંગેનો જે આદર્શ સ્વીકાર્યો હતો…
વધુ વાંચો >વીર
વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને…
વધુ વાંચો >વૉલ્તેર (Voltaire)
વૉલ્તેર (Voltaire) (જ. 1694, પૅરિસ, ફ્રાન્સ; અ. 30 મે 1778, પૅરિસ) : મહાન ફ્રેન્ચ તત્વજ્ઞ. ઇટાલીને નવજાગૃતિકાળ મળ્યો. જર્મનીને ધર્મસુધારણાનું આંદોલન મળ્યું; પરંતુ ફ્રાન્સને વૉલ્તેર મળ્યા ! ફ્રાન્સ માટે તો ‘રેનેસાંસ’, ‘રેફર્મેશન’ અને અંશત: ‘રેવૉલ્યૂશન’ – એ ત્રણેયનો સંગમ વૉલ્તેરમાં થયો. વિક્ટર હ્યૂગોએ કહ્યું કે ‘વૉલ્તેર’ – એ નામમાં સમગ્ર…
વધુ વાંચો >વ્યક્તિવાદ
વ્યક્તિવાદ : વ્યક્તિને કેન્દ્રમાં રાખી, વ્યક્તિ જ સ્વયમેવ ધ્યેય છે અને વ્યક્તિમાત્રની સ્વતંત્રતા એ સર્વોપરી મૂલ્ય છે, એવી માન્યતા ધરાવતી સામાજિક-રાજકીય તત્વચિંતનની શાખા અથવા વિચારધારા. સામાજિક જૂથ અથવા કોઈ પણ સામૂહિકતા કુટુંબ કબીલા ટોળી, જ્ઞાતિ જાતિ, વર્ગ, ગામ, પ્રદેશ, દેશ, રાષ્ટ્ર કે રાજ્ય એ સૌથી ઉપર વ્યક્તિ છે અને એ…
વધુ વાંચો >વ્યવહારવાદ
વ્યવહારવાદ : તત્વચિંતનની એક મહત્વની પદ્ધતિ તેમજ સતતત્વ ક્રિયાશીલ છે એમ રજૂ કરતી તેની શાખા. જેમ અનુરૂપતા, સંવાદિતા, સુસંગતતા, અ-વિરોધ એ સત્યના માપદંડ છે તેમ વ્યવહારવાદ એ સત્યનો માપદંડ છે. અંગ્રેજીમાં પ્રયોજાતો ‘પ્રૅગ્મા’ એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ કાર્ય છે. તેને વ્યવહાર-પ્રયોજિત કાર્ય પણ કહેવામાં આવે છે. આ શબ્દ…
વધુ વાંચો >વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ
વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ (જ. 1861, રામ્સે ગેઇટ, થાણેટ ટાપુ, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ તત્વચિંતક. તેમનું કુટુંબ ઍન્ગ્લિકન હતું. કુટુંબનું વાતાવરણ ચુસ્ત ધાર્મિક હતું. તેની અસર પોતાના ચિંતન પર પડી છે એમ વ્હાઇટહેડે પોતાની ‘આત્મકથનાત્મક નોંધ’માં લખ્યું છે. ડોરસેટની પ્રાચીન પબ્લિક સ્કૂલમાં, શૅરબોર્ન ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ સંપન્ન થયું. એ સ્કૂલમાં…
વધુ વાંચો >શતકત્રય
શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં…
વધુ વાંચો >શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન
શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (જ. ?; અ. ઈ. સ. 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને…
વધુ વાંચો >શુદ્ધાદ્વૈતવાદ
શુદ્ધાદ્વૈતવાદ : શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો તત્વજ્ઞાનનો એક સિદ્ધાંત. પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓએ પોતાને લાધેલા તત્વના જ્ઞાનને વેદના અંતભાગમાં આવેલાં ઉપનિષદોમાં થયેલું તત્વચિંતન શ્રુતિપ્રસ્થાન નામે ઓળખાય છે. ઉપનિષદોમાં રહેલા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સંક્ષેપમાં બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં ગૂંથ્યા. આ સૂત્રોમાં નિહિત વિચારોને સારરૂપે શ્રીમદભગવદ્ગીતામાં સંગૃહીત કર્યા છે. સ્મૃતિ પ્રસ્થાનમાં ભગવદગીતા ઉપરાંત પુરાણોને પણ સમાવાયાં છે.…
વધુ વાંચો >શૂન્યવાદ
શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો.…
વધુ વાંચો >