જ. પો. ત્રિવેદી

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold)

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ…

વધુ વાંચો >

રૂથેનિયમ

રૂથેનિયમ : આવર્તક કોષ્ટકના 8મા સમૂહનું રાસાયણિક ધાતુતત્ત્વ. સંજ્ઞા Ru. મેન્દેલિયેવના મૂળ આવર્તક કોષ્ટકના VIIIમા સમૂહમાં નવ તત્વોનો – Fe, Ru, Os; Co, Rh, Ir; Ni, Pd અને Ptનો  સમાવેશ થતો હતો. આ પૈકી પ્રથમ ત્રણ આગળ પડતા હતા. યુરલ પર્વતમાળામાંથી મળતા અયસ્કમાંથી કાચું પ્લૅટિનમ અમ્લરાજ(aqua regia)માં ઓગાળ્યા પછી વધેલા…

વધુ વાંચો >

રેઝિન

રેઝિન : પાઇન, ફર જેવાં ઝાડ તથા ક્ષુપ(shrubs)ની છાલ ઉપર રસસ્રાવ (exudation) રૂપે જોવા મળતું કાર્બનિક ઍસિડો, સુગંધી (essential) તેલો અને ટર્પીન-સંયોજનોનું ગુંદર જેવું, અસ્ફટિકમય (amorphous), હવામાં સખત બની જતું મિશ્રણ. સંશ્લેષિત રેઝિન એ માનવસર્જિત ઉચ્ચ બહુલક છે. કુદરતી રેઝિન દહનશીલ (combustible), વિદ્યુત-અવાહક, સખત અને ઠંડું હોય ત્યારે કાચસમ (glassy)…

વધુ વાંચો >

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating)

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating) કાર્બનિક પદાર્થમાં રહેલા વિકિરણધર્મી કાર્બન(રેડિયોકાર્બન14C)ના પરમાણુઓના અંશ ઉપરથી નમૂનાની આવરદાનો અંદાજ કાઢવાની એક પદ્ધતિ. આ રીત જૂના નમૂનામાં રહેલા 14C અને તાજા સંદર્ભ દ્રવ્યમાં રહેલા 14C સમસ્થાનિકના પ્રમાણના ગુણોત્તર માપન ઉપર આધારિત છે. અમેરિકન વૈજ્ઞાનિક વિલાર્ડ ફ્રૅન્ક લિબી (1908 –1980) અને તેમના સહવૈજ્ઞાનિકો, મુખ્યત્વે ઈ. સી.…

વધુ વાંચો >

રેડૉક્સ-પ્રક્રિયાઓ

રેડૉક્સ-પ્રક્રિયાઓ : પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના પરમાણુઓ કે આયનોની સંયોજકતામાં ઇલેક્ટ્રૉનના વિનિમયને કારણે ફેરફાર થતો હોય તેવી અપચયન-ઉપચયન (reduction-oxidation) પ્રક્રિયાઓ. નીચે દર્શાવેલી પ્રક્રિયા Zn + H2SO4 = ZnSO4 + H2 તુરત જ રેડૉક્સ-પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે, કારણ કે Zn પરમાણુની સંયોજકતા શૂન્ય(0)માંથી +2માં ફેરવાય છે તથા હાઇડ્રોજન-પરમાણુઓની સંયોજકતા +1માંથી…

વધુ વાંચો >

રેડૉક્સ-સૂચકો

રેડૉક્સ-સૂચકો : રેડૉક્સ (અપચયન-ઉપચયન, reduction oxidation) અનુમાપનોમાં અંતિમ બિંદુ (end point) નક્કી કરવા માટે વપરાતા પદાર્થો. જેમ ઍસિડ-બેઇઝ અનુમાપનોમાં અંતિમ બિંદુએ pH મૂલ્યમાં થતા એકાએક ફેરફારને માપવા માટે ઍસિડ-બેઇઝ સૂચકોનો ઉપયોગ થાય છે, તેમ અપચયન-ઉપચયન અનુમાપનોમાં સમતુલ્ય બિંદુ(equivalence point)ની આસપાસ ઉપચયન-વિભવ(potential)માં થતો એકાએક ફેરફાર પારખવા રેડૉક્સ સૂચકોનો ઉપયોગ થાય છે.…

વધુ વાંચો >

રેનિન

રેનિન : ગુચ્છાસન્ન (juxtaglomerular) કોષોના દેહદ્રવી (humoural) ઉત્તેજન(stimulation)ના પ્રતિભાવરૂપે મૂત્રપિંડ(kidney)માં સ્રવતું પ્રોટીન-ઉત્સેચક. તે પ્રોટીનનું વિખંડન કરીને લોહીના દબાણમાં વધારો કરે છે. લોહીમાં રેનિન પ્લાવિકા (પ્લાઝ્મા) પ્રોટીન ઉપર આંશિક પ્રભાવ દર્શાવીને તેમાંથી ઍન્જિયોટેન્સિન-I મુક્ત કરે છે. રૂપાંતરક (converting) ઉત્સેચક દ્વારા ઍન્જિયોટેન્સિન(angiotensin)-Iની 10 એમીનો ઍસિડવાળી શૃંખલાનું વિભાજન થવાથી ઍન્જિયોટેન્સિન-II બને છે. આ…

વધુ વાંચો >

રેમ્સેન, ઇરા (Remsen, Ira)

રેમ્સેન, ઇરા (Remsen, Ira) (જ. 10 ફેબ્રુઆરી 1846, ન્યૂયૉર્ક સિટી; અ. 4 માર્ચ 1927, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના રસાયણવિદ અને સૅકેરીનના સહશોધક. કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી 1867માં એમ.ડી.ની ઉપાધિ મેળવીને મ્યૂનિક તથા ગોટિનબર્ગ, જર્મનીનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી 1870માં પીએચ.ડી.ની પદવી મેળવી. રેમ્સેને શુદ્ધ રસાયણશાસ્ત્રમાં તેમનું સંશોધન ટુબીંગન વિશ્વવિદ્યાલયમાં શરૂ કર્યું. અહીં 1870–1872…

વધુ વાંચો >

રૉઝિન

રૉઝિન : ઉત્તર અમેરિકાનાં તથા યુરોપનાં પાઇનવૃક્ષોની અનેક જાતો(દા.ત., Pinus pinaster, P. sylvestric, P. palustris, P. taeda)માંથી મેળવાતા દ્રવ્ય. ટર્પેન્ટાઇન નિસ્યંદિત કરતાં પીળા (amber) રંગના ઘન સ્વરૂપે મળતું પોચું દ્રવ્ય રેઝિનમાંથી. રૉઝિનની મુખ્ય ત્રણ જાતો હોય છે. જીવંત વૃક્ષોમાંથી રેઝિન મેળવીને તેનું નિસ્યંદન કરતાં ગમ રૉઝિન મળે છે. અપરિષ્કૃત રેઝિન…

વધુ વાંચો >

રૉબિન્સન, સર રૉબર્ટ

રૉબિન્સન, સર રૉબર્ટ (જ. 13 સપ્ટેમ્બર 1886, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1975, ગ્રેટ મિસેન્ડેન, લંડન પાસે) : કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત અને કાર્બનિક રસાયણમાં ઇલેક્ટ્રૉનીય સિદ્ધાંતની પહેલ કરનાર, નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ રસાયણવિદ. લીડ્ઝ નજીકની શાળાઓમાં પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે માન્ચેસ્ટરના વિક્ટોરિયા વિશ્વવિદ્યાલયમાંથી 1906માં બી.એસસી. તથા 1910માં ડી.એસસી. પદવી મેળવી.…

વધુ વાંચો >