જ. દા. તલાટી

દ’ બ્રોલ્યી તરંગ વિભાવના

દ’ બ્રોલ્યી તરંગ વિભાવના : ગતિમય (moving) ઇલેક્ટ્રૉન (બહોળા અર્થમાં બધા જ ગતિમય કણ) પ્રકાશની માફક, કણ અને તરંગ એમ બંને પ્રકારનાં લક્ષણ ધરાવી શકે તેવી, દ’ બ્રોલ્યી દ્વારા 1929માં રજૂ કરવામાં આવેલ પરિકલ્પના (hypothesis). દ’ બ્રોલ્યીએ પ્રકાશને ફોટૉનના કિરણપુંજ (beam) તરીકે ગણીને તરંગ સમીકરણ મેળવ્યું હતું. ફોટૉનની ઊર્જા E,…

વધુ વાંચો >

દહન-ઉષ્મા

દહન-ઉષ્મા : કોઈ એક દબાણે પદાર્થના એક મોલ જથ્થાનું  વધુપડતા ઑક્સિજનમાં પૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા (સં.,  ΔH). જો આ દહન 25° સે. અને 1 વાતા. દબાણે થાય તો દહન-ઉષ્માને પ્રમાણભૂત દહન-ઉષ્મા કહેવામાં આવે છે અને તેને ΔH°298 એ રીતે દર્શાવવામાં આવે છે. દહનના ફળસ્વરૂપે પદાર્થ જે તત્વોનો બનેલો…

વધુ વાંચો >

ર્દશ્ય વર્ણપટ

ર્દશ્ય વર્ણપટ : વીજચુંબકીય વિકિરણનો લગભગ 400થી 800 નેમી (1 નેમી = 10–9 મી.) તરંગલંબાઈ વચ્ચેનો ર્દશ્યમાન ભાગ. પ્રકાશ એક પ્રકારના વીજચુંબકીય તરંગો તરીકે વર્તે છે. આ તરંગો જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા હોવાથી જ્યારે સૂર્યપ્રકાશની એક કિરણાવલીને કાચના એક ત્રિપાર્શ્વમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ર્દશ્ય વર્ણપટ તરીકે ઓળખાતો રંગોનો…

વધુ વાંચો >

દેસાઈ, એમ. એન.

દેસાઈ, એમ. એન. (જ. 8 જાન્યુઆરી 1931, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 2009, અમદાવાદ) : જાણીતા રસાયણવિદ અને કેળવણીકાર. આખું નામ મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ. માતાનું નામ લલિતાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુખ્યત્વે નવસારીમાં. 1952માં નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની એમ.…

વધુ વાંચો >

દ્રવ્યસંચયનો નિયમ

દ્રવ્યસંચયનો નિયમ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યની અવિનાશિતા (indestructibility) દર્શાવતો રસાયણશાસ્ત્રનો એક અગત્યનો નિયમ. લાવાઝિયે(1789)ના આ નિયમ મુજબ દ્રવ્ય અવિનાશી છે અને તેથી જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોનું  વજન અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થો(નીપજો)નું કુલ વજન સરખું હોય છે અથવા રાસાયણિક પ્રક્રિયા…

વધુ વાંચો >

દ્રાવણ

દ્રાવણ : એકબીજામાં મિશ્ર થઈ શકે એવા બે અથવા વધુ પદાર્થોનું સમાંગ (homogeneous) ભૌતિક મિશ્રણ. આ માટે  આવશ્યક છે કે મિશ્રણ એક જ પ્રાવસ્થા (phase) બનાવે; દા. ત., હવા એ દ્રાવણ છે, કારણ કે તેમાંના ઘટકો મિશ્ર થઈ વાયુ-પ્રાવસ્થા બનાવે છે. દરિયાનું પાણી એ મીઠા (ઘન) અને  પ્રવાહી પ્રાવસ્થાવાળું દ્રાવણ…

વધુ વાંચો >

દ્રાવ્યતા

દ્રાવ્યતા : પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે દ્રાવકના નિયત જથ્થામાં પદાર્થની ઓગળવાની ક્ષમતા. સામાન્ય રીતે તે એક પદાર્થની બીજામાં એકસરખી રીતે સંમિલિત થઈ જવાની ક્ષમતા અથવા ગુણનું માપ છે. તે કિગ્રા. પ્રતિ ઘન મીટર, ગ્રામ પ્રતિ લિટર, મોલ પ્રતિ કિગ્રા. અથવા મોલ અંશ(mole fraction)માં દર્શાવવામાં આવે છે. આ પ્રાચલ વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

દ્વિધ્રુવ

દ્વિધ્રુવ (dipole) : એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા બે સરખા પણ  વિરુદ્ધ પ્રકારના વીજભારો અથવા ચુંબકીય ધ્રુવો ધરાવતી પ્રણાલી. દા.ત., હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટૉન અને કક્ષાકીય (orbital) ઇલક્ટ્રૉન, અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ અણુમાંના હાઇડ્રોજન અને ક્લોરિન પરમાણુઓ. [30 MHz થી ઓછી આવૃત્તિ માટે વપરાતાં એરિયલ કે ઍન્ટેના ખંડ (antenna element) માટે પણ ‘દ્વિધ્રુવ’…

વધુ વાંચો >

નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન

નર્ન્સ્ટ, વાલ્થેર હૅરમાન (જ. 25 જૂન 1864, બ્રિસેન, જર્મની; અ. 18 નવેમ્બર 1941, મસ્કાઉ, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક વૈજ્ઞાનિક. સનદી અધિકારીના પુત્ર. ઝુરિક, ગ્રાઝ (ઑસ્ટ્રિયા), વુર્ઝબર્ગ અને બર્લિન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કર્યા બાદ 1887માં તેઓ ઓસ્વાલ્ડના સહાયક તરીકે જોડાયા. 1895માં ગોટિન્જન અને 1905માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણના…

વધુ વાંચો >

નિક્રોમ

નિક્રોમ : વીજતાપકો(electric heaters)ના તાર માટે વપરાતી નિકલ-ક્રોમિયમ મિશ્રધાતુઓના સમૂહ માટે વપરાતો શબ્દ. આ મિશ્રધાતુઓનો વિદ્યુત-અવરોધ ઘણો વધારે હોય છે. તેમનું ઉપચયન સહેલાઈથી થતું નહિ હોવાથી તે ઇસ્ત્રી અને ટોસ્ટર જેવાં ગૃહઉપયોગી સાધનોમાં તથા ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં વપરાય છે. તે ખાણ અને દરિયાનાં પાણી તેમજ સલ્ફ્યુરસ વાતાવરણમાં પણ ટકી રહે છે.…

વધુ વાંચો >