જ્યોતીન્દ્ર ન. દેસાઈ
મૅકનો સિદ્ધાંત
મૅકનો સિદ્ધાંત : બ્રહ્માંડમાં કોઈ પણ સ્થાને પદાર્થના જડત્વની માત્રા સમસ્ત બ્રહ્માંડમાં દળની વહેંચણી દ્વારા નક્કી કરતો સિદ્ધાંત. ભૌતિકશાસ્ત્રનો એક યક્ષપ્રશ્ન એ છે કે, નિરપેક્ષ અવકાશ(absolute space)ના સંદર્ભે કોઈ પદાર્થની ગતિનો ખ્યાલ સાર્થ છે કે અર્થહીન ? વિખ્યાત વૈજ્ઞાનિક ન્યૂટન અનુસાર પદાર્થની નિરપેક્ષ ગતિ એક સાર્થ ખ્યાલ ગણાય અને આ…
વધુ વાંચો >મેગેલેનિક વાદળ
મેગેલેનિક વાદળ : દક્ષિણ ગોળાર્ધના વિસ્તારોમાં, રાત્રિના આકાશમાં ઝાંખા, પ્રકાશિત વાદળ જેવા અવકાશી પદાર્થો. પંદરમી સદીમાં જ્યારે Magellan અને તેના સાથીદારોએ પૃથ્વી ફરતી સફર ખેડી, ત્યારે તેમણે આ વાદળો નોંધ્યાં હતાં. કંઈક અંશે આકાશગંગાના છૂટા પડેલા ટુકડાઓ જેવાં જણાતાં આ વાદળોને મેગેલેનિક (Magellanic) વાદળો એટલે કે મેગેલનનાં વાદળો એવું નામ…
વધુ વાંચો >મેફી I અને II તારાવિશ્વો
મેફી I અને II તારાવિશ્વો : સૂર્ય જેમાં આવેલો છે, તે આકાશગંગા-તારાઓનો એક વિશાળ સમૂહ. તેને તારાવિશ્વ પણ કહી શકાય. આવા પ્રત્યેક તારાવિશ્વમાં અબજોની સંખ્યામાં તારાઓ આવેલ હોય છે; અને અબજોની સંખ્યામાં આવાં તારાવિશ્વો બ્રહ્માંડમાં એકમેકથી લાખો પ્રકાશવર્ષને અંતરે પથરાયેલાં છે. (જુઓ ‘બાહ્ય તારાવિશ્વો’). આ તારાવિશ્વો અવ્યવસ્થિત રીતે વીખરાયેલાં નથી,…
વધુ વાંચો >મેસિયે સારણી
મેસિયે સારણી : બિંદુવત્ પ્રકાશતા તારાઓ ઉપરાંત, રાત્રિના અંધારા આકાશમાં નાના, ઝાંખા, પ્રકાશિત વાદળ પ્રકારના જણાતા અવકાશી પદાર્થોની સૂચિ. તેમને સામાન્ય રીતે નિહારિકા (nebula) તરીકે ઓળખવામાં આવે છે. અઢારમી સદીના એક ખગોળવિજ્ઞાની, ચાર્લ્સ મેસિયે(Charles Messier) (1730–1817)ને નવા ધૂમકેતુઓ શોધવામાં ઘણો રસ હતો, પરંતુ તેણે જોયું કે આ ધૂમકેતુઓ આપણાથી ઘણા…
વધુ વાંચો >યહૂદીઓનું તિથિપત્ર
યહૂદીઓનું તિથિપત્ર : વિક્રમ સંવત મુજબના તિથિપત્ર સાથે સારું એવું સામ્ય ધરાવતું તિથિપત્ર. યહૂદીઓના તિથિપત્ર (calendar) અને વિક્રમ સંવત અનુસારના તિથિપત્ર વચ્ચે સારી એવી સમાનતા છે – બંને પદ્ધતિઓ ચાંદ્ર-સૌર (luni-solar) પ્રકારની છે. ચાંદ્ર-સૌર એટલે જેમાં મહિનાના દિવસો ચંદ્રની કળા અનુસારના હોય અને આવા 12 મહિનાનું એક વર્ષ ગણાય. પરંતુ…
વધુ વાંચો >યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit)
યામ્યોત્તરીય સંક્રાન્તિ (meridional transit) : પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી, તેની ધરી ફરતા ભ્રમણની દિશા, ઉત્તર તરફ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવ દિશા દર્શાવવાની ઘટના. ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવબિંદુ, સ્થાનના અક્ષાંશ જેટલું ક્ષિતિજની ઉપર હોય અને દક્ષિણ ધ્રુવબિંદુ તેટલું જ નીચે. આ બે બિંદુઓને જોડતાં વર્તુળો તે યામ્યોત્તર વૃત્તો…
વધુ વાંચો >યુગ્મતારાઓ
યુગ્મતારાઓ : પરસ્પર આકર્ષણબળને લીધે સંકળાયેલ બે તારાઓનું યુગ્મ. વિશ્વમાં આપણા સૂર્ય જેવા એકાકી તારાઓ તો કુલ તારાઓના 30 ટકા જેટલા જ છે. 70 ટકા તારાઓ તો બે કે તેથી વધુ તારાઓના, પરસ્પરના ગુરુત્વાકર્ષણબળ વડે સંકળાયેલ જૂથમાં આવેલા કે યુગ્મતારાઓ છે. ગુરુત્વાકર્ષણબળના પ્રભાવ નીચે કક્ષાગતિની કેટલીક ખાસિયતોને કારણે નજીક નજીક…
વધુ વાંચો >યુતિ
યુતિ : આકાશી ગોલક પર તારાઓનાં સ્થાન પરસ્પરના સંદર્ભે સ્થિર દેખાવાની ઘટના. અલબત્ત હજારો વર્ષ જેવા લાંબા સમયગાળે તેમાં ફેરફાર થતા જણાય, પરંતુ સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમની કક્ષામાં ઘૂમતા હોવાથી, તારાગણ સંદર્ભે તેમનાં સ્થાન સતત બદલાતાં રહે છે. સૌરમંડળના આ પિંડોના કક્ષામાર્ગ લગભગ એક જ સમતલમાં આવે છે; જે…
વધુ વાંચો >યુતિકાળ (synodic period)
યુતિકાળ (synodic period) : સૂર્યને ફરતી કક્ષામાં ગ્રહોનું પોતપોતાની કક્ષામાં નિયત સમયમાં ભ્રમણ અથવા સૂર્યના સંદર્ભે આભાસી કક્ષાકાળ. આ ભ્રમણસમય દૂરના તારાઓની દિશાના સંદર્ભમાં હોવાથી તે તેમનો ‘નિરપેક્ષ કક્ષાકાળ’ એટલે કે sidereal period કહેવાય. આને ‘વાસ્તવિક કક્ષાકાળ’ પણ કહી શકાય, પરંતુ પૃથ્વી પરથી જોતાં પૃથ્વી પણ સૂર્ય ફરતી ભ્રમણકક્ષામાં હોવાથી…
વધુ વાંચો >યુતિમાસ (synodic month)
યુતિમાસ (synodic month) : બે ક્રમિક યુતિ વચ્ચેનો સમયગાળો. ચંદ્રની ગતિ આધારિત મહિનાની ગણતરી. સૂર્ય ક્રાંતિવૃત્ત (ecliptic) ઉપર રોજ લગભગ 1° લેખે પશ્ચિમથી પૂર્વ તરફ સરકતો જણાય છે, જ્યારે ચંદ્ર સરેરાશ દિવસના 13.2° લેખે તે જ દિશામાં આગળ વધે છે. આમ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું ક્રાંતિવૃત્ત ઉપર કોણીય અંતર સરેરાશ…
વધુ વાંચો >