જાહ્નવી ભટ્ટ

યેનિસે (Yenisei) (નદી)

યેનિસે (Yenisei) (નદી) : સાઇબીરિયામાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 71° 50´ ઉ. અ. અને 82° 40´ પૂ. રે. તે જેનિસે (Jenisei) નામથી પણ ઓળખાય છે. આ નદી દક્ષિણ સાઇબીરિયાના સાયન પર્વતોમાંથી નીકળી ઉત્તર તરફ 4,093 કિમી.ના અંતર સુધી વહે છે અને આર્ક્ટિક મહાસાગરને મળે છે. જ્યાં તે મહાસાગરને મળે…

વધુ વાંચો >

રણ (desert)

રણ (desert) તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ…

વધુ વાંચો >

રતલામ

રતલામ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 75° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,861 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મંદસૌર જિલ્લો અને રાજસ્થાનની સરહદ, ઈશાનમાં શાજાપુર જિલ્લો (આંશિક ભાગ), પૂર્વમાં ઉજ્જૈન જિલ્લો, દક્ષિણમાં ધાર અને…

વધુ વાંચો >

રત્નપુર

રત્નપુર : નૈર્ઋત્ય શ્રીલંકાનું વહીવટી કેન્દ્રરૂપ શહેર. ભૌગોલિક સ્થાન :  6° 41´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે. તે કોલંબોથી અગ્નિકોણમાં કાલુગંગા નદીને કાંઠે વસેલું છે. અહીંની એક ટેકરી પર પૉર્ટુગીઝોએ કિલ્લો બાંધેલો. અહીં આજુબાજુના ખાણ-ભાગોમાંથી રત્નો મળતાં હોવાથી તેને ‘રત્નપુર’ કહે છે. માણેક, નીલમ અને માર્જારચક્ષુ (બિડાલાક્ષ –…

વધુ વાંચો >

રફિજી (નદી)

રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં…

વધુ વાંચો >

રબાઉલ (Rabaul)

રબાઉલ (Rabaul) : પાપુઆ ન્યૂ ગિનીના ન્યૂ બ્રિટન વિભાગમાં આવેલું કુદરતી બારું. ભૌગોલિક સ્થાન : 4° 17´ ઉ. અ. અને 152° 16´ પૂ. રે. તે ન્યૂ બ્રિટન ટાપુના ઉત્તર છેડા પર આવેલું ખૂબ જ વ્યસ્ત બંદર છે. તેની ઉત્તરમાં સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલી છે. દુનિયાના બીજા કોઈ પણ બંદર પરથી…

વધુ વાંચો >

રશક્લિફ (Ruschcliffe)

રશક્લિફ (Ruschcliffe) : ઇંગ્લૅન્ડના નૉટિંગહામશાયરમાં આવેલો સ્થાનિક સરકારી જિલ્લો. તે દેશના દક્ષિણ ભાગમાં આવેલો છે અને મુખ્યત્વે વિશાળ ખેતીપ્રધાન વિસ્તાર ધરાવે છે. અહીં કૉટગ્રેવ ખાતે કોલસાની ખાણ આવેલી છે. રશક્લિફ સોઅર (Soar) પરના રૅટક્લિફ ખાતે બ્રિટનમાંનું મોટામાં મોટું ઊર્જામથક છે. આ જિલ્લો ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટમેદાન, નૉટિંગહામ ફૉરેસ્ટ ફૂટબૉલ મેદાન અને…

વધુ વાંચો >

રસેલ ગુફા

રસેલ ગુફા : યુ. એસ.ના ઈશાન ભાગમાં આવેલી રાષ્ટ્રીય સ્મારકરૂપ ગુફા. તે આલાબામા-ટેનેસી સીમાની નજીકમાં દક્ષિણે બ્રિજ પૉર્ટથી વાયવ્યમાં માત્ર 6 કિમી.ને અંતરે આવેલી છે. તે 1953માં શોધાયેલી. તેની લંબાઈ 64 મીટર, પહોળાઈ 32 મીટર અને ઊંચાઈ 8 મીટર જેટલી છે. તેમાંથી ઈ. પૂ. 7000 વર્ષના અરસામાં માનવવસ્તી ત્યાં રહેતી…

વધુ વાંચો >

રંગપુર (જિલ્લો)

રંગપુર (જિલ્લો) : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલો એક જિલ્લો. તેનું ક્ષેત્રફળ 9,586 ચોકિમી. જેટલું છે. તેનું ભૂપૃષ્ઠ કાંપનાં મેદાનોથી બનેલું છે. મેદાનોના પૂર્વભાગમાં નદીનો ખીણપ્રદેશ છે. જિલ્લામાં લગભગ બધે જ ખેતી થાય છે. તમાકુ, ડાંગર, શણ અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લામાં રેલમાર્ગો સારી રીતે ગૂંથાયેલા હોવાથી અહીં પેદા…

વધુ વાંચો >

રંગીતાતા નદી

રંગીતાતા નદી : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 44° 12´ દ. અ. અને 171° 30´ પૂ. રે. . આ નદી ત્યાંના દક્ષિણ આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી ક્લાઇડ અને હૅવલૉક નદીઓના સંગમથી બને છે. તે રંગીતાતા કોતરમાંથી પસાર થાય છે. તે 121 કિમી.ની લંબાઈમાં અગ્નિ તરફ વહે…

વધુ વાંચો >