જાહ્નવી ભટ્ટ

સોલોમન સમુદ્ર

સોલોમન સમુદ્ર : દક્ષિણ પૅસિફિક મહાસાગરનો પશ્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 155° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,20,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ન્યૂ બ્રિટન ટાપુ, પૂર્વ તરફ સોલોમન ટાપુઓ તથા પશ્ચિમે ન્યૂગિની આવેલા છે. આ સમુદ્રમાં લુઇસિયેડ ટાપુસમૂહ, ન્યૂ જ્યૉર્જિયા અને…

વધુ વાંચો >

સોલોર ટાપુઓ

સોલોર ટાપુઓ : ઇન્ડોનેશિયાના જાવા ટાપુની નજીકમાં પૂર્વ તરફ આવેલા ટાપુઓ. તે ‘કૅપિલોઅન કૅરિમુંજાવા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 8°થી 9° દ. અ. અને 119°થી 125° પૂ. રે. વચ્ચેનો 2,082 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહ મુખ્યત્વે ત્રણ મોટા (નુસા ટેંગારા તિમુર, કૅપિલોઅન સોલોર અને…

વધુ વાંચો >

સોલોવેત્સ ટાપુઓ

સોલોવેત્સ ટાપુઓ : શ્વેત સમુદ્રમાં ઓનેગા અખાતના સંગમ પાસે રશિયાના વહીવટ હેઠળ આવેલા ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 65° 07´ ઉ. અ. અને 35° 53´ પૂ. રે.ની આજુબાજુનો 347 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે સોલોવેકીજ ઓસ્ત્રોવા નામથી પણ ઓળખાય છે. આ ટાપુસમૂહ સોલોવેત્સ, બૉલ્શૉય (અર્થ : મોટો) મકસલ્મા…

વધુ વાંચો >

સૉલ્ટન સમુદ્ર

સૉલ્ટન સમુદ્ર : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના છેક દક્ષિણ-મધ્યભાગમાં આવેલું ક્ષારીય જળથી બનેલું વિશાળ થાળું. ભૌગોલિક સ્થાન : 33° 19´ ઉ. અ. અને 115° 50´ પ. રે.. આ થાળું સરેરાશ સમુદ્રસપાટીથી 71 મીટર નીચે આવેલું છે. ભૂતકાળમાં ક્યારેક આ વિસ્તાર કૅલિફૉર્નિયાના અખાતને મથાળે પાણી નીચે રહેલો; પરંતુ આ અખાતને મળતી કૉલોરાડો…

વધુ વાંચો >

સૉલ્ટી આઇલૅન્ડ્ઝ

સૉલ્ટી આઇલૅન્ડ્ઝ : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના અગ્નિકોણમાં આવેલા બે ટાપુઓ. તે વેક્સફૉર્ડના કાંઠાથી દૂર દરિયામાં આવેલા છે. ગ્રેટ સૉલ્ટી આ પૈકીનો મોટો ટાપુ છે. તે મુખ્ય ભૂમિ પરના કિલમોર ક્વે નામના માછીમારોના ગામથી આશરે 6 કિમી.ને અંતરે આવેલો છે. આજે આ ટાપુ પર પક્ષી-અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે. નાનો ટાપુ આયર્લૅન્ડના…

વધુ વાંચો >

સૉલ્ટો

સૉલ્ટો : દક્ષિણ અમેરિકાના ઉરુગ્વેનું બીજા ક્રમે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 23´ દ. અ. અને 57° 58´ પ. રે.. તે પાયસાન્ડુથી ઉત્તરે 97 કિમી. આવેલું છે. આ શહેર ઉત્તર ઉરુગ્વેના ખેડૂતો અને ભરવાડો માટેના અગત્યના વેપારી કેન્દ્ર તરીકેની જરૂરિયાતો પૂરી પાડે છે. આ વિસ્તારમાં થતી નારંગીની ખેતીને કારણે…

વધુ વાંચો >

સૉલ્વે ખાડી (Solway firth)

સૉલ્વે ખાડી (Solway firth) : સ્કૉટલૅન્ડના ખાંચાખૂંચીવાળા પશ્ચિમ કાંઠા પર આવેલો આયરિશ સમુદ્રનો ફાંટો. તે સ્કૉટલૅન્ડના ડમ્ફ્રી અને ગૅલોવેને ઇંગ્લૅન્ડની વાયવ્યમાં આવેલા કુમ્બ્રિયાથી અલગ પાડે છે. આ ખાડીની લંબાઈ આશરે 64 કિમી. અને મહત્તમ પહોળાઈ આશરે 32 કિમી. જેટલી છે. અન્નાન, એસ્ક અને ડરવેન્ટ જેવી ઘણી નદીઓ તેમાં ઠલવાય છે.…

વધુ વાંચો >

સોવેટો

સોવેટો : દક્ષિણ આફ્રિકામાં આવેલો અશ્વેત લોકોની વસ્તી ધરાવતો વિશાળ નિવાસી વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 15´ દ. અ. અને 27° 52´ પૂ. રે.. આ વિસ્તારમાં આશરે 10.73 લાખ (ઈ. સ. 2000) લોકો વસે છે, તે પૈકીના ઘણાખરા તો નજીકના જોહાનિસબર્ગમાં કામધંધાર્થે અવરજવર કરે છે. 29 પરાં ધરાવતો સોવેટોનો મ્યુનિસિપલ…

વધુ વાંચો >

સોસાયટી ટાપુઓ (Society Islands)

સોસાયટી ટાપુઓ (Society Islands) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 17° 00´ દ. અ. અને 150° 00´ પ. રે.. ‘આર્ચિપેલ દ લા સોસાયટી’ના ફ્રેન્ચ નામથી ઓળખાતો ફ્રેન્ચ પૉલિનેશિયન વિસ્તારનો આ દ્વીપસમૂહ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 6760 કિમી. અંતરે તથા ફિજિથી પૂર્વમાં કૂક ટાપુઓ નજીક આવેલો છે.…

વધુ વાંચો >

સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) :

સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) : કૅરિબિયન સમુદ્રમાંના લઘુ ઍન્ટિલિઝ ટાપુજૂથમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર આવેલો સક્રિય જ્વાળામુખી પર્વત. 1,234 મીટરની ઊંચાઈ ધરાવતો સેન્ટ વિન્સેન્ટ ટાપુ સુંદર ભૌમિતિક આકાર ધરાવે છે. 1812માં અને ફરીથી 1902માં તેનાં પ્રચંડ પ્રસ્ફુટનો થયેલાં, તે વખતે અડધા ટાપુનો નાશ થયેલો અને અંદાજે 2,000 લોકોનાં મૃત્યુ થયેલાં.…

વધુ વાંચો >