જર્મન સાહિત્ય
ફાઉસ્ટ
ફાઉસ્ટ : જર્મન કવિ વુલ્ફગેંગ વૉન ગેટે(1749–1832)ની મહાકાવ્ય સમી લેખાતી કૃતિ. ‘ફાઉસ્ટ’ પદ્યબદ્ધ મહાનાટક છે. બે ખંડોમાં રચાયેલા ‘ફાઉસ્ટ’નો પ્રથમ ખંડ 1790ના દાયકાના અંતભાગમાં રચાયો છે અને 1808માં પ્રગટ થયો છે. બીજા ખંડનો મોટોભાગ 1825થી 1831ના ગાળામાં ગેટેના આયુષ્યનાં અંતિમ વર્ષો દરમિયાન રચાયો છે. ‘ફાઉસ્ટ’ સમગ્રનાટક રૂપે પ્રસિદ્ધ થયું 1832માં…
વધુ વાંચો >બુકનેર, જ્યૉર્ગ
બુકનેર, જ્યૉર્ગ (જ. 1813; અ. 1837) : જર્મન નાટ્યકાર. ગટે અને શિલર જેવા તત્કાલીન નાટ્યકારોની રંગદર્શી કૃતિઓ સામેના પ્રત્યાઘાત રૂપે એમણે લખેલાં બે નાટકો ‘ડેન્ટૉન્સ ટોડ’ (1834) અને ‘વૉઇઝેક’(1836)થી નાટ્યસાહિત્યમાં પ્રકૃતિવાદનાં એમણે પૂર્વએંધાણ આપ્યાં, જે 1880ના દાયકામાં ફૂલ્યાંફાલ્યાં. કેટલાકને મતે આ નાટકોમાં આલેખાયેલી હિંસા અને દૂષિત માનસિકતાથી 1920ના દાયકાના અભિવ્યક્તિવાદનું…
વધુ વાંચો >બેન, ગૉટ ફ્રાઇડ
બેન, ગૉટ ફ્રાઇડ (જ. 1886, મૅન્સફિલ્ડ, જર્મની; અ. 1956) : જર્મનીના મહત્વના કવિ અને શરીરરચનાશાસ્ત્રી. યુવાન વયમાં જ તેઓ નાસ્તિવાદ (nihilism) તરફ આકર્ષાયા. પછીથી તેઓ બીજા કેટલાક બુદ્ધિવાદીઓની જેમ નાઝીવાદી સિદ્ધાંતોની તરફેણ કરવા લાગ્યા. મૈથુનથી થતા ચેપી રોગો અંગેના વિજ્ઞાનનું શિક્ષણ લીધેલું પણ તેમણે પ્રવૃત્તિ તો આદરી અભિવ્યક્તિવાદી કાવ્યલેખનની; તેમાંય…
વધુ વાંચો >બેનફાઇ, થિયૉડૉર
બેનફાઇ, થિયૉડૉર (જ. 1809, ગૉટિંગન નજીક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત ભાષાશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે પ્રશિષ્ટ તથા હિબ્રૂ ભાષાશાસ્ત્રના ક્ષેત્રે અભ્યાસ આદર્યો (1839થી 1942). તેમણે એક શરત મારી હતી અને તેમાં જીતવા માટે તેમણે થોડાં જ અઠવાડિયામાં સંસ્કૃત ભાષા શીખી લીધી! 1848થી તેમણે ગૉટિંગનમાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનરી’…
વધુ વાંચો >બૉલ, હેનરિશ
બૉલ, હેનરિશ (જ. 21 ડિસેમ્બર 1917, કૉલોન, જર્મની; અ. 1985) : નામી લેખક અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી જર્મનીની વેદનાઓ આલેખનાર નોબેલવિજેતા નવલકથાકાર. 1937માં હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ બુકસેલર તરીકે કામ કર્યું. 1938થી શ્રમસેવામાં દાખલ થયા અને 6 વર્ષ સુધી જર્મન લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ બાદ કૉલોનમાં…
વધુ વાંચો >માન, ટૉમસ
માન, ટૉમસ (જ. 6 જૂન 1875, લુબેક; અ. 12 ઑગસ્ટ 1955, ઝુરિક) : જર્મન નવલકથાકાર. 1929માં એમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમનાં લખાણોમાં વિનોદ, પ્રજ્ઞા, તત્વદર્શી વિચારો આદિનો સુમેળ દેખાય છે. બૌદ્ધિક સમન્વય, મનોવૈજ્ઞાનિક તીવ્ર ર્દષ્ટિ અને સાંસ્કૃતિક તથા રાજકીય પરિસ્થિતિઓની વિવેચનાત્મક જાગૃતિએ એમને સમકાલીન અગ્રગણ્ય માનવહિતવાદી…
વધુ વાંચો >મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર
મૉમસેન, ક્રિશ્ચિયન મૅથિયાસ થિયૉડૉર (જ. 30 નવેમ્બર 1817, ગાર્ડિંગ, જર્મની; અ. 1 નવેમ્બર 1903, શારૉલેટનબર્ગ, જર્મની) : જર્મનીના નામાંકિત ઇતિહાસકાર અને લેખક. તેમણે કીલ ખાતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રૉટેસ્ટન્ટ સમુદાયના એક પાદરી સમા પોતાના પિતાના પ્રભાવ હેઠળ તેઓ ભાષાવિજ્ઞાની બન્યા અને ગ્રીક, લૅટિન, ફ્રેન્ચ, ઇંગ્લિશ, સ્વીડિશ તથા ઇટાલિયન જેવી ઘણી…
વધુ વાંચો >મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન
મૉર્ગેન્સ્ટર્ન, ક્રિશ્ચિયન (જ. 6 મે 1871, મ્યૂનિક; અ. 31 માર્ચ 1914, મેરન, ઑસ્ટ્રિયા–હંગેરી) : જર્મનીના કવિ અને હાસ્યલેખક. તેમણે બ્રેસલો અને બર્લિનની યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો; ત્યાં 1893માં તેમને ક્ષય થયો હોવાનું નિદાન થયું અને તેના પરિણામે જ છેવટે તેમનું અવસાન થયું. અભ્યાસ છોડી તેઓ પ્રવાસે નીકળી પડ્યા અને થોડો…
વધુ વાંચો >રિલ્કે, રાઇનર મારિયા
રિલ્કે, રાઇનર મારિયા (જ. 4 ડિસેમ્બર 1875, પ્રાગ, બોહેમિયા, ઑસ્ટ્રિયા-હંગેરી (અત્યારે ઝેક પ્રજાસત્તાકમાં); અ. 29 ડિસેમ્બર 1926, વાલ્મૉન્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રો-જર્મન કવિ. મૂળ નામ રેને મારિયા રિલ્કે. ઑસ્ટ્રો ‘દુઇનો એલિજિઝ’ અને ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ માટે જગવિખ્યાત. ખાસ સુખી નહિ તેવા પરિવારનું એકનું એક સંતાન. તેમના પિતા જોસેફ મુલકી સેવામાં હતા.…
વધુ વાંચો >લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું…
વધુ વાંચો >