જયકુમાર ર. શુક્લ

ચિલી

ચિલી દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો…

વધુ વાંચો >

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

ચીન-જાપાન યુદ્ધ

ચીન-જાપાન યુદ્ધ : ચીન અને જાપાન વચ્ચે થયેલાં બે યુદ્ધો : (1) 1894–95 (2) 1937. (1) ચીન–જાપાન યુદ્ધ (1894–95) : ઈ. સ. 1853માં જાપાનમાં અમેરિકાના નૌકાદળના અમલદાર કોમોડોર પેરીના આગમન સાથે જાપાનનાં બંધ દ્વાર પાશ્ચાત્ય રાષ્ટ્રોના વેપાર માટે ખુલ્લાં મુકાયાં અને સાથે જ જાણે કે તેની પ્રગતિનાં દ્વાર પણ ખૂલ્યાં.…

વધુ વાંચો >

ચેક પ્રજાસત્તાક

ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…

વધુ વાંચો >

ચેચન્યા

ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…

વધુ વાંચો >

ચૌહાણો

ચૌહાણો : ગુજરાતમાં ચાંપાનેર ખાતે સત્તા સ્થાપનાર શાસકો (1300-1782). મેવાડથી આવેલા ખીચી ચૌહાણોમાંના પાલનદેવે ઈ. સ. 1300માં ચાંપાનેરમાં સત્તા સ્થાપી હતી. મહમૂદ બેગડા સામેની લડાઈમાં ઈ. સ. 1484–85માં જયસિંહ ઉર્ફે પતાઈ રાવળનો પરાજય થયો ત્યારે તેના પુત્ર પૃથ્વીરાજે નર્મદા-કાંઠાના મોહન નામના સ્થળે રાજ્ય સ્થાપ્યું. ભવિષ્યમાં તે છોટા-ઉદેપુરના રાજ્ય તરીકે વિકસ્યું.…

વધુ વાંચો >

છપ્પનિયો કાળ

છપ્પનિયો કાળ : વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રનાં રાજ્યો, વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિમી.ને બદલે…

વધુ વાંચો >

જયકર, મુકુંદ રામરાવ

જયકર, મુકુંદ રામરાવ (જ. 13 નવેમ્બર 1873, મુંબઈ; અ. 10 માર્ચ 1959 મુંબઈ) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી મુત્સદ્દી, પ્રભાવશાળી વક્તા અને સમાજસેવક. જન્મ પઠારે પ્રભુ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. પિતાનું નામ હતું રામરાવ તથા માતાનું નામ સોનબાઈ હતું. પિતાનું મૃત્યુ થવાથી બાળક મુકુંદને દાદા વાસુદેવે ઉછેર્યા હતા. દાદા…

વધુ વાંચો >

જર્મન કન્ફેડરેશન

જર્મન કન્ફેડરેશન : જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, 1815માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં 300 રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં 300 રાજ્યોને ભેગાં…

વધુ વાંચો >

જર્મની

જર્મની ભૂગોળ મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ;…

વધુ વાંચો >