જયકુમાર ર. શુક્લ
ગોલપારા (Goalpara)
ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગોલાઘાટ (Golaghat)
ગોલાઘાટ (Golaghat) : અસમ રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 31´ ઉ. અ. અને 93° 58´ પૂ. રે.ની આજુબાજુનો 3,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શોણિતપુર અને જોરહટ, પૂર્વ તરફ જોરહટ અને નાગાલૅન્ડ રાજ્યની સીમા, દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગોંડા (Gonda)
ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 4,003 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)
ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી 28° 0´ પૂ. રેખાંશવૃત્ત…
વધુ વાંચો >ગ્રૅકાઈ ભાઈઓ
ગ્રૅકાઈ ભાઈઓ : રોમના ટાઇબેરિયસ અને ગેયસ નામના બે ભાઈઓ સેમ્પ્રોનિયસ ગ્રૅકસ અને કૉર્નેલિયાના પુત્રો હતા. તેઓ મહત્વાકાંક્ષી, નીડર, પ્રામાણિક અને પ્રખર વક્તા હતા. શહેરમાં વસ્તીનો ભરાવો, લશ્કરમાં શિથિલતા, લાંચરુશવત તથા ગુલામી નિવારવા માટે ગરીબોમાં જમીન-વહેંચણી કરવાનું અનિવાર્ય છે જેવા મુદ્દાઓ વિશે તેઓ ચર્ચા કરતા હતા. ઈ. સ. પૂ. 133માં…
વધુ વાંચો >ગ્રેનેડા 3 (Granada 3)
ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ…
વધુ વાંચો >ગ્વાલિયર
ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…
વધુ વાંચો >ઘોરી આક્રમણો
ઘોરી આક્રમણો : ગઝનીનો મહત્વાકાંક્ષી અને સાહસિક સુલતાન. આખું નામ શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરી. ઘોરી અને ગઝનવી વંશો વચ્ચે ઝઘડા થતા રહેતા અને પંજાબમાં એ સમયે ગઝનવી વંશના ખુસરો મલેકની સત્તા હતી. ગઝનીમાં ઘોરીની સત્તા થઈ એટલે પંજાબ ઉપર શિહાબુદ્દીન પોતાનો અધિકાર હોવાનું માનતો. વળી એ સમય વિજયો મેળવવાનો હતો. શિહાબુદ્દીન…
વધુ વાંચો >ઘોષ, બારીન્દ્રકુમાર
ઘોષ, બારીન્દ્રકુમાર (જ. 5 જાન્યુઆરી 1880, લંડન; અ. 18 એપ્રિલ 1959, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકાર. તેમના પિતા કૃષ્ણધન કોણાગરમાં જાણીતા ડૉક્ટર હતા. તેમની માતા સ્વર્ણલતા માનસિક અસ્થિરતા ધરાવતાં હોવાથી તેમને અલગ રાખવામાં આવતાં. બારીન્દ્ર 1898માં હાઈસ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરી પટણા કૉલેજમાં જોડાયા. અભ્યાસ છોડીને વેપારમાં ગયા પણ…
વધુ વાંચો >ચાલુક્ય રાજ્યો
ચાલુક્ય રાજ્યો : લાટ, સૌરાષ્ટ્ર, બદામી તથા આંધ્રપ્રદેશના પ્રદેશોનો શાસનકર્તા રાજવંશ. આ રાજાઓના ધ્વજ ઉપર વરાહ અવતારનું ચિહ્ન હતું તેથી તેઓ વૈષ્ણવ હશે એમ મનાય છે. ચાલુક્ય રાજ્યો : આ વંશના રાજાઓનાં બદામી ખાતે (ઈ. સ. 540—632), દક્ષિણ ગુજરાત(લાટ)માં નવસારી ખાતે (ઈ. સ. 671—740), સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં (770—900), આંધ્રપ્રદેશમાં વેંગીમાં…
વધુ વાંચો >