જયકુમાર ર. શુક્લ

કચાર

કચાર (Cachar) : અસમ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24o 49′ ઉ. અ. અને 92o 48′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,786 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તર કચાર હિલ્સ જિલ્લો તથા મેઘાલય રાજ્ય, પૂર્વ તરફ મણિપુર રાજ્ય, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્ય તેમજ પશ્ચિમ તરફ હલ્લાકાંડી અને…

વધુ વાંચો >

કડાપા

કડાપા (kadapa) : આંધ્રપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13o 43’થી 15o 14′ ઉ. અ. અને 77o 55′ થી 79o 29′ પૂ. રે.ની વચ્ચેનો 15,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્નૂલ અને પ્રકાશમ જિલ્લો, પૂર્વ તરફ નેલોર જિલ્લો, દક્ષિણ તરફ ચિત્તુર…

વધુ વાંચો >

કડિયા ઉમાકાન્ત

કડિયા, ઉમાકાન્ત (જ. 15 નવેમ્બર 1921, અમદાવાદ; અ. 9 ઑગસ્ટ 1942, અમદાવાદ) : 1942ની ‘હિન્દ છોડો’ ચળવળના ગુજરાતના પ્રથમ શહીદ. તે અમદાવાદના માજી મ્યુનિસિપલ કાઉન્સિલર મોતીલાલ મગનલાલ કૉન્ટ્રાક્ટરના પુત્ર હતા. તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને કૉલેજના વિદ્યાર્થી હતા. તેમને વ્યાયામપ્રવૃત્તિમાં રસ હતો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તેમણે પોતાના વિસ્તાર…

વધુ વાંચો >

કન્નુર

કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની…

વધુ વાંચો >

કમ્બોજ

કમ્બોજ : ઈ.પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક રાજ્ય. કમ્બોજનો સમાવેશ ઉત્તરાપથમાં થતો હતો. પ્રાચીન સાહિત્ય અને અશોકના શિલાલેખોમાં તેને ગંધાર સાથે જોડવામાં આવ્યું છે. ત્યાંના લોકો કમ્બોજ કહેવાતા. તેમના કબજામાં રાજોરીની આસપાસનો પ્રદેશ અથવા પ્રાચીન રાજપુર, વાયવ્ય સરહદ પ્રાંતનો હજારા જિલ્લો અને તેનો વિસ્તાર ઘણુંખરું કાફિરિસ્તાન સુધી…

વધુ વાંચો >

કરસનદાસ મૂળજી

કરસનદાસ મૂળજી (જ. 25 જુલાઈ 1832; મુંબઈ, અ. 28 ઑગસ્ટ 1871, લીંબડી, સૌરાષ્ટ્ર) : ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક. મૂળ વતન મહુવા પાસેનું વડાળ ગામ. માતાનું અવસાન થયું અને પિતાએ બીજું લગ્ન કરવાથી, મોસાળમાં માતાની કાકી પાસે ઊછર્યા. મુંબઈમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી, એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

કવિ શ્રીપાલ

કવિ શ્રીપાલ (બારમી સદી) : સિદ્ધરાજ જયસિંહના સમયના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ. એ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ સરોવર વિશે એમણે સંસ્કૃતમાં પ્રશસ્તિકાવ્ય રચેલું, તે શિલા પર કોતરાવી એના કીર્તિસ્તંભમાં મૂકેલું. એનો એક નાનો ટુકડો પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણેલો છે. સિદ્ધરાજે સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેની પ્રશસ્તિ પણ શ્રીપાલે…

વધુ વાંચો >

કાન્હેરે, અનંત લક્ષ્મણ

કાન્હેરે, અનંત લક્ષ્મણ (જ. 1891; અ. 11 એપ્રિલ 1910, થાણા જેલ, મહારાષ્ટ્ર) : ભારતીય ક્રાંતિકારી. તેના પિતા લક્ષ્મણ ગોવિંદ રત્નાગિરિ જિલ્લાના ચિતપાવન બ્રાહ્મણ હતા. નોકરીની શોધમાં તેઓ ઇન્દોર ગયા. તેથી અનંતનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું. તે 1903માં તેના મામા ગોવિંદ ભાસ્કર બર્વેને ઘેર ઔરંગાબાદ ગયા. તેને કસરતનો શોખ હોવાથી ઘણી…

વધુ વાંચો >

કાલયવન

કાલયવન : પુરાણકથા અનુસાર એક યવનાધિપતિએ યાદવોના પરાજય માટે ગર્ગમુનિ પાસે ઉત્પન્ન કરાવેલો પુત્ર. તે ઘણો પ્રતાપી અને યાદવોથી જિતાય નહિ એવો હતો. જરાસંધની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી હતી. શ્રીકૃષ્ણને લાગ્યું કે મથુરાવાસીઓ એને હરાવી શકશે નહિ, ત્યારે તેમણે એક યુક્તિ કરી. યુદ્ધમાંથી પોતે નાસી જવાનો દેખાવ…

વધુ વાંચો >

કાલાણી, હેમુ

કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, સિંધ; અ. 21 જાન્યુઆરી 1943) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેનામાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીરે ખડતલ તે યુવાન કબડ્ડી રમતનો…

વધુ વાંચો >