જયકુમાર ર. શુક્લ

મેરુતુંગસૂરિ

મેરુતુંગસૂરિ (ઈ. સ. 14મી સદી) : ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મહત્વના ગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’ના લેખક. નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય. તેમણે વઢવાણમાં રહીને ઈ. સ. 1305(વિ. સં. 1361)માં પાંચ ખંડમાં પ્રસિદ્ધ ‘પ્રબંધચિંતામણિ’ નામના ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ગુજરાતના ઇતિહાસ માટે એ સૌથી વધારે ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વીરધવલ…

વધુ વાંચો >

મેવાડ

મેવાડ : રાજસ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું રાજ્ય. મેવાડના રાજ્યનો સ્થાપક ગૂહિલ, એનો પુત્ર ભોજ, એનો પુત્ર મહેન્દ્ર, એનો નાગ અને એનો શીલાદિત્ય એમ પાંચ રાજા એક પછી એક રાજ્ય કરતા હતા એવી માહિતી ઈ. સ. 646ના સામોલી ગામના શિલાલેખમાંથી જાણવા મળે છે. શીલાદિત્ય પછી અપરાજિતના લેખમાં રાજાને ગૂહિલ વંશનો જણાવ્યો…

વધુ વાંચો >

મૅસિડોનિયા

મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે. 1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો…

વધુ વાંચો >

મૈસૂર

મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની…

વધુ વાંચો >

મોઝામ્બિક

મોઝામ્બિક : આફ્રિકાના અગ્નિકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 15´ દ. અ. અને 35° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,99,380 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા, પૂર્વમાં હિન્દી મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, નૈર્ઋત્યમાં સ્વાઝિલૅન્ડ તથા પશ્ચિમે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દેશો આવેલા…

વધુ વાંચો >

મોનાકો

મોનાકો : ફ્રાન્સના છેક અગ્નિકોણમાં આવેલો દુનિયાના નાનામાં નાના દેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : 43° 45´ ઉ. અ. અને 7° 25´ પૂ. રે.. તેનો વિસ્તાર માત્ર 1.97 ચોકિમી. જેટલો જ છે. તે ભૂમધ્ય સમુદ્રના વાયવ્ય કિનારે ફ્રેન્ચ રિવિયેરા ઉપર આવેલો છે. મોનાકો તેના ખૂબ જ લોકપ્રિય વિહારધામ માટે, વૈભવી…

વધુ વાંચો >

મોન્ટે અલ્બાન

મોન્ટે અલ્બાન : મેક્સિકોમાં આવેલ પ્રાચીન ઝેપોટેક સંસ્કૃતિનું કેન્દ્ર. મેક્સિકોમાં ઓકાસાકા નગરની નજીક પ્રાચીન મૉન્ટે અલ્બાન નગરમાંથી ઈ. સ. પૂ. 8મી સદીના પિરામિડો. ભૂગર્ભમાર્ગો, 170 જેટલી કબરો વગેરેના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ટેકરા ઉપર આવેલું હતું. આ અવશેષો ત્યાંની ઝેપોટેક સંસ્કૃતિના છે. બીજા તબક્કામાં ઈ. સ. 300થી 900ના…

વધુ વાંચો >

મૉર, ટૉમસ સંત (સર)

મૉર, ટૉમસ સંત (સર) (જ. 7 ફેબ્રુઆરી 1477, લંડન; અ. 6 જુલાઈ 1535, લંડન) : ઇંગ્લૅન્ડના લૉર્ડ ચાન્સેલર, વિદ્વાન અને લેખક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને તેમણે 1494માં કાયદાના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. તેઓ 1510માં લંડનના અન્ડરશેરિફ બન્યા. રાજા હેન્રી આઠમાની સેવામાં 1518માં કાઉન્સિલર અને રાજદૂત તરીકે જોડાયા બાદ તેમને ‘સર’નો…

વધુ વાંચો >

મોરબી સત્યાગ્રહ

મોરબી સત્યાગ્રહ (1931) : પરદેશી કાપડના વેપાર સામે સ્વદેશી માલ વાપરવાની ચળવળના ભાગ રૂપે થયેલો સત્યાગ્રહ. આઝાદી પહેલાં, સૌરાષ્ટ્રમાં જાડેજા વંશની રિયાસતોમાં મોરબી પ્રથમ વર્ગનું રાજ્ય હતું. લખધીરસિંહ ઠાકોર (અમલ 1922–1948) મોરબીના રાજા અને પુરુષોત્તમદાસ ગોરડિયા ત્યાંના દીવાન હતા. સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) દરમિયાન સૌરાષ્ટ્રના ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી વગેરે આગેવાનો…

વધુ વાંચો >

મૉરિટાનિયા (Mauritania)

મૉરિટાનિયા (Mauritania) : પશ્ચિમ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 20° 00´ ઉ. અ. અને 12° 00´ પ. રે. ની આજુબાજુનો આશરે 10,30,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આટલાંટિક કિનારાથી પૂર્વમાં સહરાના રણ તરફ વિસ્તરેલો છે. તેની પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર, વાયવ્યમાં પશ્ચિમી સહરા,…

વધુ વાંચો >