જગદીશ બિનીવાલે

જયસિંહા, એમ. એલ.

જયસિંહા, એમ. એલ. (જ. 3 માર્ચ 1939, હૈદરાબાદ) : ભારતના પ્રારંભિક તથા મધ્યમ ક્રમના છટાદાર બૅટધર તથા મધ્યમ ઝડપી ગોલંદાજ. હૈદરાબાદ તરફથી 1954–55માં આંધ્ર સામે જયસિંહાએ રણજી ટ્રૉફી મૅચથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ મૅચમાં 90 રન નોંધાવ્યા અને 56 રનમાં 3 વિકેટો ઝડપી. 1963 –64થી હૈદરાબાદની રણજી ટ્રૉફી…

વધુ વાંચો >

ઝહીર અબ્બાસ

ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી…

વધુ વાંચો >

ડેક્ષટર એડવર્ડ રાલ્ફ

ડેક્ષટર એડવર્ડ રાલ્ફ (જ. 15 મે 1935, મિલાન, ઇટાલી) : કૅમ્બ્રિજ યુનિવર્સિટી, સસેક્સ કાઉન્ટી તથા ઇંગ્લૅન્ડની  ક્રિકેટ ટીમનો ખેલાડી અને સુકાની. બીજા વિશ્વયુદ્ધ પછીના સમયના રોમાંચક અને નૈસર્ગિક બૅટ્સમૅન ગણાયેલા ‘ટેડ’ ડેક્ષટરે 1958ની 24મી જુલાઈએ ઓલ્ડ ટ્રેફૉર્ડના મેદાન પર ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમીને ટેસ્ટપ્રવેશ કર્યો. 1960માં સસેક્સ કાઉન્ટીનું નેતૃત્વ…

વધુ વાંચો >

ડૅવિડસન, ઍલન કીથ

ડૅવિડસન, ઍલન કીથ (જ. 14 જૂન 1929, લીસારોવ, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ડાબોડી ઑલરાઉન્ડર  ક્રિકેટ-ખેલાડી. પ્રારંભમાં ડાબા હાથે ચાઇનામેન પ્રકારની સ્પિન ગોલંદાજી કરનાર ડેવિડસન પોતાની ઊંચાઈ, મજબૂત ખભા અને કદાવર બાંધાને કારણે પંદર ફાળ ભરીને દડો વીંઝતાં ઝડપી ગોલંદાજ બન્યા. નવા દડાને હવામાં અને પીચ પડ્યા પછી વિલંબથી (લેઇટ)…

વધુ વાંચો >

દુરાની, સલીમ અઝીઝ

દુરાની, સલીમ અઝીઝ (જ. 15 ઑગસ્ટ 1935, કરાંચી) : ક્રિકેટની રમતમાં ભારતનો ડાબોડી ટેસ્ટ ઑલરાઉન્ડર. ઊંચો અને છટાદાર સલીમ દુરાની આગવી શૈલી ધરાવતો ડાબોડી બૅટ્સમૅન, ધીમો પણ અસરકારક ડાબોડી સ્પિનર અને કુશળ વિકેટકીપર ગણાતો હતો. 1953થી ’54માં નિશાળમાં અભ્યાસ કરતો હતો ત્યારે સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત સામે પહેલી રણજી ટ્રૉફી મૅચ…

વધુ વાંચો >

પિચ

પિચ : ક્રિકેટમેદાનના મધ્યભાગમાં આવેલો નાનકડો સપાટ પટ્ટો. દડો ઘણુંખરું ત્યાં ભૂમિસ્પર્શ કરીને દાંડિયા તરફ આગળ વધે છે. એ પટ્ટો કે પિચ ક્રિકેટની રમતમાં અનેરું મહત્વ ધરાવે છે. પિચ ત્રણ પ્રકારની જોવા મળે છે. (1) કુદરતી : જેના પર હરિયાળી ઊગી હોય છે. તેને ‘ટર્ફ’ વિકેટ કહેવામાં આવે છે. (2)…

વધુ વાંચો >

પ્રસન્ના, એરાપલ્લી

પ્રસન્ના એરાપલ્લી (જ. 22 મે 1940, બૅંગ્લોર) : ક્રિકેટની રમતમાં ભારતના ઉત્કૃષ્ટ ઑફ-સ્પિનર. 1961–62માં મૈસૂર તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 1961–62માં મદ્રાસ ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે પાંચમી ટેસ્ટમાં તેમણે ‘ટેસ્ટ-પ્રવેશ’ મેળવ્યો હતો : 1961–62થી 1978–79 સુધીમાં પ્રસન્નાએ 49 ટેસ્ટમૅચોમાં રમીને 30.39ની સરેરાશથી કુલ 189 વિકેટો ઝડપી હતી. પ્રસન્નાએ…

વધુ વાંચો >

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ (1883) : ભારતના પાટનગર દિલ્હીમાં આવેલું એ નામનું સ્ટેડિયમ. તે 40થી 45 હજાર પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. મુહમદ તઘલખના ઉત્તરાધિકારી ફિરોજશાહ (1351–1388) તઘલખે ફિરોજાબાદ વસાવ્યું. તે પરથી તે સ્થળ ફિરોજશાહ કોટલા તરીકે પ્રસિદ્ધ છે. દિલ્હીના કેટલાક અગ્રણીઓ અને કેટલાંક દેશી રજવાડાંઓના રાજવીઓએ મળીને 1883માં ફિરોજશાહ કોટલા…

વધુ વાંચો >

બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ

બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ (જ. 25 સપ્ટેમ્બર 1946, અમૃતસર) : ભારતીય ક્રિકેટવિશ્વના અત્યંત લોકપ્રિય અને સિદ્ધિવંતા ક્રિકેટર. તેમણે 1961થી 1981ના 20 વર્ષના ગાળામાં ભારતીય ક્રિકેટમાં ધીમા ડાબોડી સ્પિન ગોલંદાજથી માંડીને સુકાની, કોચ તથા મૅનેજર સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરી હતી. દિલ્હીની સ્ટેટ બૅંકના આ ભૂતપૂર્વ અધિકારી હાલ દિલ્હીમાં નવયુવાન ક્રિકેટરોને તાલીમ…

વધુ વાંચો >

બૉથમ, ઇયાન ટેરેન્સ

બૉથમ, ઇયાન ટેરેન્સ (જ. 24 નવેમ્બર 1955, હેસવેલ, ચેશાયર) : ઇંગ્લૅન્ડનો સમર્થ ઑલ-રાઉન્ડર ક્રિકેટ ખેલાડી. 5,000 રન કરનાર અને 300 વિકેટ લેનાર વિશ્વક્રિકેટનો ઉત્તમ ઑલ-રાઉન્ડર ઇયાન બૉથમ ડબ્લ્યૂ. જી. ગ્રેસ પછી ઇંગ્લૅન્ડે આપેલો બહુવિધ શક્તિ ધરાવતો ક્રિકેટર છે. રમત ખેલવાની અખૂટ નૈસર્ગિક શક્તિ, શારીરિક તાકાત, સંકલ્પબળ, આત્મવિશ્વાસ અને સાહસિકતાને કારણે…

વધુ વાંચો >