જગદીશ જ. ત્રિવેદી

થેલિક ઍસિડ

થેલિક ઍસિડ : બેન્ઝિન ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ [C6H4 (COOH)2]ના ત્રણ સમઘટકો પૈકીનો એક સમઘટક. બેન્ઝિન વલયમાંના પાસે પાસેના બે કાર્બન પરમાણુઓ ઉપર ઑર્થો સ્થિતિમાં કાબૉર્ક્સિલ (– COOH) સમૂહ આવેલ હોવાથી તેને ઑર્થો અથવા 1, 2–થેલિક ઍસિડ કહે છે. તે ઑર્થો–બેન્ઝિન ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તેમજ બેન્ઝિન –1, 2–ડાઇકાબૉર્ક્સિલિક ઍસિડ તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

થેલિયમ

થેલિયમ : આવર્તક કોષ્ટકમાંના છઠ્ઠા આવર્ત અને 13મા (અગાઉ III) સમૂહમાં આવેલું ધાત્વિક તત્વ. સંજ્ઞા Tl, 1861/62માં સર વિલિયમ ક્રૂક્સ અને સી.એ.લેમી (Lamy)એ એકબીજાથી સ્વતંત્ર રીતે તેની શોધ કરી હતી. તેના જ્યોત-વર્ણપટમાંની લાક્ષણિક તેજસ્વી લીલી રેખાને કારણે ગ્રીક શબ્દ થેલોસ (Thallos=budding shoot અથવા twig) પરથી તેને આ નામ આપવામાં આવ્યું…

વધુ વાંચો >

દરિયાસાહેબ

દરિયાસાહેબ (મારવાડી) (જ. 1676, જૈતારન, મારવાડ; અ. 1758) : રાજસ્થાનના નિર્ગુણોપાસક સંતકવિ. પીંજારા અથવા મુસલમાન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બિહારના દરિયાદાસના તેઓ સમકાલીન હોવાથી અલગ પાડવા તેમના નામ સાથે મારવાડી લખવામાં આવે છે. પિતાના અવસાન પછી તેઓ મોસાળના રૈન ગામે (મેડતા પરગણું) રહેવા ગયા. બિકાનેર રાજ્યના ખિયાંસર ગામના પ્રેમદયાળ…

વધુ વાંચો >

દહન

દહન (combustion) : વાયુમય, પ્રવાહી કે ઘન સ્વરૂપમાં હોય એવા કોઈ પણ પદાર્થની બળવાની ક્રિયા. દહન દરમિયાન દહનશીલ પદાર્થ-(ઇંધન)નું ઉપચયન થાય છે અને ઉષ્મા તથા કોઈ વાર પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉપચયનકારક પદાર્થ ઑક્સિજન જ હોય તે આવશ્યક નથી; ઑક્સિજન કોઈ રાસાયણિક સંયોજનનો એક ભાગ હોઈ શકે (દા.…

વધુ વાંચો >

દેસાઈ રણછોડજી દાજીભાઈ

દેસાઈ રણછોડજી દાજીભાઈ (જ. 4 મે 1897, ઉમરસાડી, દક્ષિણ ગુજરાત; અ. 16 નવેમ્બર 1991, વલસાડ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમર્થ રસાયણશાસ્ત્રી. મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ દાજીભાઈના છ પુત્રોમાં રણછોડજી બીજા પુત્ર હતા. માધ્યમિક શિક્ષણ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં લઈ 1916માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઊંચી કક્ષામાં પસાર કર્યા બાદ 1916થી…

વધુ વાંચો >

દ્રાવક

દ્રાવક (solvent) : અન્ય પદાર્થ/પદાર્થોને ઓગાળી તેનું આણ્વીય અથવા આયનિક પરિમાપ(size)નું સમાંગ મિશ્રણ બનાવતો અને રૂઢિગત રીતે વધુ પ્રમાણમાં હાજર હોય તેવો પદાર્થ. મિશ્રણમાં ઓછા પ્રમાણમાં રહેલા  દ્રાવ્ય (solute) કહે છે. તક્નીકીય ર્દષ્ટિએ ત્રણ પ્રકારનાં સમાંગ મિશ્રણો શક્ય છે : (1) પ્રવાહીમાં ઓગળેલા ઘન, પ્રવાહી કે વાયુઓ, (2) ઘનમાં ઘન…

વધુ વાંચો >

દ્રાવકયોજન

દ્રાવકયોજન (solvation) : દ્રાવ્યના આયનિક, આણ્વિક અથવા કણરૂપ (particulate) એકમોનું દ્રાવકના અણુઓ સાથેનું સહયોજન (association) અથવા સંયોજન (combination). જલીય દ્રાવણમાં થતી આવી આંતરક્રિયા  (hydration) તરીકે ઓળખાય છે. આ સહયોજન ભૌતિક, રાસાયણિક કે તે બંને પરિબળોને આભારી હોય છે અને તે મુજબ નિર્બળ, અનિશ્ચિત સંકીર્ણથી માંડીને ચોક્કસ રાસાયણિક સંયોજન બને છે.…

વધુ વાંચો >

દ્રાવકવિઘટન

દ્રાવકવિઘટન (solvolysis)  : દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થ સાથે પાણી કે આલ્કોહૉલ જેવા દ્રાવકો વડે થતી રાસાયણિક પ્રક્રિયા. સામાન્ય રીતે દ્રાવકનું પ્રમાણ પ્રક્રિયા માટે જરૂરી કરતાં ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અહીં દ્રાવક દ્રાવ્ય સાથે પ્રક્રિયા કરીને નવું સંયોજન બનાવે છે. આ વિધિમાં સામાન્યત: મધ્યવર્તી સંયોજનો બનતાં હોય છે. દ્રાવકવિઘટન-પ્રક્રિયાઓ એ…

વધુ વાંચો >

દ્રાવ્યતા ગુણાકાર

દ્રાવ્યતા ગુણાકાર : અલ્પદ્રાવ્ય ઘન પદાર્થ અને દ્રાવણમાંના તેનાં અનુવર્તી આયનો વચ્ચેના સમતોલનને દર્શાવવામાં ઉપયોગી એવો સરળીકૃત સમતોલન-અચળાંક. મોટા ભાગના અલ્પદ્રાવ્ય ક્ષારો જલીય દ્રાવણમાં વિશેષત: (essentially) સંપૂર્ણપણે વિયોજિત થયેલા હોય છે. એક પદાર્થ AxBy(s) દ્રાવણમાંનાં તેનાં આયનો A+ અને B– સાથે નીચે પ્રમાણે સમતોલનમાં હોય, AxBy(s) ↔ xA+(aq) + yB–(aq)…

વધુ વાંચો >

દ્વિબંધ

દ્વિબંધ (double bond) : બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રૉન યુગ્મો દ્વારા બનતા સહસંયોજક બંધ દર્શાવતી રાસાયણિક રચના. એક ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા એક બંધ અથવા સિગ્મા (σ) બંધ બને છે તથા બીજા ઇલેક્ટ્રૉનયુગ્મ દ્વારા બીજો એક બંધ અથવા પાઇ (π) બંધ બને છે. દ્વિબંધ બે લીટીઓ દ્વારા દર્શાવવામાં આવે છે. દા. ત.,…

વધુ વાંચો >