ચલચિત્ર
પંચોલી દલસુખ
પંચોલી, દલસુખ (જ. 1906, કરાંચી; અ. 10 ઑક્ટોબર 1959) : જાણીતા હિન્દી-પંજાબી ચલચિત્રોના ગુજરાતી ચલચિત્રસર્જક. પૂરું નામ દલસુખ મ. પંચોલી. દેશના ભાગલા પૂર્વે પંજાબ(હાલ પાકિસ્તાન)માં ચલચિત્રઉદ્યોગ ઊભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું. મૂળ સૌરાષ્ટ્રના ઝાલાવાડના બ્રાહ્મણ પરિવારના દલસુખ પંચોલીના મોટા ભાઈ રેવાશંકર કરાંચીમાં ફિલ્મવિતરણનો વ્યવસાય કરતા. દલસુખને પણ તેમણે ત્યાં બોલાવી…
વધુ વાંચો >પંડ્યા અરવિંદ
પંડ્યા, અરવિંદ (જ. 21 માર્ચ 1923, ભાદરણ; અ. 22 જુલાઈ 1980) : ગુજરાતી ચિત્રોના ચરિત્ર-અભિનેતા. બચપણથી સંગીત-અભિનયના સંસ્કાર પામેલા અરવિંદ પંડ્યા 1937માં મુંબઈ આવ્યા. દેવધર ક્લાસીઝમાં પ્રારંભિક સંગીત-શિક્ષણ લઈને પછી પંઢરીનાથ કોલ્હાપુરે પાસે સંગીતની તાલીમ મેળવી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના એક સંગીતજલસામાં ફિલ્મી સંગીતકાર એસ. એન. ત્રિપાઠીએ તેમને સાંભળીને ‘માનસરોવર’(1946)માં પાર્શ્વગાયક…
વધુ વાંચો >પાગનીસ વિષ્ણુપંત
પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…
વધુ વાંચો >પાટીલ સ્મિતા
પાટીલ, સ્મિતા (જ. 17 ઑક્ટોબર 1955, પુણે; અ. 13 ડિસેમ્બર 1986, મુંબઈ) : હિન્દી તથા મરાઠી ચલચિત્રોની અભિનેત્રી. માતા વિદ્યા પાટીલ, પિતા શિવાજીરાવ પાટીલ, મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન. શિક્ષણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક. અભિનયની કોઈ પણ જાતની તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે…
વધુ વાંચો >પાટેકર નાના
પાટેકર, નાના (જ. 1 જાન્યુઆરી 1951, મ્યૂરુન્ડ, જંજીર, મહારાષ્ટ્ર) : હિંદી ફિલ્મજગતમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અભિનેતા. મૂળ નામ વિશ્વનાથ. દેખાવડો ચહેરો કે ફિલ્મી પ્રતિભાવોનો વારસો ન હોવા છતાં પોતાના ધારદાર અભિનય, ઝડપી ગતિની સંવાદછટા, આવેશ અને આક્રોશપૂર્ણ અભિનેતાની છાપને કારણે ફિલ્મજગતમાં અગ્રણી અભિનેતાઓની હરોળમાં સ્થાન જમાવ્યું છે. શાળાકીય કારકિર્દીમાં મરાઠી…
વધુ વાંચો >પાઠક દીના
પાઠક, દીના (જ. 4 માર્ચ 1921, અમરેલી; અ. 11 ઑક્ટોબર 2002 બાંદ્રા, મુંબઈ) : હિંદી-ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને ટીવી શ્રેણીઓનાં ગુજરાતી અભિનેત્રી. ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં પાયાનું કામ કરનાર દીનાબહેન મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં. મુંબઈમાં કૉલેજના સમયથી નાટકોમાં ભાગ લેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં રહ્યાં. ડાબેરી વિચારસરણી ધરાવતાં…
વધુ વાંચો >પાર (1984)
પાર (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ઑર્ચિડ ફિલ્મ્સ પ્રા. લિ. દિગ્દર્શન, સંગીત અને છબીકલા : ગૌતમ ઘોષ. સંકલન : પ્રશાંત ડે. કલાકારો : શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મોહન અગાશે, ઉત્પલ દત્ત, અનિલ ચૅટરજી, ઓમ્ પુરી. અવધિ : 12૦ મિનિટ. બિહારના એક ગામમાં હરિજન વસ્તીમાં કેટલાક લોકો આગ ચાંપી દે…
વધુ વાંચો >પારેખ આશા
પારેખ, આશા (જ. 2 ઑક્ટોબર 1942, મુંબઈ) : હિન્દી ચલચિત્રોમાં અભિનય કરતાં ગુજરાતી અભિનેત્રી. પિતા બચુભાઈને શાળાશિક્ષણની સાથે નૃત્ય અને અભિનયમાં પણ રસ હતો, તેથી નૃત્યશિક્ષણ લીધું. પ્રસિદ્ધ નૃત્યવિદ મોહનલાલ પાંડે તેમના નૃત્યગુરુ હતા. ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ નૃત્ય-અભિનયની આવડતને કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1954માં 12 વર્ષની વયે…
વધુ વાંચો >પાર્ટી (1984)
પાર્ટી (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. દિગ્દર્શન અને છબીકલા : ગોવિંદ નિહાલાની. કલાકારો : રોહિણી હટંગડી, મનોહરસિંહ, વિજયા મહેતા, દીપા શાહી, કે. કે. રૈના, સોની રઝદાન, શફી ઇનામદાર, ઓમ્ પુરી, અમરીશ પુરી, આકાશ ખુરાના, નસીરુદ્દીન શાહ, ગુલશન કૃપાલાની, પર્લ પદમશી. અવધિ 118 મિનિટ. એક સાહિત્યકારનું…
વધુ વાંચો >પાલેકર અમોલ
પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતા દિગ્દર્શક. 1965 જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. તેઓ સારા ચિત્રકાર પણ છે. એમણે…
વધુ વાંચો >